________________ 20 योगविशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-३ "मोक्षकारणीभूतचारित्रतत्त्वसंवेदनान्तर्भूतत्वेन स्थानादिकं चारित्रिण एव योगः, अपुनर्बन्धकसम्यग्दृशोस्तु तद्योगबीजम्" इति निश्चयनयाभिमतः पन्थाः / व्यवहारनयस्तु योगबीजमप्युपचारेण योगमेवेच्छतीति व्यवहारनयेनापुनर्बन्धकादयः स्थानादियोगस्वामिनः, निश्चयनयेन तु चारित्रिण एवेति विवेकः / तदिदमुक्तम् - "अपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्विकः / અધ્યાત્મિ-માવનારૂપો, નિશવેનોત્તરસ્ય તુ રૂદશા” (ચોવિ.] अपुनर्बन्धकस्य उपलक्षणात्सम्यग्दृष्टेश्च 'व्यवहारेण' कारणे कार्यत्वोपचारेण 'तात्त्विकः' कारणस्यापि कथञ्चित्कार्यत्वात् / 'निश्चयेन' उपचारपरिहारेण 'उत्तरस्य तु' चारित्रिण एव / सकृद्वन्धकादीनां तु स्थानादिकमशुद्धपरिणामत्वात्रिश्चयतो व्यवहारतश्च न योगः किन्तु योगाभास इत्यवधेयम् / उक्तं च - "सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः / प्रत्यपायफलप्रायस्तथा वेषादिमात्रतः / / 370 / / " [योगबिन्दुः] સ્થાનાદિ યોગો મોક્ષના કારણભૂત ચારિત્રની પરિણતિની અનુભૂતિમાં સમાઈ જતા હોવાથી ચારિત્રિના સ્થાનાદિ જ યોગસ્વરૂપ હોય છે. અપુનબંધક અને સમ્યગ્દષ્ટિ આત્માઓના સ્થાનાદિ યોગો એ “યોગબીજરૂપ છે, એમ નિશ્ચયનયને સંમત માર્ગ છે. વ્યવહારનય તો ઉપચારથી યોગબીજ એ પણ યોગ જ છે. એમ ઈચ્છે (કહે) છે. આ રીતે - 1 - વ્યવહારનયથી અપુનબંધક અને સમ્યગ્દષ્ટિ જીવો સ્થાનાદિ યોગના સ્વામી છે. અને 2 - નિશ્ચયનયથી તો ચારિત્રીઓ જ દેશ અને સર્વ) સ્થાનાદિ યોગના સ્વામી છે. આમ વિવેક કરવો. તે વાત આ રીતે યોગબિંદુમાં કહેવાઈ છે. “અપુનબંધક આત્માના અધ્યાત્મ અને ભાવના યોગ વ્યવહારનયથી તાત્ત્વિક છે, જ્યારે ચારિત્રી આત્માના એ યોગો નિશ્ચયનયથી તાત્વિક છે.” અપુનબંધકનો અને ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ આત્માનો (અધ્યાત્મ અને ભાવના) યોગ વ્યવહારથી એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તાત્વિક જાણવો. કારણ કે કારણ પણ અંશે અંશે કાર્યરૂપ છે. નિશ્ચયનય ઉપચારરહિત હોવાથી એના મતે તો ‘ઉત્તર' એટલે ચારિત્રીનો જ (અધ્યાત્મ અને ભાવના) યોગ તાત્ત્વિક જાણવો. એ સિવાયના સબંધક વગેરે જીવોના સ્થાનાદિ યોગો અશુદ્ધ પરિણામવાળા હોવાના કારણે નિશ્ચય અને વ્યવહાર બંને નયથી “યોગ નથી, પરંતુ યોગાભાસ' - “બાહ્ય દેખાવે યોગ' છે એમ જાણવું. યોગ ન હોવા છતાં યોગનો આભાસ-ભ્રમ કરાવે તેવા છે. યોગબિંદુમાં કહ્યું છે કે - “સફબંધક વગેરે જીવોનો યોગ અતાત્વિક કહ્યો છે. એ યોગ માત્ર બાહ્ય વેષ વગેરેથી જ હોય છે અને મોટે ભાગે અનર્થન કરનાર હોય છે.”