________________ 18 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-३ વધતાં વધતાં ધ્યાનયોગની પ્રાપ્તિ થાય છે. કારણ કે, પ્રવર્તમાન ચિત્તવૃત્તિનિરોધના કારણે ચિત્ત વધુને વધુ સ્વચ્છ, સ્થિર અને સૂક્ષ્મ બનતું જાય છે. જેથી તે સૂક્ષ્મ વિષયોનું અત્યંત સહજતાપૂર્વક ધ્યાન કરી શકે છે. ખરેખર, આ ભૂમિકામાં ધ્યાન કરવું પડતું નથી, પણ આપોઆપ ધ્યાન થઈ જ જાય છે. આ ભૂમિકામાં ધ્યાન એ સાહજિક અવસ્થા બની જાય છે. યોગબિંદુ, ત્રિશિકા વગેરે શાસ્ત્રોમાં ધ્યાનયોગ” એવો શબ્દપ્રયોગ કરાયો છે. જ્યારે વ્યાખ્યાનકાર મહર્ષિ અહીં “આધ્યાન” શબ્દનો પ્રયોગ કરીને -આસમન્ના ધ્યાનશ્રાધ્યાનમ્ - કહીને સર્વથા ધ્યાનમય અવસ્થાને આધ્યાનરૂપે ઓળખાવે છે. જો કે સર્વથા ધ્યાનમય અવસ્થા તો અર્થ-કામ પ્રેમી સંસારી આત્માની પણ તે તે વિષયોમાં હોય છે. એ અવસ્થાને યોગરૂપ કહી શકાય નહીં. આથી શાસ્ત્રકાર ભગવંત અહીં અપ્રશસ્ત વિષયોના ધ્યાનનો નિષેધ કરવા માટે સૌ પ્રથમ ‘પ્રશસ્ત’ શબ્દનો પ્રયોગ કરીને કહે છે કે, ચિત્ત પ્રશસ્ત વિષયવાળું અને એક જ પદાર્થનો વિષય કરનારું હોવું જોઈએ અર્થાતું કે તે આત્મહિતમાં સહાય કરે /મોક્ષમાર્ગની સાધનામાં આગળ વધારે તેવા એક પદાર્થના વિષયમાં સ્થિર હોવું જોઈએ. વળી, આ પ્રશસ્ત એવા એક પદાર્થના વિષયમાં ચિત્ત અસ્થિર દીપક જેવું નહીં પણ સ્થિર દીપક જેવું હોવું જોઈએ અને તે પ્રશસ્ત એક પદાર્થના પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાંશ વિષયના સૂક્ષ્મ ઉપયોગવાળું હોવું જોઈએ. આવા પ્રશસ્ત એક પદાર્થના ઉત્પાદ, વ્યય, ધ્રોવ્યાંશ વિષયક સૂક્ષ્મ ઉપયોગયુક્ત સ્થિર દીપક તુલ્ય ચિત્તને આધ્યાનયોગ કહ્યો છે. નિશ્ચયનયથી આ અવસ્થા લગભગ સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી હોય છે. આધ્યાનયોગના કારણે ચિત્તવૃત્તિ ઘણી જનિર્મળ બને છે. અહીં અનાદિકાળથી આત્મા ઉપર અધિકાર જમાવી બેઠેલી અવિદ્યા દૂર થાય છે. કાત્રિશિકામાં અનાદિકાલીન મિથ્યાવ્યવહારોથી ઉત્પન્ન થયેલવાસનાને અવિદ્યારૂપે જણાવેલ છે. અનાદિકાળથી આત્મા સાથે રહેલ રાગ, દ્વેષ અજ્ઞાનના યોગે આત્મા અનુકૂળ વિષયોમાં રાગ અને પ્રતિકૂળ વિષયોમાં વેષ કરવારૂપ મિથ્યાવ્યવહાર આચરી રહ્યો છે. એમિથ્યાવ્યવહારથી ચિત્તમાં જે રાગ, દ્વેષ કરવાના મિથ્થા સંસ્કારો/વાસનાઓ દઢ થયેલ છે, તેને અવિદ્યા કહેવાય છે. એ અવિદ્યાનો આધ્યાનયોગના પરિણામે ઉશ્કેદ થઈ જાય છે. 4. સમતાયોગ: પદાર્થના દ્રવ્ય-ગુણ-પર્યાયવિષયક સૂક્ષ્મ અને સુદઢ ઉપયોગધારાના યોગે તે મિથ્યાસંસ્કારોનો/વાસનાઓનો પરિહાર થાય છે, જેના યોગે શુભ-અશુભ વિષયોમાં તુલ્યતાનું સમાનતાનું ભાવન થાય છે. જેને સમતાયોગ કહેવાય છે. અહીં વાસી-ચંદનકલ્યાવસ્થા, સુખ-દુઃખ સમાવસ્થા, ભવ-મોક્ષ સમાનાવસ્થા પ્રગટ થાય છે. આ જખરેખરો સમતાયોગ છે.નિશ્ચયનયથી આ અવસ્થા પણ લગભગ સાતમાં ગુણસ્થાનકથી પ્રારંભીને બારમા ગુણસ્થાનક સુધી હોય છે. 5. વૃત્તિસંક્ષયયોગ સમતાયોગની પરાકાષ્ઠાએ આત્મા પહોંચે ત્યાર પછી આત્માની વૃત્તિઓનો સર્વથા ઉચ્છેદ થતો હોવાથી તેને વૃત્તિસંક્ષય યોગની પ્રાપ્તિ થાય છે. વાસ્તવમાં આત્મા નિસ્તરંગ મહોદધિ/પ્રશાંત મહાસાગર જેવો છે. એમાં વૃત્તિ હોય જ નહીં, પણ સમુદ્રમાં જેમ પવનના યોગે તરંગો ઉઠે છે, તેમ આત્મામાં પણ અન્યના સંયોગથી વૃત્તિઓ પ્રગટે છે. આ વૃત્તિઓ બે પ્રકારના અન્ય સંયોગથી ઉત્પન્ન થતી હોવાથી તે બે પ્રકારની છે. મનરૂપ અન્ય સંયોગ દ્વારા થતી વિકલ્પરૂપ વૃત્તિ-૧ અને શરીરરૂપ અન્ય સંયોગ દ્વારા થતાં સ્પંદનરૂપ વૃત્તિ-૨ આ બન્નેય પ્રકારની વૃત્તિનો સંપૂર્ણ પ્રકારનો ક્ષયતે સંક્ષય કહેવાય છે અર્થાતુ કે તે વૃત્તિઓનો સંક્ષય થયા પછી