________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-३ 1 7 -~-~~ ~ 39 वृत्तिसंक्षयश्च-मनोद्वारा विकल्परूपाणां शरीरद्वारा परिस्पन्दरूपाणामन्यसंयोगात्मकवृत्तीनामपुनर्भावन નિરોધ: 1 / વૃત્તિસંક્ષય એટલે મન દ્વારા થતી વિકલ્પરૂપ અને શરીર દ્વારા થતી સૂક્ષ્મ કંપનાદિ રૂપ પૌલિક સંયોગોની વૃત્તિઓનો ફરી ઉત્પન્ન ન થાય એ રીતનો નિરોધ (રોકવું) - પ. તાત્પર્ય : 1અધ્યાત્મયોગ : શાસ્ત્રકારશ્રી માત્ર તત્ત્વચિંતનને અધ્યાત્મયોગ ન કહેતાં વિશિષ્ટ પ્રકારની વ્યક્તિ દ્વારા વિશિષ્ટ પ્રકારે કરાયેલા તત્વચિંતનને જ અધ્યાત્મયોગ રૂપે સ્વીકારે છે. જગતમાં તત્ત્વચિંતન કરનારા તો અનેક પ્રકારના જીવો હોય છે. અભવી, દુર્ભવી, ભારેકર્મીભવી,નિનવો, શુષ્કપાંડિત્ય ધરાવનારાઓ પણ તત્ત્વચિંતન કરતા હોય છે. તેમનું તે તત્ત્વચિંતન અધ્યાત્મયોગરૂપ બનતું નથી.તત્ત્વચિંતન અધ્યાત્મ યોગરૂપ ક્યારે બને?-તે દર્શાવતાં શાસ્ત્રકારશ્રીએ તે અંગે નીચે મુજબની વિશેષતાઓને અનિવાર્ય ગણાવી છે? 1- તત્ત્વચિંતન કરનાર આત્મા, ઉચિત પ્રવૃત્તિ કરનાર હોવો જોઈએ. એના જીવનમાં કોઈ પણ પ્રકારની અનુચિત પ્રવૃત્તિ ન હોવી જોઈએ. 2- તત્ત્વચિંતન કરનાર આત્મા વ્રતધારી અર્થાતુ કે પાંચમા છઠ્ઠા ગુણસ્થાનક રૂપ દેશવિરતિ કે સર્વવિરતિવાળો હોવો જોઈએ પણ વિરતિ વિનાનો નહિ. 3- તત્ત્વચિંતન કરનાર આત્માનું તે તત્ત્વચિંતન, મૈત્રી-પ્રમોદ વગેરે યથાયોગ્ય ભાવનાઓથી ઓતપ્રોત બનેલું હોવું જોઈએ, પણ તે શુષ્ક કક્ષાનું ન હોવું જોઈએ. 4- તત્ત્વચિંતન કરનાર આત્માનું તે તત્ત્વચિંતન શાસ્ત્રાનુસારી હોવું જોઈએ, પણ કલ્પનાનુસારી ન હોવું જોઈએ. આવા પ્રકારની વિશેષતાવાળા તત્ત્વચિંતનને શાસ્ત્રકારો ‘અધ્યાત્મયોગ' કહે છે. 2. ભાવનાયોગઃ આ અધ્યાત્મયોગનું વારંવાર સેવન કરવું, એનું નામ જ ભાવનાયોગી છે. એટલું જમાત્ર નજણાવતાં વધતા જતા ચિત્તનિરોધપૂર્વકના વારંવાર સેવાતા અધ્યાત્મયોગને ભાવનાયોગરૂપે જણાવ્યો છે. કારણ કે, અધ્યાત્મયોગના વારંવાર સેવનથી આત્મા ભાવિત/સંસ્કારિત થાય છે અને સંસ્કારના કારણે ભૂતકાળના અશુભ સંસ્કારોનો વિલય થાય છે. આ રીતે વારંવાર બનવાથી ક્રમશઃ ચિત્તવૃત્તિનો નિરોધ ક્રમશઃ વધતો જાય છે. અર્થાત્ કેવારંવાર આ રીતે અધ્યાત્મયોગનું સેવન કરવાથી, રાગ, દ્વેષ, વિષય, કષાય આદિ દોષોનું સ્વરૂપ આત્માને ઘણું જ સ્પષ્ટ થાય છે. એની પક્કડમાંથી છૂટવાની તીવ્ર તમન્ના થાય છે. એ દોષોથી છૂટવાના ઉપાયો આત્મસાત થાય છે. જેના યોગે જેમ જેમ તત્ત્વચિંતનની માત્રા વધતી જાય તેમ તેમ રાગ-દ્વેષની વૃત્તિઓનો, વિષય-કષાયની માત્રાનો વધુને વધુ ઘટાડો થતો જાય છે. આત્મા ઉપરથી તેની પક્કડ વધુ ને વધુ છૂટતી જાય છે અને મન વધુને વધુ શુભ વિષયોમાં સ્થિર બનતું જાય છે, માટે માત્ર અધ્યાત્મયોગના વારંવાર સેવનને ભાવનાયોગ ન કહેતાં વધતા જતા ચિત્તવૃત્તિનિરોધપૂર્વક વારંવાર સેવાતા અધ્યાત્મયોગને‘ભાવનાયોગ' જણાવ્યો. જો વારંવાર તત્ત્વચિંતન કરવા છતાં જરા પણ ચિત્તવૃત્તિનો નિરોધ ન થાય તો સમજવું કે, વાસ્તવમાં અધ્યાત્મયોગ આવ્યો નથી અને ચિત્તવૃત્તિ નિરોધની માત્રામાં વધારો ન થાય તો સમજવું કે, યથાર્થ ભાવનાયોગની પ્રાપ્તિ થઈ જ નથી. નિશ્ચયનયથી આ અવસ્થા પાંચ-છદ્દે ગુણસ્થાનકે હોય છે. 3. ધ્યાન (આધ્યાન) યોગ : ભાવનાયોગનું સેવન કરવાના પરિણામે ચિત્તવૃત્તિ નિરોધની માત્રા