________________ 16 योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-३ 'देसे सव्वे य'त्ति / सप्तम्यां पञ्चम्यर्थत्वाद्देशतस्तथा सर्वतश्च चारित्रिण एव 'एषः' प्रागुक्तः स्थानादिरूपो योग: 'नियमेन' इतरव्यवच्छेदलक्षणेन निश्चयेन भवति, ज्ञानरूपस्य क्रियारूपस्य वाऽस्य चारित्रमोहनीयक्षयोपशमनान्तरीयकत्वात् / अत एवाध्यात्मादियोगप्रवृत्तिरपि चारित्रप्राप्तिमारभ्यैव ग्रन्थकृता योगबिन्दौ प्ररूपिता, तथाहि -.. “રેશરિપેશ્ચિમ વો મરીમ: ત્ર પૂર્વાષિતો યોધ્યાત્મિલિઃ સમવર્તતે " રૂિ૫૭] ફૂતિ 'देशादिभेदतः' देशसर्वविशेषाद् 'इदं' चारित्रं 'अध्यात्मादिः' अध्यात्म - 1 भावना - 2 आध्यानं - 3 समता - 4 वृत्तिसंक्षयश्च - 5 / तत्राध्यात्म-उचितप्रवृत्तेतभृतो मैत्र्यादिभावगर्भ शास्त्राज्जीवादितत्त्वचिन्तनम् 1 / .. भावना-अध्यात्मस्यैव प्रतिदिनं प्रवर्धमानश्चित्तवृत्तिनिरोधयुक्तोऽभ्यासः 2 / आध्यान-प्रशस्तैकार्थविषयं स्थिरप्रदीपसदृशमुत्पातादिविषयसूक्ष्मोपयोगयुतं चित्तम् 3 / समता-अविद्याकल्पितेष्टानिष्टत्वसंज्ञापरिहारेण शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् 4 / વ્યાખ્યાર્થઃ દેશ અને સર્વ શબ્દને પંચમી વિભક્તિના અર્થમાં સપ્તમી (પ્રાકૃત ભાષાને કારણે) કરવામાં આવી છે. માટે દેશથી અને સર્વથી ચારિત્ર પાળવાવાળાને જ પૂર્વોક્ત સ્થાનાદિ યોગ નક્કી હોય, ‘નિયમ' શબ્દ અન્યોની બાદબાકી માટે છે. (દેશવિરતિ અને સર્વવિરતિવાળાને જ સ્થાનાદિ યોગ હોય, અન્યને ન હોય.) જ્ઞાનરૂપ અથવા ક્રિયારૂપ આ પાંચે યોગનો ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમ સાથે અવિનાભાવી (નાન્તરીયક) સંબંધ હોવાથી આમ કહેવાયું છે. (એટલે દેશવિરતિ-સર્વવિરતિ વિનાનાને પણ સ્થાનાદિ યોગ હોય એવું નથી.) આથી જ, અધ્યાત્મ વગેરે પાંચ પ્રકારના યોગની પ્રવૃત્તિ પણ ચારિત્ર પ્રાપ્તિથી પ્રારંભીને જ ગ્રંથકાર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ “યોગબિંદુમાં કહી છે. તે આ મુજબ - “મહાત્માઓએ દેશાદિ (દેશ અને સર્વ ચારિત્ર) ભેદવાળું અનેક પ્રકારનું ચારિત્ર કહ્યું છે. આ ચારિત્રની હાજરીમાં પૂર્વકથિત અધ્યાત્માદિ (પાંચ પ્રકારનો) યોગ હોય છે.” li357ii. દેશાદિભેદથી એટલે દેશ અને સર્વ એમ બે પ્રકાર પાડીને, આ ચારિત્ર (વિવિધ પ્રકારવાળુ છે.) 1 - અધ્યાત્મ, 2 - ભાવના, 3 - આધ્યાન, 4 - સમતા અને 5 - વૃત્તિસંક્ષય - આ પાંચ “અધ્યાત્માદિ યોગ’ કહેવાય છે. અધ્યાત્મ એટલે ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારી આત્માનું મૈત્રી આદિ ભાવનાયુક્ત, શાસ્ત્રાનુસારી જીવાદિ તત્ત્વોનું ચિંતન - 1. ભાવના એટલે અધ્યાત્મનો જ પ્રતિદિન વૃદ્ધિ પામતો ચિત્તની વૃત્તિ (વાસના)ઓને રોકનારો, અભ્યાસ - 2. આધ્યાન એટલે પ્રશસ્ત એવી એક વસ્તુના વિષયમાં સ્થિર-પ્રદીપ જેવું, ઉત્પત્તિ, સ્થિતિ કે નાશને લગતા સૂક્ષ્મ ઉપયોગવાળું ચિત્ત - 3. સમતા એટલે (મિથ્યાત્વાદિ) અવિદ્યાથી જગતના પદાર્થોમાં ઈષ્ટ અને અનિષ્ટપણાની જે કલ્પના થાય છે, તે ઈષ્ટાનિષ્ટ સંજ્ઞાનો ત્યાગ કરી શભ અને અશુભ બંને ય વસ્તુઓમાં સમાનપણાનું ભાવન - 4.