________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-३ 16 - - - - एष कर्मयोगो ज्ञानयोगो वा कस्य भवतीति स्वामिचिन्तायामाह - देसे सव्वे य तहा, नियमेणेसो चरित्तिणो होइ / इयरस्स बीयमित्तं, इत्तु चिय केइ इच्छंति / / 3 / / આ સ્થાનાદિયોગ એ ઉપચરિત એટલે કે, અતાત્ત્વિક યોગ નથી, પણ અનુપચરિત એટલે કે, તાત્વિક યોગ છે. એવું પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ટીકાના “શાનદિયોરાd૪“જોલાબૂતાત્મવ્યાપારāયો ત્વતિયો ક્ષયોનુપરિતખેવા” એવાં પદો દ્વારા સ્પષ્ટ કર્યું છે. પરંતુ અહીં એવો પ્રશ્ન ઉઠે છે કે - અહીં તમે સ્થાનાદિને નિરુપચરિત યોગરૂપે જણાવો છો, પણ ૧૩મા ષોડશકની ચોથી ગાથાની ટીકામાં પૂ. આચાર્ય ભગવંતશ્રી યશોભદ્રસૂરિ મહારાજે એને ઉપચરિત યોગરૂપે જણાવેલ છે અને એ માટે પાતંજલ યોગદર્શનના બીજા અધ્યાયના ઓગણત્રીસમાં યમનિયમાનHIMવામપ્રત્યાહારધારVIળાનસમાધવોડષ્ટાવક્રન યોજાઈ - આ સૂત્રની સાક્ષી આપી છે. આ સૂત્ર તો યમાદિ આઠને યોગરૂપે નહીં પણ યોગના અંગરૂપે જણાવે છે અને યમાદિમાં જ આસનાદિસ્થાનાદિ આવે છે. એટલે સ્થાનાદિ પણ યોગરૂપ ન બન્યાં, પણ યોગના અંગરૂપ બન્યાં. આથી યોગના અંગરૂપ સ્થાનાદિને નિરુપચરિત યોગરૂપ ન કહેવાય; પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઉપચારથી યોગ કહેવો પડે. તો આ પ્રકારનો પરસ્પરમાં વિરોધાભાસ કેમ? આવી શંકાનું સમાધાન કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે - ષોડશકની ટીકામાં સ્થાનાદિને જે યોગના અંગ તરીકે જણાવેલ છે, તે મહર્ષિ પતંજલિના ‘વિત્તવૃત્તિનિરોથો યો?' ‘ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગ છે” એ લક્ષણને અનુસરીને જણાવેલ છે. મહર્ષિ પંતજલિએ યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ જણાવ્યું છે અને સ્થાનાદિને ચિત્તવૃત્તિ નિરોધના અંગરુપે સાધનરૂપે જણાવેલ છે. જ્યારે ગ્રંથકાર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “મોક્ષની સાથે આત્માને યોજે તે સઘળોય ધર્મવ્યાપાર યોગ કહેવાય એવું યોગનું લક્ષણ કહેલું છે. આથી આ લક્ષણના અનુસારે સ્થાનાદિ પાંચેય આત્માને મોક્ષની સાથે જોડી આપતાં હોવાથી સ્થાનાદિ પાંચેય યોગનાં અંગ નહીં, પણ સ્વયં યોગરૂપ બને છે. માટે તે નિરુપચરિત યોગ કહેવાય છે. એટલે બંને પ્રકારની ઘટનામાં અપેક્ષા ભિન્ન હોવાથી કોઈ વિરોધ રહેતો નથી. આ રીતે આસ્થાનાદિ પાંચ યોગમાં સ્થાન અને બોલાતો શબ્દ ક્રિયાયોગરૂપ છે અને અર્થ, આલંબન અને નિરાલંબન - આ ત્રણ જ્ઞાનયોગરૂપ છે. અહીં શબ્દયોગમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે, લખાયેલા શબ્દોનો કે શાબ્દબોધનો ક્રિયાયોગમાં સમાવેશ નથી કર્યો, પણ ઉચ્ચાર્યમાણ બોલાતા શબ્દના ઉચ્ચારણાંશનો જ ક્રિયાયોગમાં સમાવેશ કર્યો છે. કારણ કે, શબ્દ બોલતી વખતે કંઠ, તાળુ, હોઠ વગેરેના અથડાવા રૂપ વચનાનુકૂળ ક્રિયા થાય છે. આથી તે અંશમાં તે ક્રિયાયોગરૂપ છે. આ ક્રિયાયોગ, કર્મયોગના નામથી પણ ઓળખાય છે રે અવ આ ક્રિયાયોગ (કર્મયોગ) અથવા જ્ઞાનયોગ કોને હોઈ શકે એ અંગેની સ્વામિત્વની વિચારણા રજૂ કરતાં જણાવે છે - ગાથા-૩ : સ્થાનાદિ પાંચ પ્રકારનો આ યોગ 1 - દેશવિરતિવાળાને તેમજ 2 - સર્વ વિરતિવાળાને નક્કી હોય છે. એથી નીચેની (અપુનબંધકાદિ) કક્ષાના જીવોને એ બીજરૂપે હોય છે. એ બીજને ઉપચારથી (કારણમાં કાર્યનો ઉપચાર કરવા દ્વારા) કેટલાકો યોગરૂપ ઈચ્છ-માને છે - 3.