________________ 174 શિદ-૨ ચારિત્રવાળા સાધુને અવશ્ય હોય છે.” અસંગાનુષ્ઠાનનું લક્ષણ - “અત્યંત અભ્યાસથી ચંદનગંધનાવાયે સહજભાવે સત્પષોથી જે ક્રિયા કરાય તે અસંગાનુષ્ઠાન, તે આગમના સંસ્કારથી થાય છે.” વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનની વિશેષતા - “દંડ વડે ચક્ર ફરે છે, અને પછી દંડના પ્રયોગને અભાવે પણ ફરતું રહે છે, તે વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને જણાવનાર ઉદાહરણ છે. જેમ પ્રથમ દંડના યોગે ચક્ર ફરે છે અને પછી દંડના અભાવે સંસ્કારથી ફરે છે, તેમ વચનાનુષ્ઠાન આગમના સંબંધથી પ્રવર્તે છે, અને પછી આગમના સંસ્કાર માત્રથી વચનની અપેક્ષા સિવાય સહજ ભાવે પ્રવૃત્તિ કરે છે તે અસંગાનુષ્ઠાન સમજવું. . એ ચારે અનુષ્ઠાનોનું ફળ - પ્રથમનાં બે અનુષ્ઠાન અભ્યદય-સ્વર્ગનાં કારણ છે અને છેલ્લાં બે અનુષ્ઠાન મોક્ષનાં કારણ અને વિપ્ન વિનાનાં છે.” 'स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि / सूत्रदाने महादोष इत्याचार्याः प्रचक्षते / / 8 / / ટબાર્થ : 9 શાનઘયોનિન-સ્થાનાદિ યોગ રહિતને. તીર્થોચ્છાદાજીવનાપિ તીર્થનો ઉચ્છેદ થાય ઈત્યાદિ આલંબનથી પણ સૂત્રલાને ચૈત્યવંદનાદિ સૂત્ર શિખવવામાં. મહા-મોટો. રોષઃ દોષ છે. તિએમ. ઉનાવા આચાર્યો. પ્રવક્ષતે કહે છે. ભાષાર્થ : સ્થાનાદિ કોઈ પણ યોગરહિત પુરુષને “તીર્થનો ઉચ્છેદ થશે' ઈત્યાદિ કારણે પણ ચૈત્યવંદનાદિસૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે. એમ પૂ. હરિભદ્રસૂરિ વગેરે ‘આચાર્યો કહે છે. “તીર્થનો ઉચ્છેદ થાય' ઈત્યાદિ કારણે પણ જેવા તેવાને ન ભણાવીએ કહ્યું છે કે - तित्थस्सुच्छेयाइ वि, नालंबणमेत्थं जं स एमेव / सुत्तकिरियाइ नासो, एसो असमञ्जसविहाणा / / सो एस वंकओ चिय, न सयं मयमारियाणमविसेसो / एयं पि भाविअव्वं, इह तित्थुच्छेयभीरूहिं" / / - योगविंशिका गा० 14-15 / / તીર્થનો ઉચ્છેદ થશે' ઈત્યાદિ આલંબન પણ આ અવિધિઅનુષ્ઠાનની પ્રવૃત્તિમાં લેવું યોગ્ય નથી. એટલે તીર્થનો વિચ્છેદ ન થાય તે માટે અવિધિઅનુષ્ઠાન પણ કરવા યોગ્ય છે' એ આલંબન ગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે એ પ્રમાણે સૂત્ર વિરુદ્ધ કરવાથી અશુદ્ધ ક્રિયાની પરંપરા ચાલુ રહે, અને