________________ परिशिष्ट-२ 175 તેથી સૂત્રોક્ત ક્રિયાનો વિચ્છેદ થાય, તે જ તીર્થનો ઉચ્છેદ છે. કારણ કે આજ્ઞારહિત જનનો સમુદાય તે તીર્થ નથી, પણ શાસ્ત્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવાથી પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે. શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને પોતે મારેલામાં વિશેષતા નથી એમ નથી. પરંતુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાનો દુખાશય નિમિત્તરૂપ નથી અને પોતે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વયં ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરંતુ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થ ઉચ્છેદના ભીરૂએ વિચાર કરવા યોગ્ય છે. गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः, प्रौढिं प्रौढिमधाग्नि जीतविजयप्राज्ञाः परामैयरुः / तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशो:, श्रीमन्न्यायविशारदस्य कृतिनामेषा कृतिः प्रीतये / / ગુણોના સમૂહથી પવિત્ર અને પ્રૌઢતાના ધામ એવા સદ્ગુરુ શ્રી વિજયદેવસૂરિના ગચ્છમાં જિતવિજય નામે પંડિત અત્યંત મહત્ત્વશાળી થયા. તેમના ગુરુભાઈ નયવિજય પંડિતના શિષ્ય શ્રીમદ્ ન્યાયવિશારદ (યશોવિજય ઉપાધ્યાય)ની આ કૃતિ મહાભાગ્યવંત પુરુષોની પ્રીતિને માટે થાઓ. बालालालापानवद् बालबोधो, न्या(ना)यं किन्तु न्यायमालासुधौघः / / आस्वाद्यैनं (दुरितशमनं) मोहहालाहलाय (लस्य), ज्वालाशान्ते/विशाला भवन्तु / / બાલિકાને લાળ ચાટવાના જેવો નીરસ આ બાલબોધ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહસમાન છે. તેના રસને ચાખીને મોહરૂપ હલાહલ ઝેરની જ્વાલા શાંત થવાથી વિશાલ બુદ્ધિવાળા થાઓ. आतन्वाना भा-रती भारती, नस्तुल्यावेशा संस्कृते प्राकृते वा / शुक्तिसूक्तियुक्तिमुक्ताफलानां, भाषाभेदो नैव खेदोन्मुखः स्यात् / / મા-રતી=પ્રતિભા અને પ્રીતિ ઉત્પન્ન કરનારી તથા સંસ્કૃત અને પ્રાકૃતમાં સમાન આગ્રહવાળી યુક્તિરૂપ મુક્તાફળોની જન્મભૂમિ છીપ જેવી સુંદર ઉક્તિવાળી અમારી વાણી છે. તેથી ભાષાનો ભેદ ખેદજનક થતો નથી. જેમ છીપો વિવિધ પ્રકારની હોવા છતાં તેમાં મુક્તાફળો હોવાથી ખેદ થતો નથી, તેમ વિવિધ પ્રકારની ભાષા હોવા છતાં તેમાં યુક્તિ હોવાથી કંટાળો ઉત્પન્ન થતો નથી.