________________ परिशिष्ट-२ 999 સ્થાનાદિ યોંગના પાંચ પ્રકારને ચાર ગુણા કરતાં વશ ભેદો થાય છે. 'इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्ति: पालनं परम् / स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् / / 4 / / ટબાર્થ : 9 તથાળીતિઃ યોગીની કથામાં પ્રીતિ હોવી તે. રૂછા-ઈચ્છાયોગ. પરંઅધિક. પનિં-ઉપાયોનું પાલન કરવું તે. પ્રવૃત્તિઃ પ્રવૃત્તિયોગ. વાધવમીનિઃઅતિચારના ભયનો ત્યાગ તે. થેર્ય-સ્થિરતાયોગ. (અને) વાર્થસાધનં-બીજાના અર્થનું સાધન કરવું તે. સિદ્ધિસિદ્ધિયોગ છે. ભાષાર્થ : તે યોગવાળા યોગીની કથા-વાર્તા સાંભળતાં પ્રીતિ ઉપજે તે ઈચ્છાયોગ. અધિક પ્રયત્નથી શુભ ઉપાયોનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ, બાધક-અતિચારના ભયની હાનિ (ત્યાગ) એટલે જ્યાં અતિચાર લાગે નહિ તે સ્થિરતાયોગ. ‘તેના સંગે વૈરનો ત્યાગ થાય ઈત્યાદિ પરાર્થનું સાધન થાય તે સિદ્ધિયોગ કહેવાય. अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् / श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च / / 5 / / ટબાર્થ : 9 ચૈત્યવંદ્રના ચૈત્યવંદનાદિ ક્રિયામાં સાર્થ-સ્ત્રનો અર્થ અને આલંબનનું વિમાનં સ્મરણ કરવું. અને સ્થાનવજીયો સ્થાન અને વર્ણને વિષે યંત્ર -ઉદ્યમ જ યોનિઃ યોગીના શ્રેય કલ્યાણને માટે થાય છે. 6. તકૃતિહારી, સંપાયા વિપરિણામળો રૂછા | सव्वत्त्थुवंसमसारं, तप्पालणमो पवित्ती उ / / - યોવિંશિક I, 1 | - 'સ્થાનાદિ યોગવાળા મુનિઓની કથામાં અર્થબોધની ઈચ્છાથી ઉત્પન્ન થયેલ હર્ષ સહિત અને વિધિપૂર્વક અનુષ્ઠાન કરનારા પ્રતિ બહુમાનાદિ ગર્ભિત પોતાના વર્ષોલ્લાસથી કંઈકઅભ્યાસરૂપ વિચિત્ર પરિણામયુક્ત ઈચ્છાયોગ કહેવાય છે. અહીં દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીના અભાવે શાસ્ત્રવિહિત સ્થાનાદિયોગની ઈચ્છાથી યથાશક્તિ સ્થાનાદિયોગનું આચરણ પણ ઈચ્છાયોગરૂપ છે. સર્વ અવસ્થામાં ઉપશમપૂર્વકસ્થાનાદિયોગનું પાલન કરવું તે પ્રવૃત્તિ યોગ છે. અહીં અધિક વીર્ય હોવાથી સામગ્રીની પરિપૂર્ણતાને લીધે શાસ્ત્રવિહિત સ્થાનાદિયોગનું પાલન કરે છે, માટે તે પ્રવૃત્તિ યોગરૂપ છે.” ___तह चेव एय बाहकचिंतारहियं थिरत्तणं नेयं / सव्वं परत्थसाहगरूवं, पुण होइ सिद्धि त्ति / / - યોવિં i . 6 IT. સ્થાનાદિ યોગનું પાલન બાધક દોષની ચિંતારહિત હોય તે સ્થિરતા જાણવી. પ્રવૃત્તિરૂપ યોગ અતિચારસહિત હોવાથી બાધકની ચિંતા સહિત છે અને સ્થિરતારૂપ યોગ શુદ્ધિવિશેષથી બાધક દોષની ચિંતારહિત છે. સર્વ સ્થાનાદિયોગ પોતાનામાં ઉપશમવિશેષ આદિ ફળ ઉત્પન્ન કરતાં સ્થાનાદિયોગની શુદ્ધિરહિત બીજાઓને પણ તેની શુદ્ધિ કરવા દ્વારા પોતાના જેવા ફળના સાધક થાય તે સિદ્ધિ યોગ. એ હેતુથી જેણે અહિંસાની સિદ્ધિ કરી છે, એવા યોગિઓની પાસે હિંસક પ્રાણીઓ પણ હિંસા કરવા સમર્થ થતા નથી. જેણે સત્યધર્મની સિદ્ધિ કરી છે, તેની પાસે અસત્યવાદી અસત્ય બોલી શકતા નથી એ સિદ્ધિયોગ સમજવો.