________________ સારી રીતે સંપ્રદાય (પરંપરા)થી સમજવાં. સંપ્રદાયનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેથી કાંઈપણ અવિશ્વાસ કરવો નહિ. સૂત્રકો અભિપ્રાય જાણ્યા વિના અવિશ્વાસ ન કરવો. કેમ કે, એમ કરવાથી મહાશાતના થવાથી મહાઅનર્થ આવી પડે છે, સૂત્રકાર ભગવંતો તો મહાપુરુષો હતા, તે કાળે વર્તતા બીજા મોટા મોટા વિદ્વાનો વડે પ્રમાણભૂત કરાયા હતા, તેથી તેમનાં સૂત્રોમાં જરા પણ અવિશ્વાસ કરવા યોગ્ય નથી. માત્ર સંપ્રદાયને સમજવા પ્રયત્ન કરવો, જેઓ સૂત્રના અભિપ્રાય જાણ્યા વગર જેમ તેમ વાંધો ઉઠાવે છે તેઓ અત્યંત - મહાપુરુષોની આશાતના કરે છે અને તેથી અતિદીર્ઘ એવા સંસારના ભાગી થાય છે, (શ્રી જીવાજીવાભિગમની આચાર્ય શ્રીમલયગિરિજી મહારાજા કૃત) ટીકામાં કહ્યું છે કે, “સૂત્રો જુદા જુદા અભિપ્રાયવાળા હોય છે. તેમને સારી રીતે સમ્પ્રદાયથી જાણવા જોઈએ. તેના અભિપ્રાયને જાણ્યા વિના વાંધો ન ઉઠાવવો, કેમ કે તેમ કરવાથી મહાશાતના થવાથી મહાઅનર્થ થાય છે... અને આ રીતે હાલમાં દુષમકાળમાં આરાધના કરનારા સુવિહિત સાધુઓને વિષે જેઓ ઈર્ષાળુ છે તેઓ પણ વૃદ્ધ પરંપરાથી આવેલા સંપ્રદાયથી જાણવા યોગ્ય સૂત્રના અભિપ્રાયને દૂર કરીને ઉસૂત્રની પ્રરૂપણા કરનારા છે અને તેથી તેઓ મોટી આશાતનાના ભાગી સમજવા અને તત્વના જાણકારોએ દૂરથી જ તેમનો તિરસ્કાર કરવો.” ललितविस्तरादिवृत्तिचूर्योऽपि सूत्रसम्बद्धत्वात् तथाविधबहुश्रुतदृष्टत्वाच्चावश्यकनन्द्यादिचूर्णिवदेवं प्रमाणयितव्याः / / “લલિતવિસ્તરા વગેરે વૃત્તિ, ચૂર્ણાઓ પણ સૂત્રથી સંબદ્ધ હોવાથી અને તેવા પ્રકારના બહુશ્રતો વડે જોડાયેલ હોવાથી આવશ્યકચૂર્ણ, નંદીચૂર્ણ વગેરેની જેમ જ પ્રમાણભૂત માનવી.” - तथा कदाचित् कोऽप्येवं वक्ष्यति - गणधरादिकृतमेव प्रमाणतया स्वीक्रियते, नापरं चूर्णादि, तदयुक्तं यतश्चादीनि सूत्रव्याख्यारूपाणि, तेषामप्रामाण्ये सूत्रेषु प्रतिपदं प्रतिनियतार्थप्रतिपत्तिर्न भवति, सर्वथाप्यर्थानवगमो वा, चूाद्यनपेक्षतथाविधार्थधारणाबलोपेतपुरुषपरम्परासमायाताम्नायस्य क्वाप्यनुपलम्भात्, अपरं च-प्रव्रज्योपस्थापनाद्यनेककृत्येषु वन्दनककायोत्सर्गादिबहुविधानुष्ठानं प्रतिनियतं सूत्रेऽदृश्यमानं चूाद्युपदिष्टं विधीयमानमुत्सूत्रं भवेद्, एवं च तस्य सर्वसंयमव्यापाराणामप्रामाण्यं प्रसज्यते / કદાચ કોઈ એમ કહે કે, ગણધર વગેરે વડે કરાયેલું જ પ્રમાણ તરીકે સ્વીકારાય છે, બીજુ ચૂર્ણા વગેરે પ્રમાણભૂત નથી ગણાતું. તે વાત બરાબર નથી. કેમ કે ચૂર્ણ વગેરે સૂત્રની વ્યાખ્યારૂપ છે, તેમને અપ્રમાણ કહેશો તો સૂત્રોમાં દરેક પદના ચોક્કસ અર્થનો બોધ નહિ થાય અથવા સર્વથા પણ બોધ નહિ થાય, કેમ કે ચૂર્ણ વગેરેની અપેક્ષા વિનાનો તેવા પ્રકારના અર્થને ધારણ કરવાના બળથી યુક્ત પુરુષોની પરંપરાથી આવેલો