________________ ~~~~~~~~~~~~~~~~~~~~~~~(12) આખાય કયાંય દેખાતો નથી, અને બીજું દીક્ષા-વડીદીક્ષાદિ અનેક કૃત્યોમાં વંદનકાઉસ્સગ્ન વગેરે ઘણાં બધાં અનુષ્ઠાનો સૂત્રમાં નથી દેખાતા અને ચૂર્ણ વગેરેમાં કહેલાં છે તે કરતા ઉસૂત્ર થાય અને એમ એના બધા સંયમના યોગો અપ્રમાણ બની જાય.” પૂ.આ. શ્રી મલયગિરિજી મહારાજ જેવા સંઘમાન્ય પૂજ્ય પુરુષનાં આ વચનોને લક્ષ્યમાં રાખીને આ પૂજ્ય પુરુષોનાં વચનનો આદર કરવો એમાં જ સૌનું શ્રેયઃ સમાયેલું છે. આટલું જ નક્કી થશે તો શ્રી યોગવિંશિકા અને તેની વ્યાખ્યાનાં કોઈપણ પદનું અર્થઘટન કરતાં કયાંય પોતાના વિચારોના બીબામાં એ મહાપુરુષોનાં વચનોને ઢાળવાનું મન નહિ થાય, કયાંય એ વચનોને વિકૃત કરવાનો કે મરડવાનો ભાવ પણ નહિ જાગે. આવા મહાન યોગગ્રંથોના અધ્યયન-અધ્યાપન કે એના અર્થધટનના આલેખનમાં આ પ્રામાણિકતા જળવાશે તો જ યોગગ્રંથોના સાચા ભાવો હદયમાં આવશે અને એ દ્વારા આત્મશ્રેયઃ સાધી શકશે. આચરણા શુદ્ધિ આચરીએ, જોઈ યોગની વીશી આચરણાની શુદ્ધિ કરી આપતો. આ ગ્રંથ આચરણાને ગૌણ કરે કે એનો ઉચ્છેદ કયારેય ન કરે તે કોઈપણ મધ્યસ્થને સમજાય તેવી વાત છે. પણ તેની સાથોસાથ આચરણા શુદ્ધિ શાના કારણે થાય છે ?' તે વાત પળે પળે યાદ કરાવવા માટે જ આ ગ્રંથની રચના કરાઈ છે અને એમાં જ આ ગ્રંથની સાર્થકતા છે. એ વાતને કોઈ રીતે ન ભૂલી જવાય એ જોવું પણ એટલું જ જરૂરી છે અને એમાં જ અનેકાંતની વાસ્તવિક આરાધના-ઉપાસના રહેલી છે. આ મહાન ગ્રંથના ભાવોને જાણવા-પ્રકાશવા એ અતિશય કપરું હોવા છતાં ‘શુ યથાવિત યતનીયમ્' એ ન્યાયે સ્વપરના કલ્યાણાર્થે-સ્વપરના સ્વાધ્યાય માટે પ્રથમ ખંડમાં એનો ગુર્જર ભાવાનુવાદ, એનો તાત્પર્યા લખવાનો પ્રયત્ન કર્યો છે. તો એની સાથોસાથ વ્યાખ્યાગ્રંથમાં આવતા પદાર્થોનાં મૂળસ્થાનો અને તુલનાસ્થાનોઆગમગ્રંથોમાં, યોગગ્રંથોમાં, પ્રકરણગ્રંથોમાં, અન્ય દર્શનના ગ્રંથોમાં કે તેની વ્યાખ્યા વગેરે ગ્રંથોમાં જ્યાં જ્યાં જે જે ઉપલબ્ધ થયું તેને ટીપ્પણીમાં મૂકીને બીજો ખંડ તૈયાર કર્યો છે. વ્યાખ્યાગ્રંથને ખોલવામાં, એનો યથાર્થ અર્થ કરવામાં અને એના હાર્દ સુધી પહોંચવામાં આ તુલનાત્મક ટીપ્પણો ખૂબ જ સહાયક બનશે એવો વિશ્વાસ છે. તો ત્રીજા ખંડમાં અનેક પરિશિષ્ટો દ્વારા યોગવિંશિકાગ્રંથની વિશેષતાને અનેકરીતે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. નિર્મળભાવે શક્તિઅનુસાર કરાયેલ આ શુભ યત્નમાં જ્યાં કયાંય પણ વીતરાગ પરમાત્માના વચનથી વિપરીત આલેખાયું હોય તો નિર્મળભાવને વરેલા અધિકૃત વિદ્વાનો તે તરફ ધ્યાન દોરી ઉપકૃત કરે. તેવી વિનંતી છે. તેમના દ્વારા જો તેવી કોઈ ક્ષતિ બતાવાશે તો સાભાર તેનો સ્વીકાર કરી આગળની આવૃત્તિમાં અને શકય હોય ત્યાં સુધી ચાલુ આવૃત્તિમાં પણ ત્વરિત તેનો સુધારો કરવામાં આવશે. શ્રી શંખેશ્વર મહાતીર્થ સંઘસન્માર્ગદર્શક, સમત્વયોગના સ્વામી વ્યાખ્યાનવિ.સં. 2063 વાચસ્પતિ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયા પોષ સુદ-૧૩ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યોત્તમ વર્ધમાન-તપપ્રભાવક | (પૂજ્યપાદ પરમગુરુદેવનો) પૂ. આ. શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો વિનેય દક્ષાને પવિત્ર દિવસ) આચાર્ય વિજય કીર્તિયશસૂરિ