________________ જન્મ 10 - આવા આરૂઢકક્ષાનાજ્ઞાની પુરુષોનાં વિધાનોને વાસ્તવિક અર્થમાં સમજવા માટે પણ પ્રજ્ઞાને જ્ઞાનાવરણીયકર્મના અને દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમથી પાવન કરવી અનિવાર્ય બને છે. તેમાં એવા ક્ષયોપશમના અભાવે ઉન્મત્ત બનેલી પ્રજ્ઞા આવા પ્રમાણભૂત પુરુષો અને તેમનાં વચનો માટે પણ વિકલ્પો પેદા કરે છે. તેમાં તે પ્રજ્ઞાનો જ અપરાધ માનવો ઘટે. જ્યારે સ્વેચ્છાશાસનથી ઉદ્ભવેલા મતનો આગ્રહ બંધાય છે ત્યારે પ્રમાણભૂત પૂજ્ય પુરુષોના વચનોના સહારે એ સ્વેચ્છા-મતનું શોધન કરવાના બદલે તે પૂજ્યોના વચનો માટે “તત્ વિજ્યમ્' ‘વિવરણીયમ્' ‘હનીયમ્' વગેરે અરુચિજનક વચનો બોલવા-લખવા દ્વારા તે પૂજ્યપુરુષોના આગમવત્ વચનોને નિર્વિકલ્પ તહત્તિ' કરવાના બદલે સવિકલ્પ તહત કરવાનો કે તે વચનોનું અર્થઘટન ગ્રંથકારને સંમત હોય તેવું ન કરતાં પોતાના મતને પુષ્ટ કરે તે રીતે કરવાનો પ્રયત્ન કરતો હોય છે. આ એક અતિદુઃખદ ઘટના છે. ગ્રંથકારશ્રીજી અને વૃત્તિકારશ્રીજીનાં વચનોની પ્રમાણભૂતતા માટે કે એમણે કરેલા અર્થધટન માટે, એમની રચના માટે કે રચનાલી માટે કોઈપણ પ્રકારનો વિકલ્પ ઊભો કરવો એ હાથે કરીને આત્મઘાત કરવા જેવું છે. ગ્રંથકારશ્રીજીએ કે વૃત્તિકારશ્રીજીએ કરેલાં અર્થઘટનોને આગમ સાથે સરખાવી આગમ સાથે મેળ ખાય તે રીતે મૂલવવાની વાતો કરવી તે ગ્રંથકારશ્રીજી અને વૃત્તિકારશ્રીજીના આગમજ્ઞાન, આગમસમર્પણ અને આગમસાપેક્ષતા સામે સંશય ઉભો કરવા જેવું છે. એ આગમધર મહાપુરુષોનાં વચનોનાં સહારે પોતાની સ્વેચ્છાનિર્મિત વિચારધારાને ન સુધારતાં, પોતાની એ વિચારધારાના બીબામાં એઓશ્રીનાં વચનોને મારી-મચડીને ય ઢાળવાનો પ્રયત્ન કરવો તે જિનવચનને સંપૂર્ણ સમર્પિત એવા તેમનો અને જિનવચનોનો ઘણો જ મોટો અપરાધ છે. માટે જ આ અંગેની ચેતવણી આપતાં કલિકાલ સર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમકાલીન દેવદત્તવૃત્તિનિર્માણવરલબ્ધ, વૃત્તિકાર-મહર્ષિ શ્રી મલયગિરિજી મહારાજે “શ્રી જીવાભગમ” નામના ઉપાંગ આગમની વૃત્તિમાં લખ્યું છે કે, सूत्राणि ह्यमूनि विचित्राभिप्रायकृतानीति सम्यक् सम्प्रदायादवसातव्यानि, सम्प्रदायश्च यथोक्तरूप इति न काचिदनुपपत्तिः, न च सूत्राभिप्रायमज्ञात्वाऽनुपपत्तिरुद्भावनीया, महाशातनायोगतो महानर्थप्रसक्तेः, सूत्रकृतो हि भगवन्तो महीयांसः प्रमाणीकृताश्च महीयस्तरैस्तत्कालवर्तिभिरन्यैर्विद्वद्भिः, ततो न तत्सूत्रेषु मनागप्यनुपपत्तिः, केवलं सम्प्रदायावसाये यत्नो विधेयः, यत्तु सूत्राभिप्रायमज्ञात्वा यथाकथञ्चिदननुपपत्तिमुद्भावयन्ति ते महतो महीयस आशातयन्तीति दीर्घतरसंसारभाजः, आह च टीकाकारः विचित्राभिप्रायाणि सूत्राणि सम्यक्सम्प्रदायादवसेयानीति अविज्ञाय तदभिप्रायं नानुपपत्तिनोदना कार्या, महाशातनायोगतो महानर्थप्रसङ्गादिति / एवं च ये सम्प्रति दुष्षमानुष्ठातृसुविहितसाधुषु मत्सरिणस्तेऽपि वृद्धपरंपरायात-सम्प्रदायावसेयं सूत्राभिप्रायमपास्योत्सूत्रं प्ररूपयन्तो महाशातनाभाजः प्रतिपत्तव्या अपकर्णयितव्याश्च दूरतस्तत्त्ववेदिभिः' / આ સૂત્રો વિચિત્ર (અનેકાર્થ-ગહનાથ) અભિપ્રાયથી કરાયેલાં (રચાયેલાં) છે. માટે