________________ શ્રુતકેવલીના વ્યુતવૈભવની સ્મૃતિ કરાવતા બે મહાપુરુષો ગ્રંથકાર અને ગ્રંથસ્મઢમાં શ્રી વિંશતિવિશિકા પ્રકરણ” નામના ગ્રંથના એક ભાગરૂપ એવા “પોર્માવિંશિકા મૂળગ્રંથના રચયિતા સમર્થશાસ્ત્રકારશિરોમણિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. જે મહાપુરુષે બારમા અંગરૂપ પૂર્વગ્રંથોનો જ્યારે વિચ્છેદ થયો ત્યારે તે પૂર્વગ્રંથોના અગણિત ભાવોને પોતાના ગ્રંથોમાં સમાવીને શ્રીસંઘને મૃતવારસાથી ઉપકૃત કર્યો છે. પોતાના જીવનકાળમાં આગમવત્ પ્રમાણભૂત માનવાની કોઈપણ અનાગ્રહી માર્ગસ્થ વિદ્વાનને પ્રબળ ઇચ્છા થઈ આવે તેવા 1444 ગ્રંથોની રચના દ્વારા તેમણે જે કૃતવારસો શ્રીસંઘને આપ્યો; તેમના આ ઉપકારભારથી શ્રીસંઘ સદાય તેમનો ઋણી રહ્યો છે. આગમ પંચાગીમાં એ પંચાંગીના પ્રમાણભૂત અંગ તરીકે જે આગમની ટીકાઓને સ્થાન મળ્યું છે. તે ઉપલબ્ધ થતી તમામ આગમ ટીકાઓમાં પૂજ્યપાદ આચાર્યભગવંતશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની આગમ ઉપરની ટીકાઓ પરમ શ્રદ્ધેયતાભરી સર્વોપરિતા ભોગવે છે તે નિર્વિવાદ હકીકત છે. આવા અતિપ્રમાણભૂત મહધનાં અન્ય ગ્રંથો અને ગ્રંથોક્ત વચનો કેવા પ્રમાણભૂત ગણાય ? તે કોઈપણ સમજી શકે અને સ્વીકારી શકે તેવી વાત છે. તેઓશ્રીજીની ગીતાર્થતા, સંવેગિતા અને ગ્રંથ નિર્માણની અપૂર્વ કુશળતાને કારણે તેમનાં વચનોને સમર્થ એવા અગણિત પૂર્વપુરુષોએ આગમવત્ માન્ય કર્યા અને પોતાના ગ્રંથોમાં અનેકાનેક સ્થાને આગમવચનોની જેમ તેને પણ સાક્ષિવચનો તરીકે ટાંક્યાં. જ્યારે જ્યારે તત્વનિષ્કર્ષ કરવાનો અને ત્યારે ત્યારે તેમના વચનોના સહારે તે નિષ્કર્ષને પ્રમાણભૂત કરવાનું કામ તે કાળના સંવિગ્ન-ગીતાર્થ પુરુષોએ કર્યું છે. તે જ પૂજ્ય પુરુષની લઘુઆવૃત્તિસમાં અને લઘુહરિભદ્ર'ની ઉપમાને વરેલા પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા, આ યોગવિંશિકા' ગ્રંથના વૃત્તિકાર છે. જેઓશ્રીએ “ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ' પદને તો શોભાવ્યું જ હતું, પણ એથી આગળ વધીને છએ દર્શનની પારદર્શી અધિકૃત વિદ્વત્તાના કારણે તેઓ દાર્શનિક વિદ્વાનો માટે આરાધ્ય અને આદરણીય બન્યા હતા, જૈન દર્શનના વ્યુતવારસાને તેમણે એ કક્ષાએ આત્મસ્થ કર્યો હતો કે એમને જોઈને તે કાળના ગીતાર્થપુરુષોને શ્રુતકેવલીઓનો મૃતવૈભવ યાદ આવતો હતો. (જુઓ-મહોપાધ્યાય શ્રી માન વિ. કૃત ધર્મસંગ્રહની પ્રશસ્તિ) જૈનશાસનના તત્વમાર્ગને અને સાધનામાર્ગને તેઓશ્રીમદે ઉક્તિ અને યુક્તિના સહારે અનેકાંતશૈલીમાં ઢાળીને અતિપ્રમાણભૂત એવી મૂલ્યવાનગ્રંથ-શ્રેણિથી શ્રીસંઘને જે રીતે ઉપકૃત કર્યો છે તેમના તે ઉપકારના ઋણભારથી શ્રીસંઘ કયારેય મુક્ત થઈ શકે તેમ નથી. ગ્રંથકારશ્રીજી અને વૃત્તિકારશ્રીજી આ બંનેય પૂજ્યોએ યોગમાર્ગનું અનુભૂતિના સ્તરે લઈ જાય તેવું ઊંડું ખેડાણ કરીને આગમ, સંપ્રદાય અને અનુભવના ઉપનિષદ્ સમા યોગગ્રંથોની મૂળરૂપે અને વ્યાખ્યારૂપે જે રચનાઓ કરી છે અને તેમાં વિભિન્ન-વિભિન્ન આગમોમાં અને વિભિન્ન-વિભિન્ન દર્શનના યોગગ્રંથોમાં કહેવાયેલી વાતોનો પોતાના તે તે ગ્રંથોમાં સ્યાદ્વાદશૈલીએ જે રીતે સમવતાર કર્યો છે તે તેઓશ્રીમની આગમસાપેક્ષતા, પ્રગલભગીતાર્થતા અને અનેકાંત સિદ્ધાંતની આરાધનાનો પરિચાયક બન્યો છે.