________________ કારણ કે એ લાયબ્રેરી ચલાવે છે એટલે એની અનુભવેલા અનુભવની વાત કરે છે. અમારે એ યુવાન લેખકને જોઈને ફરિયાદ કરતાં ગભરાયો, મેં કહ્યું હું બેઠો છું પછી તારે ગભરાવાની શું જરૂર છે? તારે સાચે સાચો અનુભવ જે હોય તે કહે. યુવાને પોતાની શરમ, ક્ષોભ, ગભરાટ દૂર કરી તેને મને કહેલી વાતનું પુનરુચ્ચારણ કર્યું. પ્રસ્તુત વિદ્વાન લેખકે તેના જવાબો આપ્યા, ઘેડી પ્રશ્નોત્તરી ચાલી. માં એમણે જ્યારે એમ કહ્યું કે પ્રાચીનકાળમાં આથી પણ વધુ શૃંગાર ખુદ જૈન ગ્રંથમાં નેધા છે. ત્યારે મેં મારું મૌન તોડયું. મેં મારા આત્મીય મિત્રને કહ્યું કે આને જવાબ હું જ આપું એ યુવાને નહીં આપી શકે ! મેં કહ્યું કે પ્રાચીન કાળમાં ધાર્મિક ચરિત્રો, કાવ્યો અને વ્યાકરણના કેટલાક ઉદાહરણોમાં શ્લેકે તરીકે તે રસ જરૂર પીરસાય છે. પણ તેને અતિરેક અપગ્રંથમાં છે અને એમાં એ અમુક ગ્રંથમાં તે શબ્દ-ભાષા પ્રયોગો અને વર્ણનમાં શિષ્ટતા પણ જળવી છે અને એ કૃતિઓ બધી સંસ્કૃત-પ્રાકૃતમાં છે. એને વાંચનારા કેટલા નીકળવાના? સામાન્ય વાચક તે હાથેય ન અડાડે. આપણે ત્યાં તે વીશમી સદી સુધી કામશાસ્ત્રો લખાતા હતા. તેમાં લખતા કે “જીત પની' એટલે આને છુપાવીને રાખ એટલે ' ' કે કુપાત્રના કે ગમે તેના હાથમાં ન જાય. અરે ! હસ્તલિખિત લખાણ મળે છે એનાં મથાળે પણ આ રીતે લખેલું હોય છે. બીજી વાત એ કે એ જમાનામાં આ સનું આજના જેટલું મહત્વ ઉઘાડે છોગે મનાતું હતું ખરું? ત્યારે તે ધર્મપ્રધાન રસ કે શાંતરસનું પ્રાધાન્ય હતું, શૃંગારરસનું સ્થાન તે શાકમાં મસાલા જેવું કે ઘઉં માં કાંકરા જેવું હતું. હે જ તમને પૂછું કે પ્રાચીત કાળની લેકમર્યાદા કેવી હતી? આજથી 25-30 વરસ ઉપર સ્ત્રીપુરુષ વચ્ચે જે સભ્યતા, માન, મર્યાદા અને શરમ જણાતી હતી, લેક દૃષ્ટિમાં જે પવિત્રતા હતી તે આજે રહી છે ખરી? એ કાળે આપણા યુવાને, પ્રૌઢે કે વૃદ્ધો કિશોર કે યુવતીઓ, પ્રૌઢાઓ. વૃદ્ધાઓ કે કિશોરીઓ હોય, તેઓ ગમે તેવી સુન્દર કે અસુન્દર, શણગાર સજેલી કે ન સજેલી, ચાલી જતી હોય કે બેઠી હોય તે તેની સામે આંખ માંડીને દૂર દૂર સુધી પાછળથી જોયા કરવાની શરમ જનક અને હીણપત કુટેવ હતી ખરી? એ જમાનાની સ્ત્રીઓ પુરુષો તરફ જાહેરમાં, રસ્તે ચાલતા કે, સમારંભમાં ભાગ્યે જ નજર માંડીને કે ટીકીટીકીને જોતી, લેકશરમ એટલી હતી કે સ્વાભાવિક રીતે જ મર્યાદા પળાતી હતી અને પુરુષો પણ સ્ત્રી તરફ જરૂર પૂરતી નજર નાંખી નજર પાછી ખેંચી લેતા હતા અને જરૂર પડે તે સાક્ષી રાખતા અને એક મિનિટમાં પતે તે બે મિનિટ નહતા કરતા. નજર પાછળ તીવ્ર કેટીની વાસનાની ગરમી કે વિકૃતિની ભૂખ વરતાતી ન હતી, રખે! કઈ જોઈ જશે તે આબરૂને ધક્કો પહોંચશે! અનુચિત ગણાશે! આવી જાતને સામાજીક ભય પણ રહેતું હતું. આજે તે મોટે ભાગે શીલ રક્ષા કરનારા લાજ-શરમ અને મર્યાદાની તને સર્વથા તિલાંજલી અwાઈ ગઈ છે. અને આજે તે દશ વરસના કિશોરોથી લઈને વૃદ્ધ ઉમર સુધીના લાખો માણસે આ અનિષ્ટને ભારે ભેગ બન્યા છે.