SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 43 પ્રાચીન જમાનામાં તે એક વખતે અસાધારણ કોટિને સંયમ અને મર્યાદાઓ વ્યકિતગત કે જાહેર જીવનના એક અંગરૂપ બની ગઈ હતી. અને એથી એને અમલ પણ એ રીતે જ થતું. આવા કારણે એ કાળમાં કદાચ શૃંગાર રસ કઈ કઈ સ્થળે વધુ પીરસાયે હોય તે તે વ્યક્તિગત જીવન પૂરતે કે ન્હાનકડા વર્તુલ પૂરત જ મર્યાદિત રહેતું હતું. અને જાહેર જીવનમાં તે તેનું સ્થાન નહીંવત હતું. વળી તે વખતે મુદ્રણકલાને અભાવ હતું. જેથી આ વસ્તુ જગજાહેર રીતે જાણવા મળતી પણ ન હતી. જયારે આજે તે આ રસ જાહેર જીવનમાં અડ્ડો જમાવીને બેઠા છે. અને જાણે એ જીવનના એક ભાગ રૂ૫ બની ગયો છે. એટલું જ નહિં પણ તેથી વધુ કમનસીબી એ છે કે આજે તે જીવનની આવશ્યક જરૂરિયાત રૂપે મનાય છે. બીજી વાત એ કે-એક વસ્તુ એક કાળે તે સમયનાં સંજોગાનુસાર પ્રજાના માટે અનિષ્ટ કે અહિત રૂ૫ ન હોય તે જ વસ્તુ બીજા સમયે બદલાએલા સંજોગોમાં નુકશાન કર્તા પણ થઈ પડે. લેખકે અને ચિત્રકારને વિનંતિ - આ બધું વિચારીએ ત્યારે એમ લાગે કે વાસનાને વધુ ઉત્તેજન ન મળે, ઉછરેલા ઝેરમાં વધારે ન થાય માટે સંસ્કૃતિના રખેવાળ ગણાતા લેખકે એ વધુ ને વધુ સંયમ દાખવી જ જોઈએ, એમની સારસ્વત કલમને આ માટે મ્યાન કરવી જ જોઈએ. વાચકોનું ઝેર શમે એવાં જ લખાણો લખવા જોઈએ. અને ચિત્રકલાકારોએ વાચકોની નજર બુદ્ધિ અને હૈયું દૂષિત ન બને તેવાં ચિત્રો વગેરે આલેખવાં જોઈએ. આજે તે જાણે સહુએ (બિચારી?) નારીને તમામ ક્ષેત્રમાં કેન્દ્ર બનાવીને ગમે તેમ નચાવા માંડી છે. જાત જાતની રાસ લીલાએ ખેલવા માંડી છે. પ્રજા કયાંથી વીર્યવાન, પરાક્રમી, સાત્વિક, મહેં' ' નગી વાળી અને નિરોગી બને. તે માણસ તે વસ્તુ જે જ સ્વભાવથી, મનથી અને તનથી બન જાય છે. આખરે તે વ્યક્તિ સ્ત્રીત્વ ગુણપ્રધાન બની જાય એ ભય વધારામાં. આજે પરદેશમાં અને આ દેશમાં પણ સ્ત્રી પ્રત્યે કેવા કેવા વિચાર પ્રવાહ વહેતા થયા છે. નારીને કેવી રીતે ઓળખવામાં આવી રહી છે. એ અત્યારે લખતે નથી પણ જે આ દેશ નહીં સમજે તે લાંબા ગાળે અમેરિકા સાથે પૂરી હરિફાઈ કરતે થઈ જશે. જે દેશ પુણ્ય પાપને ન માનતા હોય તેને તે કહેવું આ બધું નિરર્થક છે, પણ જે એને માને છે એવા આ દેશના બુદ્ધિજીવીઓએ તે ગંભીર વિચાર કરવો જોશે જ? લેખકે મારા અભિપ્રાયને કરેલે આદર મારી ઉપરોક્ત વાત સાંભળીને મારા આત્મીય મિત્રલેખકશ્રી વિચારમાં પડી ગયા અને વિનમ્રભાવે કહ્યું કે આપનું કથન શિરોમાન્ય છે. એમાં ભારે દલીલ કરવાની હોય જ નહિં. આવું ધ્યાન ખેંચનાર ધર્મગુરુ મળે છે કયાં! આવું સત્ય કહેનારા પહેલ વહેલા આપજ મલ્યા છે વગેરે. હવેથી કલમ ઉપર અંકુશ મૂકીશ અને સંયમ સાચવવાનું નહીં ભૂલું. આપને એક બુક હમણાં છપાવેલી મોકલાવીશ તે આપ , જોઈ જજો અને અભિપ્રાય આપજો કે આ બુકમાં મેં બરાબર મર્યાદા જાળવી છે કે કેમ? તેઓએ દેશમાં જઈને મને બુક મેકલાવી હતી. તે બુક વિશે મારે ફરિયાદ કરવા જેવું કશું ન હતું.
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy