SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ | ઉપાધ્યાયજી દર્શનશાસ્ત્રોની રચનથી, દાર્શનિક તપૂર્ણ પ્રત્યે લખવાથી તાર્કિક, વિવિધ ભાષામાં કવિતાઓ બનાવાથી કવિ, સ્તુતિઓ રચવાથી સ્તુતિકાર, અલંકારના પ્રત્યે રચવાથી સાહિત્યકાર, અધ્યાત્મ અને પગવિષમક મને લખવાથી આધ્યાત્મિક-યેગી, એમ વિવિધ વિશેષણને યોગ્ય બન્યા છે. તેઓશ્રીએ કથાના રૂપે રચ્યા હેવાથી “કથાકાર તરીકે પણ આપણે ઓળખાવી શકીએ. અદભુત સર્જક - એક વાત લક્ષમાં રાખવી ઘટે કે વિદ્વાને હજારે પાકે છે જ્યારે સર્જકે સેંકડયે પાકતા નથી.. ઉપાધ્યાયજી અજોડ કોટિના. આ અદભત શબ્દથી નવાજી શકાય તેવા દિગગજ વિદ્વાન તે હતા જ પણુ ‘સર્જક' પણ એવા જ અદભૂત કેટિના હતા. ભગવાન શ્રી મહાવીર દેવના 2500 વરસના શાસનમાં ઉત્તમ કોટિના પાંડિત્યપૂર્ણ છેડા ઘણા સર્જક આચાર્યો જે થઈ ગયા તેમાં ઉપાધ્યાયજીનું સ્થાન ઘણું જ જવલંત છે. પણ એથી આગળ વધીને તટસ્થ ભાવે કહું તે કઈ અપેક્ષાએ વધું ચમકતું છે. કારણ કે એમને પોતાની માતૃભાષા (જની ગુજરાતીમાં પણ શાસ્ત્રવાણી અને ઉપદેશને ઉતારી બાલાજી ઉપર જે ઉપકાર કર્યો છે તે અને તેટલે બીજા સર્જકેએ કર્યો નથી એટલે તેઓ આમ જનતીના પણ સર્જક-ઉપકારક કહેવાયા છે. ઉપાધ્યાયજી કથાકાર બન્યા એટલે કથાઓ કે ચરિના બેચાર ગ્રન્થનું સર્જન કરવાનું પણ નથી ચૂક્યો. એમાં વૈરાજપુતા, ગામીરહિત, વિજ્ઞયોઢાણ વગેરે ગ્રન્થ મુખ્ય છે. આ પ્રગટ થઈ રહેલે વૈરાગ્યરતિ' ગ્રન્થ એ પણ કથાને જ ગ્રન્થ છે. ત્યાગી, વૈરાગી, પંચમહાવ્રતધારી જૈન મુનિના હસ્તક આ કથા રચાઈ હેવાથી, આ થા વૈરાગ્યરસપ્રધાન હોય તે સ્વાભાવિક છે. અને એથી આ ગ્રન્થનું નામકરણ જે થયું છે તે તેના અર્થમાં અર્થસંગત છે. એક વાત એ ધ્યાનમાં રાખવી ઘટે કે જૈન સાધુઓની કથા વિવિધ રસ કે નવરસથી પૂર્ણ હોય, , અરે! શંગારપ્રધાન કથા હેય એમ છતાં એને અન્ત વૈરાગ્યરસ કે શાક્તરસમાં જ વિરામ પામવાને. ધાને કારણે એ છે કે માનવી એક દિવસ મૃત્યુને આધીન થવાનું જ છે. પણ એનું મૃત્યું તેને ભાવી જન્મને સુધારી શકે, એ માટે તેને વર્તમાન માનવજીવનને ઉજજવલ બનાવવું જ જોઈએ: રખે ! જડવાદના પ્રબળ આકર્ષક પ્રલેભને, વિષયની વાસનાઓ, વૈભવ અને વિલાસની માહિતી, એ બધાયમાં મોહાંધ અને મસ્ત બની વિશ્વભરના લગભગ તમામ દાર્શનિકે, વિદ્વાને, અવતારી વ્યક્તિઓ અને બુદ્ધિમાનેએ જે જન્મને એકી અવાજે વખાણ્યો છે તે મહાન માનવ જન્મને નિષ્ફળ ગુમાવી ન બેસે. ઊલટું તે માનવતાના શ્રેષ્ઠતમ ગુણોને તેની પૂણતામાં વિકસાવે એટલે કે આચારસ્થ કરી રાજસી, તામસી વૃત્તિઓનું દહન કરી સાત્વિકતાને સે કલાએ પ્રગટ કરે, વળી સદાચારી, અને સંસ્કારી બને તેમજ ત્યાગ વૈરાગ્યમય જીવન જીવે અને ધર્માત્મા બની આત્મહિત સાધે. 1. આ પ્રખ્ય મુદ્રિત થઈ ગયું છે. . 2. 3. બન્ને પ્રત્યે અમુદ્રિત અવસ્થાવાળા છે. ૪અહિંસા, સત-સત્ય અસ્તેય, અમિથુન અને અપરિગ્રહ આ પાંચ મહાવતેને પાળનારા,
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy