SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ] ] લે. મુનિશ્રી યશોવિજયજીમહારાજ વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા અને અઢારમી સદીમાં કાલધમ ( અવસાન ) પામેલા, જન શાસન ઉપર અવિસ્મરણીય અને મહામૂલ્ય ઉપકાર કરનારા, શાસનના વીરસુભટ, છ એ દર્શન નિષ્ણાત, અનેક વિષયોમાં પારંગત, કાશીમાં ' મંત્રબીજ પ્રધાનમંત્રની સાધના દ્વારા દેવી શ્રી સરસ્વતીનું સાક્ષાત વરદાન મેળવનાર, કાશી ની રાજસભામાં શાસ્ત્રાર્થ દ્વારા મહાવિજય પ્રાપ્ત કરી કાશીના દિગગજ પંડિતે દ્વારા પ્રથમ આપેલા “ન્યાયવિશારદ' પદથી અને ન્યાયશાસ્ત્રના સે પ્રસ્થાની (બે લાખ શ્લોકની રચના) રચનાના કારણે વિધાનએ પછીથી આપેલા “ન્યાયાચાય ' પદથી, તેમજ શાસ્ત્રાર્થ દ્વારા ઠેર ઠેર વિજય મેળવવાના કારણે મેળવેલા “કુર્ચાલી સરસ્વતી'ના બિરૂદથી વિભૂષિત, પ્રાકત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મિશ્ર વગેરે ભાષાઓમાં ઢગલાબંધ ગ્રન્થની મહત્વપૂર્ણ રચના કરી ' આબાલગોપાલ સહુ કોઈ જી ઉપર અનિર્વચનીય ઉપકાર કરનાર “મહોપાધ્યાય' પદથી અલ કૃત પરમપૂજય શ્રીમદ યશોવિજયજી મહારાજના ગ્રન્થોના પ્રકાશન માટે સ્થપાએલી, “શ્રી યશભા૨તા જૈન પ્રકાશનસમિતિ' નામની સંસ્થા ખુદ ઉપાધ્યાયજીએ રચેલા વાવત્તિ'૨ આ નામના મૂલ્યવાન ગ્રન્થનું પહેલ વહેલું જ પ્રકાશન કરી રહી છે, તે આપણું સહુ માટે આનંદિત થવા જેવી બાબત છે. - કથાકાર તરીકે ઉપાધ્યાયજી આપણું વંદનીય ગ્રંથકાર શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે ગત જન્મમાં પવિત્ર એવા સમ્યગૂજ્ઞાન અને તેને લગતાં સાધનાની તથા જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય આદિ ગુણોથી અલંકૃત જ્ઞાનીઓ 'ચરણકમલની કઈ એવી અસાધારણ કટિની ઉપાસના કરી હશે કે જેના પ્રતાપે એક જ વ્યક્તિમાં અનેક શક્તિઓ આવિર્ભાવ થવા પામી હતી. બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ ગુરુદેવશ્રી નવિજયજી સાથે કાશી વગેરેના વિદ્યાધામમાં જઈને અસાધારણ પરિશ્રમ અને પરીષહ ઉઠાવી, અનેક દર્શન શાસ્ત્રો, તેમ જ સાર્વજનીન સાહિત્યનું ગંભીર ભાવે તલસ્પર્શી અને વિશાળ અવગાહન કરવાને શક્તિમાન બન્યા હતા. એ અવગાહન પરિશીલન તેમ જ ચિંતનમનનના પરિણામે વિવિધ વિષયક જ્ઞાન વિજ્ઞાન સાહિત્યનું સર્જન કરવાને સમર્થ બન્યા હતા. પૂજ્યશ્રીએ ગમ ઉપર ટીકા ટિપૂણાદિ કરવાનું ટાળ્યું છે. તે સિવાય તેઓશ્રીએ અનેક વિષયો ઉપર ગંભીર માર્મિક યુક્તિયુક્ત મહત્વનું અને અભિનવ પ્રકાશ પાડતું ઘણું" ઘણું લખ્યું છે. 1. જૈન સાધુ સાધ્વીજીના મૃત્યુ માટે #ધર્મ શબ્દ વપરાય છે. 2. આ ગ્રન્થ મળ્યો ન હતો ત્યાં સુધી આ ગ્રન્થને કેટલાક વિદ્વાન લેખકે “મુક્તાશક્તિ” એવા નામથી ઓળખતું, કોઈ અપરનામ તરીકે “મુક્તિશુકિત ઓળખાવતું હતું, કેઈ કોઈ લેખકેએ પ્રસ્તાવનામાં અથવા તેમની પ્રગટ થયેલી યાદીમાં એ રીતે જ નેધ લીધી છે પણ હવે અસલ મૂળ પ્રતિ મળતાં આ ગ્રન્થનું ઉપરોક્ત નામ સ્પષ્ટ થઈ જાય છે. 3. થોડા સમય ઉપર ધર્મમિત્ર મુનિવરશ્રી પુણ્યવિજયજી મહારાજ તરફથી આનંદજનક સમાચાર મળ્યા કે ઉપાધ્યાયજી એ અનુયોજદ્વાર' ના આગમ ઉપર ટીકા રસ્યાને પુરા મળે છે,
SR No.004341
Book TitleVairagyarati
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1969
Total Pages316
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy