________________ શ્રુતસું દિલ માન્યો ! [પ્રકાશકીય નિવેદન] સદીઓના વિશાળ પટને ભેદીને શ્રુતની ગંગા આપણું યુગના કાંઠા લગી આવી પહોંચી છે આજે. ભગવદ્યાણીના નીર આચમન આપણને કરાવવા માટે, તેમાં ગળાડૂબ નાહીને જાતને નિર્મળ બનાવવાની તક આપવા સારુ " વાણી. ભગવાનની વાણી. રાગ અને દ્વેષથી ગંઠાઈ ચૂકેલા વ્યક્તિને સ્વસ્થ બનાવતી પાવની વાણી. એકાદી છલક-આ ગંગાના નીરની-પણ જે પડી જાય હૈયામાં, તે સંસારને બાળી નાંખતો અસહ્ય તાપ ક્યાંય છૂમંતર થઈ જાય ! અનિર્વચનીય શાન્તિથી હૈયું છલક છલક છલકાવા માંડે. સંભળાય છે પેલી નદીને ધીરે, મધુર, મીઠ અવાજ ? ભગવાનના પવિત્ર શન એવં શ્રવણ. જે એકવાર સંભળાયા પછી દુનિયામાં બીજું કંઈ સાંભળવાનું મન જ ન થાય. જિન વચનરસ એવો મીઠો મધુરે લાગે કે બીજા બધા રસ એની આગળ સાવ ફિક્કા ફસ લાગે ! વાણી. પ્રભુની વાણું. પણ આત્મીયતાને પુટ આપવા સારુ મારાપણાની ભાવના એમાં ઉમેરીએ તે ! “મારા ભગવાનની વાણી.” મમત્વ ચમત્કાર સજે છે. પવિત્ર શબ્દને મમત્વના સોનાનાં ઢાળે રસવામાં આવ્યા છે ને ! મારાપણાને સ્પર્શ. એક નાનકડી શી વાત વસ્તુના વસ્તૃત્વને કેવો નવો ઘાટ આપી રહે છે એ સાશ્ચર્ય જેવાને વારે હવે આપણે છે. સંસારના મમત્વને ભૂંસવા માટે દેવાધિદેવ પરનું મમત્વ ગાઢ બનાવવું પડશે. - જો કે, પૂજનીય આગમ ગ્રંથે સીધી રીતે આપણને-શ્રાવકોને વાંચવાનો અધિકાર નથી. પણ પૂજનીય મુનિ ભગવંતને મુખેથી આપણે જરૂર એ સાંભળી શકીએ. પ્રસ્તુત ગ્રંથરત્ન પૂજનીય આગમ ગ્રન્થોની ભાષા પ્રાકૃત છે. જ્યારે આગમ ગ્રન્થ પરની ટીકાઓ તથા અન્ય મહર્ષિઓએ લખેલ ગ્રન્થોની ભાષા મુખ્યતયા સંસ્કૃત છે. એટલે એ ગ્રન્થના હાઈ સુધી પહોંચવા માટે આ બે ભાષાઓ પરની પકડ અનિવાર્ય છે. પ્રસ્તુત ગ્રન્થરત્ન ધાતુ પારાયણમ” સંસ્કૃત ભાષાના વ્યાકરણના અધ્યયન પછી અવશ્ય અવગાહવા જેવો ગ્રન્થ છે. પૂજ્ય મુનિવરે આદિને અધ્યયન માટે ખૂબ જ જરૂરી એ આ ગ્રન્થ સાત-આઠ દાયકા પહેલાં પ્રસિદ્ધ થયેલ હતું. હાલ તે અત્યન્ત દુર્લભ-અને તેય અતિ જીર્ણ અવસ્થામાં હોઈ, વિ. સં. ૨૦૩૦માં અમારા શ્રી સંઘમાં ચાતુર્માસાર્થે પધારેલ પૂજ્યપાદ, સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ વિજયભદ્રસુરી