________________ શ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઋારસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી અમારા શ્રી સંઘે પ્રસ્તુત ગ્રન્થરત્નને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો અને આજે એ ગ્રન્થરત્નને વિદ્વાનોના કરકમળમાં મૂકવા અમે ભાગ્યશાળી બન્યા છીએ ઉંચે આકાશે લહેરાય, હવજ શાસનનો ! ' ગ્રન્થ પ્રકાશનના આજના આ ભવ્ય પ્રસંગે, અમારા શ્રીસંઘને મળેલ અન્યાને લાભની યાદ સહેજે જ આવી જાય છે. અમારે આંગણે, નૂતન નિર્મિત શ્રી ઋષભજિન પ્રાસાદમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવન્તની પ્રતિષ્ઠાનો મહોત્સવ પૂજ્યપાદ, સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉજવાયો હતે. વિ. સં. 2009 ના જેઠ સુદિ 10 ના દિને ઉજવાયેલ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન આદિના ત્રણ તારક બિબોની તથા ધ્વજદંડની પ્રતિછાને લાભ શેઠ માણેકલાલ મેહનલાલે લીધો હતો. આ પહેલાં, સંઘની સ્થાપના થઈ ત્યારથી શેઠ જમનાભાઈ ભગુભાઈના બંગલે આવેલ ગૃહ ચૈત્યમાં દર્શન-પૂજનને લાભ મળતો હતો. ત્યાર બાદ ધર્મનિષ્ઠ શેઠાણી પૂ. માણેકબાની સૂચના મુજબ ઉપરક્ત નવીન જિનાલયનું નિર્માણ થયેલ. પ્રતિષ્ઠા મહોત્સવ પછી, દેવ-ગુરુકૃપાથી એકધારી રીતે જૈન પરિવારની વૃદ્ધિ અમારા શ્રીસંઘમાં થતી ગઈ. અને તેથી “સાંકડા ભાઈ પર્વના દાડા” ને બદલે દશનાર્થીઓ અને પૂજનાર્થીઓના સમૂહથી રોજ દહેરાસર સાંકડું પડવા લાગ્યું. આથી વિ. સં. ૨૦૩૦માં અમારા શ્રી સંઘમાં ચાતુર્માસાર્થે પધારેલ પૂજયપાદ, સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના પટ્ટધર પૂજ્યપાદ, શાસન પ્રભાવક આચાર્ય ભગવંતશ્રીની પ્રેરણાથી અમારા શ્રીસંઘે શ્રી ઋષભજિન પ્રાસાદની બન્ને બાજુએ બે દેવકુલિકાઓ તથા ગૂઢ મંડપની આગળ નૃત્ય મંડપ બનાવવાનો નિર્ણય કર્યો અને તદનુસાર દેવકુલિકાઓ અને નૃત્યમંડપ તૈયાર થઈ જતાં નૂતન નિમિત દેવકુલિકાઓમાં પ્રતિષ્ઠિત કરવા માટે તારક પરમાત્માઓના બિંબ ભરાવવામાં આવ્યા. અંજનશલાકા મહોત્સવ નવીન ભરાવાયેલ પરમાત્માના બિોની અંજનશલાકાનો અને પ્રતિષ્ઠાનો મહેત્સવ હવે નજીક આવવા લાગ્યો. પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવન્ત શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં આ મહોત્સવ ઉજવાવાને હતો. શ્રી જમનાભાઈ શેઠના બંગલે વિશાળ શમિયાણાઓ બાંધી ભવ્ય નગર