________________ 75 138. તે કામપાલે સાડી દૂર ખસેડી પ્રગટ થઈ તેને કહ્યું હે રંગભરેલી મદિરા? જેને તું હંમેશાં ઈરછે છે તે પહેલાં જોયેલે તારો સ્વામી હું છું. 139, હે વહાલી ! હમણાં લગ્ન મુહર્ત નજીક છે. જે દ્વારથી જલ્દી નીકળી જવાય તે દ્વાર બતાવ, તેણે પાછળને વનમાં જવાને રસ્તે તેને દેખાશે અને તેજ રસ્તે કામાતુર તે કામપાલ મદિરાની સાથે ગયે. 140. આ હસ્તિનાપુરમાં પ્રથમથી આવેલ વસંતદેવને મલી સ્ત્રી સહિત કામપાલ ઘણે ખુશ થયે. હે કુરુચંદ? પૂર્વજન્મના પ્રેમથી આ બન્ને ઉપહાર તરીકે પાંચ વસ્તુ આપે છે. તારી આગળ બેઠેલા એ ચારને તું ઓળખ. 141. હે રાજા અત્યંત નજીક રહેલા વસંત આદિ ચાર સાથે આજ તમે અત્યારે ભોગવવાને સમર્થ છો. પુણ્ય કરવામાં હેતુવિના સહાય કરનાર આ ચારને સત્કાર કર્યા વિના તે આટલા કાલસુધી કંઈ પણ ભોગવ્યું નહિ. 142. આ પ્રમાણે દેશના સાંભળી તે પાંચ જણાને પૂર્વભવનું જ્ઞાન થયું. સ્થિર પ્રેમમાં નિમિત્તભૂત પૂર્વજન્મની મિત્રતા બતાવનાર કલ્યાણકારી પ્રભુ શાંતિનાથને નમસ્કાર કરી સુખને ઈચ્છતે કુરુચંદ્ર રાજા પણ પૂર્વ પ્રેમથી ચારેયને ભાઈની જેમ ઈચ્છતે પિતાને ઘેર લઈ ગયે ' 143. આને અર્થ પૂર્વની જેમ જાણવે, આ અઢારમા સગને અર્થ આ મ. શ્રી વિજ્યદનસૂરીશ્વરના શિષ્યરત્ન પંન્યાસ પ્રિયંકર વિજ્યજી ગણિવ લખે છે. સર્ગ 19 1. જેઓ પૃથ્વી પર વિચરતાં અને દેશના દેતાં ચારે તરફ સવાસ યોજના મારિ દુષ્કાળ તથા રોગો શાંત થાય છે એવા શાંતિનાથ પ્રભુ તમારા અત્યંત કલ્યાણ માટે થાવ. 2. તત્વવૃત્તિ વડે નિમલ અને સમતા યુક્ત પ્રભુ નગરજન જેવા ગ્રામીણ જનના ચિત્તમાં આપતા હતા. 3. કામ ક્રોધાદિ કષાય રૂપી અગ્નિવડે સંતપ્ત થયેલા વિશ્વરૂપી બગીચાને દેશનારૂપી જલતરંગવડે પૂર્ણપણે સિંચતા, સ્વચ્છજલવાળા વાદળ જેવા આશ્રવ નિરોધ ચારિત્ર વાળા પ્રભુ વિચર્યા. 4. જગતમાં વ્યાપેલા મહાકારને વાણીરૂપી કિરણો વડે નાશ કરીને ભવ્યજીવ રૂપી કમલેને વિકાશ કરતા, કેકપક્ષી જેવા લેકેના મિથ્યાજ્ઞાનજનિત દુઃખને ભેદતા સૂર્ય જેવા પ્રભુ વિચર્યા. 5. મસ્તક ઉપર આકાશમાં ગેળ ત્રણનિમલ છત્રરત્નના બહાને પૂર્વથી આરાધેલી " જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મિક રત્નત્રયીને ધારણ કરતા, કૃતજ્ઞતાને પ્રગટ કરતા પ્રભુ વિશ્વમાં વિચર્યા.