________________ 74 12. આ મિત્રના વિચારથી પહેલાં પ્રવેશ કરીને કામની આતુરતાથી તને હરણ કરવાની ઈચ્છાથી અહિં રહેલું છું. મારી સાથે તમારે સંપૂર્ણ વેષ આભૂષણ આદિ મારા મિત્રને આપી દે. જેથી તારો વેશ પહેરી તારા પિતાને ઘેર જઈને રહે. 127. હે કમલાંગી, તારો વેષ પહેરી તારા ઘેર ગયે છતે રાતમાં બને જણ અહીંથી નીકળી, ઈચ્છા પ્રમાણે કઈ નગરમાં જઈશુ. આ સાંભળી કામપાલને પિતાને વેષ આપે અને કામદેવની મુર્તિ પાછળ કેશરા સાથે ખુશી થઈને વસંત રહ્યો. 128. સુગંધી પુષ્પ વડે કામદેવની પૂજા કરી ઓઢણીમાં મુખ છૂપાવીને સુંદર ગતિ વાળે કેશરાના વસ્ત્ર આભૂષણ ધારણ કરનાર તે સુંદર કામપાલ જલ્દી દ્વાર ઉઘાડી બહાર આવી સખીએ હાથ અપાયેલે મનુષ્યોથી ઉપાડાતી પાલખીમાં બેઠે. 129 પાલખી ઉપાડનાર પુરુષ વડે લઈ જવાતી પાલખી પંચનંદિ શેઠના ઘેર આવી. જલ્દી પ્રિયંકરા સખીથી પાલખીથી ઉતારી સેનાના આસન પર બેઠી. હે કેશરા? સ્વામિના માટે કામદેવને મંત્ર યાદ કરતી બેસ. કેમકે જીને મંત્રથી ઇચ્છિત અર્થ સિદ્ધ થાય છે. ૧૩તેના કહ્યા બાદ તે ચાલી ગઈ. કામ એગ્ય કરી મંત્ર સ્મરણ કહ્યું. ત્યાં પણ તેની સ્ત્રી મદિરા કેશરાના મામાની પુત્રી ઉત્સવમાં લાવેલી શંખપુરથી જદી અહિં આવી. 131 મદિરા તેની આગળ બેસીને ઉન્હા ઉન્ડા શ્વાસોશ્વાસ લેતી તે બોલી હે કેશરા? ભાગ્યાધીન કાર્યમાં તું ખેદ કેમ કરે છે! હે પ્રિય સખી! પુણ્યવાન કુલવાન તારો પતિ છે. પિતાના નગરમાં ગયેલી સુખ સંપત્તિ આપનાર મારી સખીઓ વડે સાંભળ્યું છે. 132. હે સખી, તને આશ્વાસન આપવાને માટે કહું છું કે પ્રિયના વિયોગથી ઘણું દુખ મેં ભગવ્યું. હે સખી જ્યારે વિધિ વકતા સેવે છે ત્યારે અક મંગલ કરે છે. અને અનુકુલ હોય છે ત્યારે ઈચ્છિત આપે છે. 133. હે સખી, વર્ણવવા ગ્ય તું ધન્યા છે. પિતાના પતિની સાથે. બાલવા ચાલવાથી, જેવાથી અત્યંત સુખ મેળવ્યું અને મારું અતિ દુઃખથી ભરેલું વૃત્તાંત સાંભળ. એક દિવસ શ્રી શંખ યક્ષના ઉત્સવમાં સખિઓ સાથે હું ગઈ હતી. 134. ત્યાં એકાન્તમાં અશોક વૃક્ષનાં પાંદડાં ચુંટતાં તે વૃક્ષના મૂલમાં આકૃતિથી કામદેવ જેવા યુવાન પુરુષને મેં જોયે, હે સખી? રાગવાળા મનથી મેં તેને તાંબુલ મોકલાવ્યું, તેથી તે દયાનિધિએ મેદોન્મત્ત હાથીથી મારું રક્ષણ કર્યું. 135. તે મન્મત્ત હાથીથી ભય પામેલી વારંવાર તે પુરૂષને જોતી હું સખીઓ સાથે ચાલી ગઈ, પણ પછી તે યુવાન પુરૂષને કયાંય ન જેવાથી ખંભમાં બાંધેલી હાથીણ જેવી વળી ગાઢ પાંજરામાં પુરાયેલી દુઃખી મેના જેવી ઘણું દુઃખથી હું જીવું છું. 136. હે પ્રિયસખિ કેશરા? સ્વપ્ન શિવાય તેને હું ક્યાંય દેખાતી નથી, ભાગ્ય પ્રસન્ન થશે ત્યારે જ તે દેખાશે. દુઃખ હળવું કરવા હે કેશરા! તારી આગળ આ મેં કહ્યું. જેવી રીતે દુઃખી દુઃખને ઓળખે છે તેવી રીતે સુખી દુઃખને ઓળખતે નથી. 137. હે સખિ! તેથી ખેદ છેડ, મનને પ્રસન્ન કરનાર જૈને ધારણ કર. પૂજાયેલી આ વિધિ તને સુખ આપશે. મંત્રાદિ અનુષ્ઠાન કરેલાં કદિ નકામાં જતાં નથી.