________________ 93 109 તે સમયે કોઈ વૃદ્ધ પંડિત બ્રાહ્મણ કોઈના આગળ આમ કહેતું હતું કે તમારું બન્નેનું કાર્ય સિદ્ધ થશે. એમાં કાંઈ સંશય કરે નહીં. 110 કામપાલની વાત સાંભળી પિતાના વચ્ચે શકુન ગાંઠ બાંધી વસતદેવ મિત્ર સાથે હર્ષિત થઈને ઘેર આવ્યા. 111. સ્નાનાદિ વિધિ કરી સાયંકાલે કામદેવના મંદિરમાં ગયા ને કામદેવની મૂર્તિ પાછળ બે જણ સંતાઈને બેઠા. 112. મંગલ વાજિંત્રો વાગતા સાંભળી, પૃથ્વી પરની ઉર્વશી જેવી શોભા વાળી કેશરા આવી રહી છે. એમ મનમાં બન્નેએ નિશ્ચય કર્યો. 113. પ્રિય પતિને સંગમ કરનાર મંત્રનો જાપ કરતી અનંગમંદિરના દ્વારમાં તે કન્યાએ પ્રવેશ કર્યો. 114. ઉંચા વિમાનમાંથી દેવી ઉતરે તેમ પાલખીથી ઉતરી કામદેવની પૂજા કરવા માટે, તે તેજસ્વી કન્યાએ પ્રિયંકરાના હાથથી પુષ્પ લીધા, 115 સખિ રહિત એકલી કામદેવના મંદિરમાં ગઈ. સંશય રહિત થઈને કેશરાએ પિતાના હાથે મંદિરના દ્વાર બંધ કરી દીધાં. એ કલ્પ છે. 116. કામદેવને ઉદ્દેશી ભૂમિ પર નૈવેદ્ય પુષ્પ વડે અધ્ય આપીને પૃથ્વી પર નમી. વિરહથી પીડાતી કેશરા અંજલિ જોડી સ્તુતિ કરે છે. 117. ઈદ્રોને પણ આજ્ઞા કરનાર અત્યંત બલવાન, અસુર ઈન્દ્રોથી પૂજિત, લક્ષ્મીના મનોરૂપી કમલને ખીલવામાં સૂર્ય સરખા, હે કામદેવ તમે જ્યવંતા વતે. 118. સહેલાઈથી પુષ્પાદિ પાંચ બાણ વડે જગતને જીતનાર હે દેવ! આવું પરાકમ તમારામાં જ છે બીજે નથી, એવા તમે દેખાવ છે. 119, પ્રશંસનીય અદ્ભુત પરાક્રમ વીર્ય છે જેનું એવાહે અતંગદેવ! બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રિપુટ પણ તારું શાસન ત્યાગવા સમર્થ નથી. એનાથી બીજા ક્યા પ્રતાપનું વર્ણનં કરૂં. 120. પિતાના સ્વરૂપને પુત્રી ખરેખર જાણે છે. એમાં કોઈ સંશય નથી. મારા મનના જાણકાર હે કામદેવ! અનિષ્ટપતિ સાથે મને મેળ ન કરાવ.' 121. બધાઓની ઈરછાઓ તું પૂર્ણ કરે છે. આવી જેની ત્રણેલેકમાં પ્રસિદ્ધિ છે. એવા તમે મારે પતિ નથી આપતા તેમાં મારું ભાગ્ય જ નિંદા લાયક છે શું? - 122. હે કામદેવ, જે આ જન્મમાં મારો પતિ વસંતદેવ નહિ મલે તે બીજા જન્મમાં આજ સ્વામી મને આપજે. બીજાને હું ઈચ્છતી નથી. 123. આમ બેલી શીવ્ર તેરણે ટલ્લે) પાશે બાંધી ગળામાં બાંધવા માટે ઈચ્છા કરી. તેટલામાં તેની આગળ વસંતદેવ પ્રગટ થયો. 124. હે પ્રિયે, તું સાહસ ન કર. આમ કહી તે પાશને વસંતે ખોલી નાખે, મારે પતિ એકદમ અહિં કયાંથી આવ્યા તે આશ્ચર્ય અનુભવવા લાગી. - 125 સજજન વસંતે કહ્યું, હે સ્ત્રી ! જીવતે હું તારે સ્વામી છું. આ જેના માટે તે - સાહસ કર્યું તે તેનાથી બીજું શું દુષ્કર છે. 10