________________ 76 6. ઉચ્છખલ તથા વધતા વયવાળા એવા પ્રચંડ મોહથી જ્ઞાનહીન હોવાથી ત્રાસ પામેલા શિષ્યવર્ગોને સમ્યકત્વની પ્રાપ્તિ માટે “તમે ડરે નહિ મારી પાસે આવો તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે.” આ વિચારથી જાણે ઉર્ધ્વ ધ્વજાઓ ફરકે છે. 7. પિતાની પ્રાચીન શોભાવડે અતિ પ્રગટ કાતિ છે જેની એવા સુવર્ણ કમલને ચરણ કમલેની નીચે રાખતા, સર્વોત્કૃષ્ટ નિસ્પૃહપણાને જણાવતા મે ક્ષને મેળવવામાં એક્તાન બનેલા, 8. વળી એક હજાર આરા ધારણ કરતા, શોભતા, દેદીપ્યમાન વિશ્વના મહાના કારને નાશ કરતા ધર્મચક વડે સૂર્યને જીતતા વિચર્યા. - 9. ઈન્દ્રાણીઓએ હર્ષથી નાખેલી ધાણી જેવી કાન્તિવાળા, જબૂદ્વીપના ચંદ્રની સ્નાને જીતનાર એવા બે ચામર વડે વિંઝાતા પ્રભુ વિચર્યા. 10. સારા રાગવાળા, ગાંધર્વો વડે ગવાતાં, શુદ્ધ શ્રદ્ધાવાળા ચારણેથી સ્તુતિ કરતા, આકાશમાં રહેલા ખેચર અને ખેચરી વડે અંગુલિઓવડે દેખાડાયેલા પ્રભુ. 11. પાપ વ્યાપારના સર્વથી અને દેશથી ત્યાગને દેખાડતા, આકાશ માર્ગમાં દેવ દુભિના નાદ પૂર્વક સર્વ ઠેકાણે ધર્મ સ્થાપન કરતા પ્રભુ. 12, કુકથી બળેલા ભવ્યજીવરૂપી ક્ષેત્રમાં સજ્ઞાનરૂપી હળવડે ખેડીને સ્વચ્છ ભાવના રૂપી જલવડે સિંચીને સમ્યકત્વ રૂપી બીજને વાવતા જ્ઞાનગુરુ વિચર્યા. 13. સામે આવતા પક્ષિઓ જમણી પ્રદક્ષિણા દેતા અને તેના મનમાં નમ્રતા ઉપજાવતા, કાંટા જેવા મિથ્યાષ્ટિએને નીચા નમાવતા પ્રભુ 14. સમ્યક્ત્વયુક્ત શ્રાવકસમૂહ જેવા રસ્તામાં ઉગેલા વૃક્ષોને નીચા નમાવતા, અરિ હંત પ્રભુ પ્રતિહાર્ય યુક્ત સૌરાષ્ટ્ર દેશમાં વિચર્યા 3 થી 14. 15. સૌરાષ્ટ્ર દેશમાં ઉનાળામાં ચાલતા રેંટના અવાજને જાત્રાળુ સાંભળી પ્રથમ શ્રમ દૂર કરે છે પછી ઠંડું જલ પીને ખુશ થાય છે. 16. બીજના ચંદ્રને દેખી સમુદ્રમાં ભરતી ઉત્પન્ન થાય છે. એમ જોઈને પુત્રમાં અસાધારણ પ્રેમ કરતાં ત્યાંના લેકે શીખ્યા. 17. સમીપમાં રહેલા સમુદ્રની સેવાથી લેકે ગંભીરતાથી લક્ષ્મીવાળા બન્યા. કારણ કે સેવેલા મહાપુરૂષથી શું પ્રાપ્ત થતું નથી? 18. જલયંત્ર સ્વામિના ઉપદેશથી ઉચિત સત્કાર કરવામાં કુશળ ત્યાંના લોકો આવેલા મુસાફરોને કુશલ પ્રશ્ન પૂછે છે. 19. સજજન પુરૂષે દુધપીને, માધવી તથા ખજુરોનાં ફલે ખાઈને તથા નાગર વેલના પાન ખાઈને મસ્તક ડોલાવતા દેવની સ્તુતિ કરે છે. 20. જે દેશમાં નાળિયેર જેવડા, મધુરતામાં સાકરના ખંડ જેવા તથા રાજાઓને ખાવાલાયક આમ્રફલને જોઈ કેને આશ્ચર્ય ના થાય. ! 21. જે દેશમાં દેવાધિદેવ રાષભદેવ, સોમનાથ પાટણમાં રહેલ ચંદ્રપ્રભસ્વામી અને ગિરનારમાં નેમિનાથ સ્વામીની જાત્રા કરતાં લોકો પોતાના જન્મને સફલ માને છે.