________________ 71 76. વસંતદેવે પણ પુરૂષને આમ કહ્યું. મારી સુંદર આકૃતિથી તું સુહર્ષ ધારણ કરે છે. જે પાકેલા ઈદવારૂણ ફલ જોઈને મીઠાશ વિના કોઈ આનંદ પામતે નથી. 77. સ્ત્રીને વિયોગ દૂર કરવા માટે મરણ સાધતા મારા કંઠ પાશને કાપી તે હઠથી અન્તરાય કેમ કર્યો? 78. કયી સ્ત્રીને વિરહ કેવી રીતે થશે? એમ પુછ્યું ત્યારે વસંતે કહ્યું. તેણે જેવું વર્ણન હતું તેવું કહી છેડી શાંતિ પામે. 798 સુંદર બુદ્ધિવાળે તેનું આવું દુઃખ સાંભળી તે પુરુષ મધુર વાણીથી બે તું અત્યંત દુઃખી છે છતાં તારે જીવનને ત્યાગ કરવો યોગ્ય નથી. 80. હે ભદ્ર? ઈષ્ટ વસ્તુની સિદ્ધિ કરવાના ઘણા ઉપાય નથી શું? તેથી શું નકામો મરે છે. આ આપત્તિ ભવિષ્યમાં દુર્ગતિ આપશે. 81. મેં પણ આવી દશા પામી કઈ રીતે મારું જીવન મેં બચાવ્યું. પિતાના ઈચ્છિતને મેળવવા જીવતે માણસ લાભને પામે છે. 82. હું કૃતિકા નગરમાં રહેનાર નગરશેઠ છું. શ્રી કામપાલ નામે છું. પિતાના શરીરની સુંદર શેભા વડે પણ કામપાલ છું કામ પાલથી કાર્ય કરવામાં હું મજદુર નથી. 83. બધાએ ધનનું ભાન કરે છે પરંતુ મનુષ્યનું નહિ. એમ વિચારી એક દિવસ - જુવાન એવો હું અર્થ મેળવવા બીજા દેશ જવા માટે ઘેરથી નીકળ્યા. 84. જેમ હંસ એક સરોવરથી બીજા સરવરે જાય તેમ એક દેશથી બીજા દેશમાં જતાં, ચારે બાજુ મનુષ્યથી ભરેલા, શંખની જેવા ઉજજવલ એવા શંખપુર નામના નગરમાં ગયે. 85. તે શંખપુરમાં ઉદ્યાનની શોભાને ધારણ કરનાર શંખપાલ નામને યક્ષ હતે. તેની જે પુરૂષે હૃદયથી પૂજા કરે તેને તે કલ્પવૃક્ષની જેમ ઈચ્છિત આપે છે. . 86. એક દિવસ તે ઊદ્યાનમાં યક્ષના મહોત્સવમાં બધા નગરવાસી લોકો સાથે હું ગયા. ત્યાં આમ્રવૃક્ષની મધ્યમાં રહેલી એક કન્યાને મેં જે ઈ. ( 87. શિવપતિનું નામ શૂલી સાંભળી કોધથી જુદી રહેલી પાર્વતીની જેવી આ સ્ત્રીને જોઈ કામદેવતાનાં પાંચ બાણ વડે મારું મન હણાયું (કામી બન્યા). - 88. સખિયોથી તે મારું નામ સાંભળી સ્વામીના ભાવને દેખાડતી આનંદયુક્તા તેણે સખીના હાથે કપુર સહિત પાન બીડાને અપાવ્યું. 89. તેને પોતાના હાથે ગ્રહણ કરતાં મનમાં આ વિચાર આવ્યો કે મારે પણ કાંઈ આપવું જોઈએ. નહિં તે કંજુસપણું મારું પ્રસિદ્ધ થશે. 90. લેઢાની સાંકળે તેડી ફરતે, જાણે સાક્ષાત યમના વાહનને ભ્રમ દેખાડત મદ ઝરતે કેઈ હાથી ખીલાને ઉખેડી તે ઉદ્યાનમાં આવ્યું. - 91. મહાવતરહિત સ્વછંદચારી હાથીને આમ્રકુંજમાં દેખી આને સકલ પરિવાર નાશી ગયો.