________________ 43. આ મારી સખી તને વસંતદેવને તું મારે સ્વામી છે માટે જાતે હાથથી હર્ષથી ફુલે અને ફલે ચૂંટી લજજાળું તે મારા હાથે ભેટ આપે છે. 44. આ વસંતદેવે કેશરા પત્નીએ મેકલેલા હોવાથી વાણીથી અવર્ણનીય હર્ષને પામતાં, પ્રિયંકરાના હસ્ત કમલથી પુષ્પ અને કોલ ફલે લઈ લીધા. 45. તે આનંદિત થયેલે, તેને પિતાની વિંટી આપીને કહ્યું તે આ પુષ્પાદિ મેલ્યા તે સારું કર્યું. ફરી તેણીને કહેજે કે હે મનસ્વિની! મારે અનુકુલ તું હંમેશા કર. 46. આ પ્રિયંકરા જઈને પ્રસન્ન થયેલી તેણે કહેલું જણાવ્યું વસનદેવથી પ્રશંસા પામેલી કેશરા મેઘની ગર્જના સાંભળી મયુરી જેમ તે પણ આનંદિત બની. 47. તે કેશરાએ એક દિવસ રાત્રિના ત્રીજા પહેરમાં પિતે મહાબલવાન અને હૃદયમાં રહેનાર એવા વસંતદેવ સાથે મહોત્સવ સહિત પરણી. એવું સ્વપ્નામાં જોયું. 48. વસંતદેવે પણ તે પંચનંદિ શેઠની પુત્રી ઉત્તમ ગુણવાળી કેશરા સાથે પરો . તેથી બીજે મહાન આનંદ થયો. એવું સ્વપ્ન જોયું. 49 પ્રભાતમાં આવેલું સ્વપ્ન, જાણે બે નિધિ મલ્યાની જેમ તેણે પ્રિયંકરાની આગળ કહ્યું. કારણકે તે પ્રિયંકરા કેશરાના મનની જાણકાર છે. માટે તેનાથી ચિત્ત મંદિરની જાણ કારને ગુપ્ત રાખવું એમાં કાંઈ ચતુરાઈ નથી. 50. હે મનસ્વિની ! આ બધું પ્રાપ્ત થશે. તારે ફરી અહિં સંશય કરે નહીં, આ પ્રમાણે પાસે ઉભેલે કઈ પુરેહિત બોલ્યા. 51. હે સખિ, આ સ્વપ્નથી તથા પુરોહિતના વચન રૂપી શાસ્ત્ર વાણીથી જનશ્રુતિ વડે જ દી તારે સંબંધ વસંતદેવની સાથે થશે. એમ પ્રિયંકરાએ કેશરાને કહ્યું. પર. પ્રમોદ ભરેલા મનવાળી પ્રિયંકરાએ વસંતને તે સ્વપ્ન કહ્યું. પિતાના સ્વપ્ન સરખું હોવાથી વસંતદેવે સાચું માન્યું. 53. ઈષ્ટ ભાષિણી પ્રિયંકરાએ ફરી તેને કહ્યું, કેશરા કન્યાએ જે વાત માની તેથી પિતાનું લગ્ન સંશય રહિત થશે એમ તું જાણ - 54. વસંત છેઃ હે પ્રિયંકરા સાંભળ! જે ભાગ્યથી કેશરાનું દર્શન થયું તેજ ભાગ્યથી મારો સંબંધ થશે. સ્વીકારેલું કાર્ય નીચ માણસ પણ નાશ કરતો નથી. 55. આ વસંતદેવે, જયંતિની બેન કેશરાની બીજી મુતિ રૂપ રહેલી પ્રિયંકરાને પિતાને વિચાર જણાવી તેને સત્કાર કરી મોકલી આપી. 56. કેશરા કન્યાની આગળ પ્રિયંકરાએ પ્રીતિવર્ધક વસંતદેવને સંદેશો જેમ જેમ કહ્યું તેમ તેમ કેશરા પ્રેમ રૂપી સમુદ્રમાં ડુબવા લાગી. 57. પરસ્પર સંદેશા મોકલવામાં ઉત્સુકતાવાળા, પ્રિયંકરાની આવવાની રાહ જોતા, વધતા અનુરાગવાળા તે બન્નેના કેટલાક દિવસે યુગની જેમ પસાર થયા. 58. એક દિવસ શ્રી. પંચનંદિ શેઠના ઘેર થતાં વાઈના નાદ નગરના સ્ત્રી જનેને ઉત્સવમાં ગાવા માટે બોલાવાતા પિતાના ઘેર રહેલા વસંત દેવે સાંભળ્યા.