________________ 26 પિતાની શોભાથી નંદનવનને જીતનાર એવા રતિનંદન ઉદ્યાનમાં આઠમના દિવસે ચંદ્ર ઉત્સવ જેવા માટે, નિર્ભયપણે સ્વેચ્છાથી વસંતદેવ ફરવા ગયો ર૭. ત્યાં આવેલી કેશરાને જોઈ ક્ષણવારમાં રાગી થયો. સુખ આપતા વસંત દેવને જોઈ તેણી પણ રાગવાળી થઈ. પ્રાણીઓને પ્રીતિ થવી તે પૂર્વ ભવનું કારણ છે. અન્યથા તેમ બને નહિ, 28. પાસે રહેલા, અને પ્રતિકારક, વણિક પુત્ર પ્રિયંકરને પૂછ્યું કે આ સુંદર આકૃતિ વાળી કન્યા કેની છે! નામ શું છે! 29. તેણે કહ્યું કે હે વસંત દેવ! જયંતિ દેવની બહેન પંચનંદિ શેઠની પુત્રી આ કેશરા તું જાણ. 30. આ સાંભળી વસંતદેવ પિતાના ચિત્તમાં વિચારવા લાગે આ દેવાંગના સરખી દીપતી કન્યાને મારે કઈ રીતે મેળવવી! 31. ધનાઢય છતાં પરદેશી હોવાથી માણું કર્યા છતાં, એના માતા પિતા તથા . ભાઈ વડે આ કન્યા અપાશે નહીં. કારણકે આ પ્રેમ તે નિંદાપાત્ર બને છે. 32. તેના ભાઈ જયંતિ સાથે અત્યંત પ્રેમ રાખતાં નિચે મારા પર તે પ્રેમવાળી થશે. જેથી મન મલ્યા સિવાય બધું નકામું છે. 33. આ વાત હૃદયથી વિચારી, જયંતિદેવની સાથે, મિત્રતા કરવા માટે, તેને ઘેર આવવા જવાને પ્રસંગ રાખ્યા. 34. વસંત ત્રાતમાં જેમ કલ્પવૃક્ષને પુષ્પ આવે, પત્રો આવે, તેમ આ વસંત દેવમાં મૈત્રી પણ ફલવાળી થઈ. 35. સજજન વસંતને આમંત્રણ કરી જયંતિદેવ પિતાના ઘેર લાવ્યામોટા આશય વાળા, ઘણી ઉચિતતાને સેવનારા કેઈ ઠેકાણે શું ભૂલ કરે છે? 36. ત્યાં પુષ્પોથી કામદેવની પૂજા કરવામાં લીન બનેલી કેશરાને જોઈ, વસંત સંતોષ પામે, કારણ કે સ્ત્રીને જેવાથી જે હર્ષ થાય છે તે બીજાથી નહિ. ' 37. જયંતિદેવના હાથથી પુષ્પમાલા ગ્રહણ કરતાં વસંત દેવ તરફ રાગથી કેશરાએ જોયું. શકુન તરીકે કલ્યાણ રૂપી દર્શન બન્નેને આનંદકારી થયે. 38. ધાત્રી પુત્રી પ્રિયંકરા નામની દાસીએ તે બનેના ભાવ જાણ્યા, બુદ્ધિમાને શું ન જાણી શકે ? તેઓની બુદ્ધિ બીજાના ભાવને જાણનારી હોય છે. 39. સરલ જયંતિએ વસંતને આદર પૂર્વક શ્રેષ્ઠભકિતથી જમાડી પોતે કપૂર પાન બીડું, ચંદન તથા ઉત્તમ વસ્ત્રોથી સત્કાર કર્યો. 40. મધુર વાણીથી પ્રિયંકરા દાસીએ તે કેશરાને કહ્યું, હે સખિ! તું પણ વસંતદેવને ગ્ય સત્કાર કર. પિતાના ભાઈની જેમ તારે પણ સત્કાર કરે જઈએ. 41. દર્શનની ઉત્કંઠા, લજ્જા, મદ, પ્રદના પ્રસંગ વડે વ્યાકુલ ચિત્તવાલી તે કેશરાએ વિશ્વાસી દાસી પ્રિયંકરાને કહ્યું. હે સખિ! તુંજ એને ઉચિત સત્કાર કર. 42. ત્યારબાદ પ્રિયંકરાએ પિતાના આંગણામાં ઉગેલા પ્રિયંગુવૃક્ષની નવી મંજરી ચૂંટીને, કંકલના ફલે લઈ આ વસંતની પાસે આવી અને આદર પૂર્વક બોલી,