________________ 213. કેટલાક બલવાન હૈધાઓ સાથે યશભંગી ચંડસેન ચેન પક્ષીના ભયથી દુર્ગા પક્ષી માળામાં ભરાઈ જાય તેમકિલામાં સંતાઈ ગયા. કિલ્લાનું રક્ષણ કરતાં છતાં બલવાન ચંડસેનને બાંધીને પાછો વળે ત્યારે પિતાનું નગર શૂન્ય જોઈને રાજાએ કાઈને પૂછયું. 214. તે બે હે રાજન! કયાંયથી આવી ભયની ખબરે સાંભળી કે બળવાન તે ચંડસેન શ્રીપુર રાજાને જીતશે તેથી હે લેકે ભાગી જાવ. આવું સાંભળી સર્વે લેકે નાશી ગયા. તેથી તારું આ નગર શૂન્ય થયું. 215. મૂલ વાતની શોધ કરતા માધવનું આ કામ છે. તેમ જાણી તેની જીભ કાપવાથી તે મરી દુર્ગતિમાં ગયે. આ પ્રમાણે રાજાઓની કથા પણ દુર્જનની મૈત્રી જેવી તથા નદીના કાંઠે રહેલી છાયા જેવી છે. માટે હે ભવ્ય પ્રયત્નપૂર્વક તે રાજકથા છેડી દે. 210. હે રાજન! આ પાંચે પ્રમાદ છેડવા પૂર્વક ચિત્તની શુદ્ધવૃત્તિથી ક્ષમાદિ દશવિધ ધર્મ પાલન કરતે મુનિ બને છે અને સમ્યકત્વ મૂલ બાર અણુવ્રત પાલન કરતા શ્રાવક... બને છે. સર્વ કલ્યાણને હસ્તગત કરતે આત્મા મોક્ષપદને મેળવે છે. - 217. આ લેકને અર્થ સર્ગ ૧૪માં લખાઈ ગયા છે તે સ્વ. પ. પૂ. આ. ભ. શ્રી વિજય દશન સૂરીશ્વરના શિષ્યરત્ન પંન્યાસ પ્રિયંકર વિજયજી ગણિવયે લખ્યું છે. સુજ્ઞ પુરુષોએ ત્રુટિ લાગે તે શુદ્ધ કરીને વાંચવું ભણવું. એ જ અભ્યર્થના. સર્ગ 18 મો 1 શુભ ધ્યાનમાં રહેલા, વિષથી વિરમેલા, ઘાતિ કર્મોથી રહિત થયેલા સાધુઓ જેને શુદ્ધ જ્ઞાનથી જાણે છે તે શ્રી શાંતિનાથપ્રભુ વક્તા અને શ્રોતાઓના કલ્યાણને કરે 2. સકલ પરિજન સહિત શાંતિજિનની દેશના સાંભળી, જાણે અમૃત કુંડમાં સ્નાન કરી કુચંદ્ર રાજાએ શાંતિનાથ ભગવાનને નમીને વિનંતિ કરી. 3. અતિનિર્મલજ્ઞાની હે પ્રભુ! ક્યા કર્મથી મેં આ વિશાલ રાજ્ય મેળવ્યું. તેમ ભેંટણામાં પાંચ સંખ્યાથી અધિક કઈ વસ્તુ મળતી નથી. તેનું કારણ શું? તે જણાવો. 4. તે ભેટ વસ્તુઓ સ્ત્રીઓ વગેરેને રોજ આપું છું. મને ભોગવવાની ઈચ્છા છતાં હું ભેગવી શક્તો નથી. બીજાને આપું અને હું ભેગવું નહિ. તેનું કારણ પણ કૃપા કરીને કહે. 5. શાંતિજિનેશ્વર બોલ્યા. હે રાજન! સુપાત્ર દાન વડે તમારા સહિત પાંચ પુરૂષથી મેળવેલું આ સુકૃત છે. આ પુણ્ય ક્યાં અને કઈ રીતે મેળવ્યું તે તમે સાંભળો. 6. આ દક્ષિણ ભારતમાં દેવનગરીસરખું કેશલ દેશને શોભાવનાર, લક્ષ્મીના મહેલ જેવું મોટું શ્રીપુર નામનું પ્રસિદ્ધ નગર હતું. 7. આ ઉત્તમ શ્રીપુર નગરમાં વણિક કુલમાં જન્મેલા અનુપમ પ્રીતિવાળા ચાર મિત્રો રહેતા હતા, તેઓના નામો આ પ્રમાણે છે.