________________ 78. આ પ્રમાણે કપટથી કુબુદ્ધિમિત્ર વિલાપકરી એમદેવમિત્રની પરણાથી ઘેર આવ્યા. 9. જન્મથી માંડી જગતને છેતરતે, ધનને છેડી, આત્માને છેતરી, મરીને સ્કંદ નામના ધોબીના ઘેર ગધેડીપણે ઉત્પન્ન થયે. 80 ત્યાં પણ ભાર ઉપાડવાથી થોડું આયુષ ભેગવી, મરણ પામી, અલ્પદ આપતી કુતરીના બચ્ચા કુતરી પણે જન્મ લીધે. 81. હડકવા થઈ. મરી, શીયાળ થઈ ત્યાંથી મરી, રત્નપ્રભા નરકમાં નારકપણે ઉત્પન્ન થયો. પિતાનું આયુષ્ય પૂર્ણ કરી, 82. નરકમાંથી નીકળી ગિરિવર્ધન નગરમાં વાયાત્રા પિતા અને અનુદ્ધરી માતાને પુત્ર થયા. 83. સમુદ્ર જેમ જલની ખાણ છે તેમ ધનને અતિભી ને મહાદેવી, લેભાનંદ નામે પ્રસિદ્ધ થયે. 84. વહાણમાં બેસી શું સુવર્ણદ્વીપ જાઉં? કે રત્ન ઉત્પન્ન કરનાર રોહણાચલ જાઉં? 85. કઈ મંત્ર લાવીને ગુફામાં પ્રવેશ કરૂં? કઈ ધાતુવાદીની સેવા કરી ધન એકઠું કરું? 86. યુવા અવસ્થામાં જેણે ધન મેળવ્યું નહિ. તે મૂર્ખ વૃદ્ધ થયા છતાં કઈ રીતે ધનનું સુખ મેળવશે. 87. મનુષ્ય પાસે ધન છતાં દેવ પણ ગુણ રૂપ બની જાય છે તેથી નવું ધન મેળવવા હું પ્રયત્ન કરીશ. 88. આવું હદયમાં વિચારી માતાપિતાને જણાવ્યું પુત્ર પ્રેમથી તેમણે હિતકારી વચન કહ્યું. 89. ગેંડાના જંગ જેવો અમારો તું એકને એક પુત્ર છે તેથી હે પુત્ર! તારો વિરહ સહવા અમે સમર્થ નથી. 90. અહીં રહીને વેપાર કરી ધન મેળવ અને અમને મુખ બતાવી, આનંદ આપી અમને રાજી રાખ. 9. આ પ્રમાણે રેક્યા છતાં કહા વિના તે ગયે. સાગર કાંઠે રહેલા ગંભીરપુર નગરમાં પહોંચે. 92. નગરમાં ફરતે તે વહાણવટીના ઘેર ગયો. ત્યાં વહાણને તૈયાર કરતો જોઈ આનંદિત થયો. 93. વેપાર કરવા જતા ગુણસાગર શેઠન ને કર બનીને શેઠની સાથે તે પણ ગયો. 94. પરિચય વિનાના પુરુષો પણ જે વિશ્વાસ કરે છે તે સજજન પુરુષે શું વખાણવા લાયક નથી? 9. અ ળ પવનથી વહાણ વેગપૂર્વક નહી પહેચ્યું. પહેલાં સાંભળ્યું હતું કે ત્યાં અધિક લાભ થશે એમ માનીને શેઠ ખુશ થયો.