________________ 55 27. બાલ્ય અવસ્થાથી ઉદ્ધત હેવાથી કોઈ કલા શીખે નહિ. શુક્ર ગ્રહની શોભાને ફેડનાર સૂર્યની જેમ તે બીજાને પીડા કરનારે થયે. 28. અવિચારી જડ જેવો તે યુવાવસ્થામાં દેવને ન નહિ, તેમ ગુરૂને પણ ન નહિ. ર૯. શ્રી સોમરાજાએ યુવાનીમાં બધા ગુણોવાળી કન્યા સાથે તેને પરણું. ૩૦એક દિવસ શયન ઘરમાં માનરાજ પતિને કન્યાએ કહ્યું, હે સ્વામી! કાંઈક પ્રશ્નોતરી કથા કહે. 31. આ સ્ત્રી કાંઈક જાણકાર સ્વભાવથી ઘણું અભિમાન રાખે છે અને ખરાબ વિચારવાળી મારી મશ્કરી ઉડાવે છે કરે તેવી સ્ત્રી વડે શું કામ છે કે જે અભિમાન કરે છે. જે રસોઈ ખારી હોય તેનું શું કામ? 33. આમ વિચારી તેણે બુદ્ધિશાળી સ્ત્રીને પણ ત્યાગ કર્યો, તે આંખથી પણ સામે જોતું નથી તે બોલવાની તે વાત જ શી ? - 34. આ રીસાયે છે એમ માની તેણીએ એક દિવસ કહ્યું. હે સ્વામી? મેં તમારે કાંઈ અપરાધ કર્યો નથી. - 35. તે હે સ્વામી? દાસી એવી મારી પર આવે ક્રોધ કેમ કરે છે? સ્વામી પ્રસન્ન હેય તે સ્ત્રીનું મન પણ પ્રસન્ન રહે છે. - 36 એ પમાણે મનાવ્યા છતાં તે તેને કોઈ બે નહિ ત્યારે તેના પગમાં માથું નમાવીને મનાવ્યો. 37 પંડિતાઈથી અભિમાની હેપપિણી? મારી આંખ આગળથી ખસ, આ પ્રમાણે અગ્ય બોલી, તેણીને ઘરથી બહાર કાઢી મૂકી. . * 38. ભૂતવડે પરાભવ પામેલા જેવી તેની પત્ની મહેલની બહાર રહેલી વાવડી પાસે જઈને આમ બોલી. 39, હે દેવે ? હે દેવીઓ? મારી આ વાણી તમે સાંભળો. હું અપરાધને નહિ જાણતા છતાં મારો પતિ મારા પર રષિત બન્યો છે. - 40. ને ગળે પકડીને ઘરથી બહાર કાઢી મૂકી તે તેના વિના હું જીવી શકું તેમ નથી માટે મરું છું. 41. પરલોકમાં તમારી મહેરથી આ સ્વામી મને મલજો એમ કહી પાણીમાં ઝંપાપાત કર્યો ને તરત જ મરણ પામી 42. તેની પાછળ આવી ગુપ્તપણે ઝાડ પાછળ સંતાઈ રહેલા તેના પતિ માનરાજે આ સાંભળીને પણ અભિમાનથી તેનું રક્ષણ કર્યું નહીં. 43. એક દિવસ સોમરાજા સભામાં બેઠો હતો ત્યારે કોઈક પ્રસંગે સિંહ નામને સામંત પિતે આવી વાણી બોલ્યો.