________________ 54 9. એક દિવસ દેહતી વખતે સ્તનમાં પીડાપામતી ગાયે પિતે પાટુ મારવા વડે તેને વગાડયું.. 10. હાથમાં રહેલી દૂધની ભરેલી દેણી પડી અને ભાંગી ગઈ. લાતના મારથી અધમ તે બ્રાહ્મણ ક્રોધી બન્યો. 11. લાકડી ઉપાડી તે ગાયને સખત મારવા લાગ્યા. તે ગાય પ્રહારની પીડાથી દુઃખી થઈ ધરણી ઉપર ઢળી પડી. 12. શું થયું. એમ ભ્રમિત બનેલી તેની સ્ત્રી આવીને તેને બેલી. વિશેષ જ્ઞાન નહિ હોવાથી કે તેને પશુ કહે છે. 13. હે સ્વામી તે અજ્ઞાની પશુમાત્રને મારવાથી શું? જાણકાર તમે દૂધ માત્રની પ્રાપ્તિ કરાવનાર તે ગાયને શા માટે હણી? 14. આ પ્રમાણે બોલતી ગર્ભવતી સ્ત્રી ઉપર રોષથી લાલચેળ બનેલા તેણે લાકડી મારવાથી તેણે મરી ગઈ. 15. તેને દુરશાપ દેતાં માતા પિતાને તેણે માર્યા. ક્રોધ કરતા તેવા માણસે ચાંડાલ કરતાં વિશેષ નથી; 16. આવું ખરાબ સાંભળી ગામના લોકો જલ્દી આવ્યા અને તેવાં કર્મ કરનાર બ્રાહ્મણને ધિક્કારવાં લાગ્યાં. 17. બ્રાહાણ, સ્ત્રી, ગભ તથા ગાયની હત્યા જેણે કરી તેવા કર્મ કરનારાનું મુખ જોવા લાયક નથી, તેનાથી બોલવામાં પાપ છે. 18. આ પ્રમાણે પરસ્પર બેલતા લેકને તે જ પ્રમાણે દંડ લઈ ક્રોધથી કંપતે તે મારવા દેડ. 19. તેને સિપાઈઓએ પકડી જેલમાં નાખે. ત્યાં વિવિધ દુઃખ સહન કરતે આયુષ્ય પૂરું કરી મરણ પામ્યો. 20. મરીને સાતમી નરકમાં નારક થયે. અતિશય પીડા સહન કરી આયુષ્યપૂર્ણ થયે મોટા સમુદ્રમાં મત્સ્ય થી 21. મરીને પાંચમી નરકે ગયે, ત્યાંથી નીકળી ગંગાદ્રહમાં માછલે થયે અને માછીમારોએ માર્યો.. 22. મરીને પક્ષી થયા. જાળમાં પકડાયેલા તેને પારધિએ નાશ કર્યો. તે અકામ નિર્જન રાથી દુઃખ ભોગવવા લાગ્યો. 23. ફરી ત્યાંથી કુજારાવત નગરમાં બ્રાહ્મણ થશે. વિષયેથી કંટાળી વૈરાગ્યથી તાપસ બને. 24. અજ્ઞાનપૂર્વક કષ્ટકારી તપ કરતા આયુષ્ય પૂર્ણ કરી, મરી, વ્યંતર દેવ થયે. 25-26. ત્યાંથી ચ્યવી ધનધાન્યથી શ્રેષ્ઠ એવા મહાનંદ નગરમાં શ્રી સેમ રાજા અને નંદામાતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલે માનરાજ નામને પુત્ર થયે. ધાવમાતાથી ઘણું કહ્યાં છતાં કોઈને માથું નમાવત નથી.