________________ પ૦ 256. તે દંપતીને તાપસ કષિએ નજીકમાં રહેલી નગરી પાસે મૂક્યા. સમીપમાં રહેલા સુંદર વૃક્ષને જોવાની ઈચ્છાથી તે બન્ને જણ ઉદ્યાનમાં ગયા. 257, મુનિ અને શ્રાવકની પર્ષદામાં રહેલા શ્રી ગુણરત્નસૂરિ જેઓ વિદ્યમાન ગુણના દરિયા છે એવા તે આચાર્યને બન્ને જણાએ જોયા. 258. ધર્મોપદેશને આપતા એવા તે મુનિના ચરણ કમલોને પ્રમાણ કરીને ભ્રમરરૂપી યુગલ જેવા કુમાર અને તેની પત્નીએ ધર્મોપદેશરૂપી પરાગની આસક્તિથી અત્યંત પ્રીતિને ધારણ કરી. 259 દેશના પૂરી થયા પછી ગુણવર્મા કુમાર બોલ્યો હે પ્રિયે! તારાવડે સંસારની અનિત્યતાને જણાવનારી આ સત્યવાણ બરાબર સંભળાય છે? 260. હે પત્નિ આ ચારિત્રવંત મહાધર્મનો ઉપદેશ આપનાર ઉત્તમ ગુરુ પાસે દુઃખ વ્યાસ વિષેની સેવાને છોડી હે દેવી હમણાં દીક્ષા લઈએ. 261. ત્યારે પત્ની બોલી. હે સ્વામી! સ્થાનને યોગ્ય વિચાર આપવડે કહેવા તે ગ્ય છે પરંતુ હજુ મહાઉન્માદના કારણભુત આપણું યૌવનપણું છે. 262. હે પ્રાણપ્રિય! તે વિષયાદિભોગ આપણુ વડે અત્યંત રીતે ભગવાયા નથી તે તેમાંથી નિવૃત્તિ કેવી રીતે આપણે લઈ શકીએ! 263. તે મહાન જ્ઞાની ગુરને પૂછીને જેમ ઉચિત લાગે તેમ આપણે કરીએ એવી સ્ત્રીની વાત સાંભળી ગુણવર્માએ સ્ત્રીને સ્પષ્ટ આ પ્રમાણે કહ્યું. ર૬૪. યૌવનપણું ઉન્મત્ત છે તે સંયમનો ઘાત કરનાર છે તે તારું કહેવું ઠીક નથી હે સુંદરી યૌવનપણમાં પણ ઘણું જ જિતેન્દ્રિય દેખાય છે. - ર૬પ. વૃદ્ધાવસ્થામાં પણ ઈન્દ્રિયોને પરવશ થયેલા જીવો પોતાના કુલને કલંકિત બનાવે છે માટે યૌવન પણું જ ઉન્માદનું કારણ નથી. અસંતુષ્ટ ઈન્દ્રિયે જ ઉન્માદનું કારણ છે. ર૬૬. મહાન પુરુષેથી સંતોષ કરાય છે પણ હીન આત્માઓ સંતેષ પામી શકતા નથી. જુઓ સંતોષ રૂપી રસાયણને પીને મોટા માણસો તપશ્ચર્યા કરે છે. 267. હે પ્રિયે કઈ જ્ઞાની ગુરુને પૂછીએ એમ જે તે કહ્યું તે પણ ઠીક નથી ધર્મમાં અંતરાય નામનુ કર્મ હોય છે. 268. આ પ્રમાણે દીક્ષા સંબંધી કાંઈક અંતરાય છે એમ જાણી શીલથી પિતાની રક્ષા કરતી સ્ત્રીને બહાર ઉદ્યાનમાં મૂકી તે નગરમાં ગયો. 26. તેણે જુગાર રમી કાંઈક ધન મેળવી રસોઈ કરનાર પાસે વીશીમાં જઈ વડા, રોટલા આદિ બનાવરાવ્યાં. ર૭૦. તે રાંધેલા અન્નને પવિત્ર પડીયામાં રાખી લઈને ઉદ્યાનમાં રહેલી કમલના જેવી નેત્રવાળી સ્ત્રીને જદિથી જમાડીને પિતે જમવા લાગ્યો. 271 જમ્યા બાદ વૃક્ષ નીચે બેઠેલે તે ગુણવર્મા શૂન્ય હૃદયવાળી પિતાની સ્ત્રીને જોઈને ચંચલ ચિત્તવાળો મનમાં વિચાર કરવા લાગે,