________________ 48 224 હે રાજપુત્ર ધ્યાન દઈને સાંભળ, આનંદ માટે વનમાં ફરતા મારા વડે આજથી ચાર દિવસ પહેલાં વૃક્ષોની અંદર અવાજ કરતી આ જોવાઈ ર૨૫ વનની અંદર ફરનારી હે પૂજ્ય દેવીઓ અને બીજી દિકકુમારીઓ દુર્ભાગ્યથી કપાળે લખેલા લેખવાળી અંજલિ જેડીને હું વિનંતિ કરું છું. ર૨૬ મારે માટે ઘણું દુઃખ સહન કરનાર એવા તેના માટે ક્યારે પણ હું તેના કાર્યમાં ઉપકારને માટે થઈ નથી. 227 તમને જોવાની ઈચ્છાવાળી એવી મેં ઘણા દિવસ સુધી સમુદ્રના કાંઠે બેસી રાહ જોઈ. હવે તેના વિના આ જીવનને ધારણ કરવા હું સમર્થ નથી. રર૮ વિગ રૂપી દાહવરથી પીડાતી હું તેને માટે પોતાના પ્રાણને તેની સાથે છોડું. એમ કહી વૃક્ષ ઉપર ચઢી ગળામાં ફાંસે નાખે. 229 રુદન કરતી આવી તેની અવસ્થા જોઈ, જલ્દી આવી, દયાથી વ્યાપ્ત એ હું બોલ્યા. સ્વભાવથી શાંત હે બહેન! તું આવું ફેગટ સાહસ ન કર. 230 વેદ વિચારક તે તાપસે જ્ઞાનથી જાણી તેને જણાવ્યું કે આજથી ત્રીજે દિવસે તારે સ્વામી અહીં આવશે. - 231 મારૂં કહેલું સાંભળી તે વૃક્ષથી નીચે ઉતરી, મને નમી. મારી સાથે આવીને સરલતાથી મારા આશ્રમમાં ત્રણ દિવસ સુધી રહી છે. ર૩ર ફરી અહિંથી આજે પણ ભાગી જતી હતી પરંતુ તાપસના સમુદાયે હાથે પકડીને બેસાડી તેટલામાં હે ભદ્ર તારૂ આવવું થયું. એમ બેલી જ્ઞાની સાધુ અટક. 233 ગુણવર્માથી પૂછાયેલી કનકવતીએ પિતાનું વૃત્તાંત આવી રીતે કહ્યું કે તે વિદ્યાધરે મને આ ઉંચા પર્વતના શિખર ઉપર મૂકી હતી. 234 હે નાથ! તે પર્વતના શિખરથી મહામહેનતે નીચે ઉતરી અને ફરતી અહીં આવી. બાકીને બધે વૃત્તાંત તમે જાણે છે. 235 પર્વત પાસેની નદીના પાણીમાં સ્નાનાદિ કરીને અને અત્યંત મધુર ફલે ખાઈને બાકીનો દિવસ વીતાવ્યું. 236 તે પછી એક હેકાણે કેળના ઘરમાં રાત્રીમાં પરસ્પર એક બીજાને ભેટીને સૂતા હતા ત્યાં તે વિદ્યારે ફરીથી રોષથી ઉપાડીને બન્નેને સમુદ્રમાં બીજી વાર ફેકી દીધા. 237 ફરી પણ સમુદ્રના કિનારે પૂર્વની જેમ પાછા બને ભેગા થયા ત્યાં દઢવર્માનો પુત્ર ગુણવર્મા કુમાર સ્ત્રીની આગળ વૈરાગ્ય સહિત બોલ્ય. - ર૩૮ અરે પૂર્વે કરેલા કર્મોને સૂર્ય, ચંદ્ર, દેવતા, વિદ્વાન અને બલભદ્ર વિગેરે મહાપુરુષ પણ અન્યથા કરવા શક્તિમાન નથી તે આશ્ચર્ય છે. ર૩૯ પૂર્વે મહીપતિઓના મસ્તકેથી પૂજાએલા પાદપીડ જે રાજ્યમાં છે એવું રાજ્ય કયાં છે અને ઉપરા ઉપરી આવતા મહાન ભેગવાતા દુઃખ ક્યાં? 240 સતી ઈશાન રાજાની પુત્રી તે કનકવતીએ બીજા સેંકડો ધીર પુરુષોના ચરિત્ર કહી તેના મનને ખેદ ક્ષણ વારમાં દૂર કર્યો.