________________ 33 . 122: શંકર ત્રણ ચક્ષુ વડે, રાજા પ્રભુ મંત્ર અને ઉત્સાહ એ ત્રણ શક્તિ વડે, સાધુ મન-વચન-કાયાની ગુપ્તિ વડે શોભે તેમ શ્રેષ્ઠ ધર્મ પણ ત્રણ રત્ન વડે જ શોભે છે. 123. તે સમ્યક જ્ઞાન, સમ્યફ દર્શન, સમ્યફ ચારિત્ર એમ રત્નત્રયીને જિનેશ્વર ભગવં. તોએ મોક્ષ માગ કહે છે. અને તે જ પ્રાપ્ત કરેલાં પાપોના ક્ષયનું કારણ છે. 124. પ્રભુએ કહેલી રત્નત્રયીની આરાધના કરી ભવ્ય રાગ રહિત બની પૂર્વે મોક્ષમાં ગયા. વર્તમાનમાં આરાધન કરી મોક્ષે જાય છે અને ભવિષ્યમાં આરાધન કરશે તે રાગ રહિત બની મેક્ષે જશે. તેથી તે ડાહ્યા માણસો? તમે પણ સારી રીતે સમજી ધ્યાનમાં લીન બની ત્રણ રત્નનું આરાધન કરે કારણકે ઉગ્ર કમનો નાશ કરવામાં બ્રહ્માસ્ત્ર સરખી આ રત્નત્રયી છે, એ 124 125. બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ, અલંકારમાં હીરા જેવો સુશોભિત ચકાયુધ રાજા અમૃત દેશના સાંભળી બોલ્યા હે પ્રભુ? મેહરૂપી અંધકારને દવામાં શરદઋતુને સૂર્યના પ્રકાશ સરખી તેજસ્વી દીક્ષા મને આપે. 126. ભગવાને કહ્યું કે હે રાજન! તું પ્રમાદ કર નહીં. ચકાયુધ રાજા ઘેર જઈ પુત્રને રાજ્ય ઉપર બેસાડી ભૂમિધન વિગેરેનું દાન કરી હાથી ઉપર બેસી પરિવાર સહિત પ્રભુ પાસે આવી નમસ્કાર કરી બોલ્યો. “હે પૂજ્ય! તારે,” એમ ઊંચેથી બોલી પુણ્યશાલી રાજાએ દીક્ષા ગ્રહણ કરી. 127. પ્રભુની વાણીમાં રહેલા 35 અતિશયોની જેમ મોક્ષના અભિલાષી સદ્દગુણ પ્રધાન પાંત્રીશ રાજાઓએ તેની પાછળ દીક્ષા ગ્રહણ કરી મુનિઓમાં શ્રેષ્ઠ તેઓને ગણધર પદે સ્થાપ્યા. અને ચાયુધાદિ ગણધરને શાંતિનાથ ભગવાને ઉત્પત્તિ વિનાશ અને ધ્રુવથી પ્રસિદ્ધ ત્રિપદી સંભળાવી. 128. છત્રીશ ગુણના ધારક પાંત્રીસ ગણધરેએ તે ત્રિપદીને અનુસારે ઉદાર હૃદય રૂપી ભૂમિમાં બાર અંગેની રચના કરી. શાંતિ જિનેશ્વરે તેવા યોગ્ય જીવોને સેવા કરવા માટે ગણધર પદવીથી વિભૂષિત કર્યા તે ઉચિત જ છે. 129. શાંતિ જિન પાસે મનુષ્યની સ્ત્રીઓએ પણ વૈરાગી બનીને દીક્ષા ગ્રહણ કરી. ઘણાય પુરુષ અને સ્ત્રીઓએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો અને પહેલે પહેરે પુરો થયા પછી શ્રમને દૂર કરવા માટે પ્રભુ દેવછંદામાં પધાર્યા. 130. પછી પ્રથમ ગણધર ચક્રાયુધ પ્રભુને પાદપીઠ ઉપર બેસીને ભવ્યોના કલેશને નાશ કરવા માટે અદ્વિતીય દેશના રૂપ ધર્મ કથા કરી. તે સાંભળીને સર્વ માનવે પિતપતા ને સ્થાને ગયા. 131. જમણા હાથમાં બીજેરાને ધારણ કરતે, ડાબા હાથમાં માળા અને નળીયાને ધારણ કરતે, ડુકકર સરખા મુખવાળ, ભાદરવાના મેઘની જેવી કાંતિવાળો, હાથીથી જોડાયેલા રથ ઉપર બેઠેલે, જગતમાં શ્રેષ્ઠ પ્રભાવશાળી ગરૂડ યક્ષ શાંતિનાથ ભગવાનના તીર્થમાં શાસન સેવાને અધિકારી યક્ષ બન્યા.