________________ 109 દુરાગ્રહી–અતિ વિષવાલી સર્પિણી રૂપી જે માયાને જેઓ સ્પશેલા તેમજ ડંખાયેલા પુરુષ ફરી પુણ્ય રૂપી જીવનને પામતા નથી. 110. વિવેકી મનુષ્યો પરલોકના સાધન તરીકે પુણ્યને માને છે. તેવા મનુષ્યો માયાને આશ્રય કેમ કરે કારણ કે માયા કરવાથી પાપ થાય છે. 111. જે બુદ્ધિમાન મનુષ્ય સરલતા વિના માયાને જીતવા ઈચ્છે છે તે વિના જાંગુલી મંત્ર પદ્મ નાગણીને પકડવા ઈચ્છે છે. 112. લેભથી મનુષ્ય હિંસા સેવે છે, જુઠ્ઠું બોલે છે વસ્તુની ચોરી કરે છે. પરસ્ત્રીને ઈચ્છે છે અનેક વસ્તુઓને સંગ્રહ કરે છે લેભી કયું પાપ કરતું નથી ? 113. દુઃખનું પ્રધાન કારણ લે છે. તેથી મેક્ષ મેળવવાને માટે લેભને છેડે ને તેને નાશ કરવા માટે સુખનું કારણ સંતેષ અને સત્યને સ્વીકાર કરે. 114. હાથીઓને જન્મ ભૂમિ વિધ્ય ગીરીને વિરહ-રેવા નદી ની જલક્રીડાને વિરહ પિતાની પ્રેમીકા હાથીણીના સંગને વિરહ તીર્ણ અંકુશના મારને સહન કરે– આ બધી દુર્દશા વિષય ભેગની ઈચ્છાથીજ સહવી પડે છે. 115. જે મત્સ્ય કામદેવની ધજામાં રહેલું છે. હંસની કલાની જેમ દૂધ પાણીના સ્વાદને લઈ શકે છે. જેમ ઊંડા નિર્મલ જલમાં સજજન પુરુષનાં ચિત્તની જેમ વિચરી શકે છે તે મત્સ્ય પણ જીભની લુપતાથી જાલમાં પડીને મૃત્યુ પામે છે, 116. સુગધી ખીલેલા માલતી પુષ્પને ત્યજી તેમજ આંબાની મંજરીની સુગંધને છેડી હાથીના કપલ પર રહેતા મદના ગંધની લૂપતાથી તેના ઉપર બેસતે ભ્રમર વારંવાર હાલતા હાથીના કાનના મારથી જલ્દી મરણ પામે છે. 117. બ્રહ્માએ પક્ષી, મનુષ્ય, બળદ જાતિ કરતાંય વધારે ભમવા માટે ભ્રમરને છપગને ચાર પાંખો આપી છે. તે પણ તે ગંધના લેભથી જ મરણ પામી જાય છે. 118. જન્મથી માંડી આંખનું દૂષણ જે જાય નહી વળી અનેક વિધ રૂપો જોવામાં તલ્લીન બનીને બલવાન પાંખો પામીને પણ દિવાને સુવર્ણ સમજતું પતંગીયું દીપકમાં પડી મરી જાય છે, 119. જે હરણ વાયુનું વાહન છે જેના નેત્રેની ઉપમાથી સ્ત્રીઓને બોલાવવામાં આવે છે. તે મૃગ પિતાનું રક્ષણ કરવા અમૃત પાનની ઈચ્છાવાળા ચંદ્રની સેવા કરે છે. તેજ ગીત સાંભળવામાં તલ્લીન બની પારધિના બાણ વડે માર્યો જાય છે. 120. એક એક વિષયમાં લીન બનેલે જીવ પણ જે મરી જાય છે. તે સેવન કરાતા પાંચેય ઈદ્રિના વિષયે મરણ માટે કેમ ન થાય? તેજ કારણથી હે ભવ્ય છે સંયમ રૂપી રને લુંટવામાં તલ્લીન બનેલા કામ ક્રોધાદિકને જીતવા માટે ચારે તરફ વિવેક રૂપી પહેર ગીરેને સ્થાપી મોક્ષપદનું આલંબન લે. 121. સમગ્ર ઇંદ્રિયની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવવાથી એકઠા મળેલા વિષયોમાંથી હે પંડિતે ચિત્તને જ્યાં સુધી વિમૂખ નહીં બનાવે ત્યાં સુધિ દુર્ગતિમાં પડતાને રોકવામાં સમર્થ જિન-ભાષિતનિર્મળધર્મને શુદ્ધ સ્વરૂપે કેવી રીતે જાણશે ?