________________ ( 34 132. શ્રી શાંતિનાય ભગવાનના તીર્થમાં સ્ત્રી સમૂહથી યુકત નિર્વાણ દેવી-શાસનદેવી તરીકે પ્રસિદ્ધિને પામી. જેના પહેલા જમણા હાથમાં પુસ્તક, બીજા હાથમાં કમલ તેમ ડાબા હાથમાં પદ્મ અને બીજા ડાબા હાથમાં કમંડલ ધારણ કરેલાં શોભે છે. શ્રી શાંતિ પ્રભુ ભવ્ય જીવ રૂપી કમલને ઉપદેશ દ્વારા વિકાસ કરો. 133. ગરૂડ યક્ષ અને નિર્વાણી દેવીથી નિત્ય સેવાતા, મોટા મોટા પંડિતેથી ઉપાસના કરાતા, સમતા રૂપી ખજાનાને સૂર્યની જેમ ઊલાસ પમાડતા, ક્ષીણ ચંદ્રને વધારતા, પૃથ્વી તલને પાવન કરતા, શ્રી શાંતિનાથ ભગવાન ભવ્ય રૂપી કમલેના વિકાસ રૂપે કલ્યાણ કરતા વિહરવા લાગ્યા. 134. અર્થ પૂર્વની જેમ જાણે આ ૧૫મા સર્ગને અર્થ પન્યાસ શ્રી પ્રિયંકર વિજયજી ગણિવર્યું સંપૂર્ણ લખે છે. સર્ગ ૧૬મો 1 કેવલજ્ઞાન વડે તથા અનુપમ શોભાવડે જે પુરુષોત્તમ જણાય છે તેવા શ્રી શાંતિનાથ ભગવાને તમારા આનંદને વિસ્તારે. 2 અજ્ઞાન રૂપી તમને નાશ કરતા અને પૃથ્વીને પાવન કરતા સૂર્ય જેવા શ્રી શાંતિનાથ પ્રભુ હસ્તિનાપુરમાં પધાર્યા. 3 ઉદ્યાનપાલકો પાસેથી જિનેશ્વરમાં ચકવર્તી એવા પ્રભુનું આગમન સાંભળીને કુરુચંદ્ર રાજા હર્ષપૂર્વક આવેલ પુરુષને સંતોષપૂર્વક દાન આપીને પ્રભુને નમવા ગયે. 4 પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને નમી તથા ગણધરોને વંદન કરીને રાજાઓમાં અગ્રેસર એ કુચંદ્ર યોગ્ય ભૂમિપર બેઠે. 5 સરેવરના જલની જેમ સજજનોને બોધ પરોપકાર માટે થાય છે. તે પ્રમાણે રાજા બેસતે છતે જિન ચક્રવર્તી એવા પ્રભુએ ધર્મદેશનો આપવી શરૂ કરી. - 6 હે ભવ્ય, અતિશય દુખે કરીને મેળવી શકાય એવા ચિંતામણિ રત્ન સરખા મનુષ્યભવને પામી, પ્રમાદ છોડી, તત્વને વિચારી, મોક્ષને માટે તમે ધર્મ આદર. - 7 ડાહ્યા માણસ અહિં ઝેર, દુશ્મન તથા સિંહના ભયથી જેટલા ડરતા નથી તેથી વધારે, દુષ્ટ પરિણામવાળા અને લેકના સ્વાર્થને નાશ કરનારા પ્રમાદના ભયથી ડરે છે. 8 1 મદિરાપાન, 2 વિષય ઈચ્છા, 3 કામક્રોધાદિને સંગ, 4 સ્ત્રી સેવન, પ. પુણ્ય રૂપી વૃક્ષને નાશ કરનાર વિકથાને અનુરાગ પંડિતોએ પ્રમાદના આ પાંચ પ્રકાર બતાવ્યા છે. 9 તેમાં મુખ્ય મદિરાનું સેવન છે. જેના સેવનથી આ ભવમાં ધનને નાશ તથા પરભવમાં નરકનું દુઃખ પાપ્ત થાય છે. સ્કંદિલ નામને પુત્ર દુઃખ પામે તેમ પામે છે,