________________ 76 સમવસરણમાં તીર્થકર ના મહા પ્રભાવથી જરાપણ ભય નહોતે ખરાબ વાતે પણ નહોતિ મત્સર ભાવ તે દેખાતે જ નહોતે કઈ પ્રકારનું દુઃખ પણ નહોતું-તેમ કેઈનું દબાણ પણ નહોતું. 77 પ્રથમ કિલાના મધ્યમાં સિંહને હાથી જેવા સકલ વૈરી તિર્યએ પણ માં માંહે પ્રેમી બનીને સુખ પૂર્વક રહ્યા. 78 ને છેલ્લા ત્રીજા કીલ્લામાં રાજાને દેવોના શત્રઓ વિદ્યમાન છતાં પણ મિશ્ર થવા છતાં પણ પીડા રહિત હતા તે પ્રભુને જ મહિમા છે. * 79 ઉદ્યાન પાલકે જલ્દી ચકાયુધ આગળ આવીને હે રાજન ત્રણ લોકના નાથને આજે કેવળજ્ઞાન થયાની વધામણી આપીએ છીએ. 80 તે સર્વેને રાજાએ યથા યોગ્ય સન્માન કરી જદી પ્રભુ પાસે વંદન કરવા ચાલ્યા પુણ્ય કાર્યોમાં કયે પુરુષ પ્રમાદ કરે ? 81 પાંચ અભિગમ સાચવી રાજાએ વિનય પૂર્વક નમી ઉત્તર દિશામાં પ્રવેશ કર્યો. આ 82 હે સર્વજ્ઞ ! પ્રભુ પ્રથમ તમારી સેવા કર્યા વિના ત્રણ દુર્ગતિ રૂપ આ સંસારમાં હું ભાગ્યે આ પ્રમાણે બોલતે તેણે પ્રભુની ત્રણ પ્રદક્ષિણા કરી. 83. શાંતિ જિનના દર્શનથી હું આજે ઘણો જ આનંદ અનુભવું છું. આવા આનંદના આંસુવાળા થયેલા રાજાએ આથી મને શું એમ વિચારી આંસુ લેહિ નાખ્યાં. . રાજાઓમાં ઉત્તમ ઈન્દ્ર જેવાં ચકાયુધ રાજાએ ભતિ પૂર્વક પ્રણામ કર્યો, અને મસ્તકે અંજલી જેડી પ્રભુની સ્તુતિ કરવા લાગે. 85. બૃહપતિ જેવી મારી શ્રેષ્ઠ બુદ્ધિ નથી, શેષ નાગના મુખમાં હજારે જીભે જેવી મારે જીભ પણ નથી. તે પણ તમારે આશ્રય પામેલે હું તમારામાં રહેલા કેટલાક ગુણોની સ્તુતિ કરીશ. 86. હે જિનેશ્વર જેમ ગરુડથી સર્પોના કુળ આનંદ રહિત બની જાય તેમ તેમ પિતાની શકિતથી મેક્ષ માર્ગના બાધક આઠ કર્મોને શાંત કર્યા. 87. સર્વત્ર ઠેકાણે મહા પરાક્રમી મેહ રૂપી સિંહને તમે જીતી લીધે એક સિંહ બીજા સિંહને જિતવા માટે શું પરાક્રમ નથી કરતે કરે છે. 88, શરીર ઉપરની રજ દૂર કરનાર ગંગાના પવિત્ર જલ જેવી તમારી ત્રણ ભુવનને ઉપકાર કરનારી પવિત્ર વાણું ભવ્ય જીવોને આત્મ cષ દૂર કરી મોક્ષ સ્થાને પહોંચાડીને પછીજ પાછી ફરે છે. 89. કલ્પવૃક્ષ જડ હોવા છતાં દેવોને પણ ઇચ્છિત આપે છે. તે હે પ્રભુ તમારુ નામ સ્મરણ કરનાર ભવ્ય જીવો ઈચ્છીત મેળવે એમાં શું આશ્ચર્ય ? 90. મલ્લિકા વિગેરે બીજા પુછ્યું હોવા છતાં ભ્રમરનું ચિત્ત માલતી પુષ્પમાં જ રહે તેમ બ્રહ્માદિ દેવ હોવા છતાં મારુ મન આપના ચરણ કમલની સેવામાં જ રહે છે. 91. જે આપના ચરણને સેવે છે, તે લક્ષ્મી અને ગુણોને મેળવે છે તે વિદ્વાન થાય છે. વળી આપની આદર પૂર્વક ભક્તિ કરે છે તેને મુકિત આદિ દુલભ નથી. 92. હે શાંતિનાથ આપના ચક્રવતી રાજ્યની ઈચ્છા નથી. તેમ દેવલોકમાં ઈન્દ્ર બનવાની ઈરછા નથી, પરંતુ ભવભવમાં તમારા ચરણની સેવા માગું છું.