________________ 25 338 આ પ્રમાણે દેવ સહિત ઇદ્રો શ્રી શાન્તિનાથ જિનેશ્વરને નમીને હર્ષિત થયેલા નંદીશ્વર દ્વીપે ગયા ત્યાં જઈને આઠ દિવસ સ્નાત્ર મહોત્સવ કરી, ઉત્તમ ભાવવાળા થયેલા દેવે પિત પિતાને સ્થાને ગયા. 33 શ્રી ગુરગચ્છમાં શિરોમણિ સમાન શ્રીમાનભદ્રસૂરિના પાટે વિજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા સુગુરુ શ્રી ગુણભદ્રસૂરિ થયા તેના શિષ્ય શ્રી મુનિભદ્રસૂરિ કવિ વડે રચાયેલ 16 માતીર્થકર શ્રીશાન્તિનાથ ચરિત્ર મહાકાવ્યમાં 14 સર્ગ પૂરે થયો. સર્ગ 15 1 જેમ ચાર લોકપાલથી પરિવરેલા સૌધર્મેન્દ્ર હોય તેમ મતિ આદિ ચાર જ્ઞાનથી સેવાતા પ્રભુ શાંતિનાથ તમારા કલ્યાણ માટે થાવ. 2 પ્રભુ ઈર્યા પથિકિમાં ઉપયોગ રાખી. બીજા દિવસે વિહાર કરતાં હિમાલયના શિખર જેવા ઉંચા મંદિર નામના પાટણમાં ગયા. - 3 પ્રભુ અમારે ઘેર પારણું કરી અમારુ ઘર આંગણું પવિત્ર કરે એમ માની બધા પિત પિતાના ઘર આગંળ ઉભા રહ્યા. ( 4 પ્રભુ બધા ઘરોની પંક્તીનું ઉલ્લંઘન કરતા સુમિત્ર રાજાના મહેલ તરફ જતા પુણ્યદયથી ખીંચાયેલા સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા લાગ્યા. 5. પ્રભુને આવતા દેખી રાજા ઉતાવળે ઉભો થઈ સામે ગયે અને છત્ર ચામરને ત્યાગ કરી હર્ષથી પરમેશ્વરને વંદન કર્યું. 6. કેઈકને અનેક પુણ્યથી ધન પ્રાપ્ત થાય, કલ્યાણકારી કાર્યમાં કેઈકને ચિત્ત પ્રાપ્ત થાય, અને કેઈકને ગુણ લક્ષમીનું પાત્ર પ્રાપ્ત થાય, તે ત્રણેવસ્તુ હાલમાં મને તે પ્રાપ્ત થઈ ગઈ 7. પિતાના ચિતમાં હું આજે ધન્ય છું એમ માનતે હર્ષથી રામરાજી ખડા થયેલા છે જેના એ પ્રભુને દૂધપાક વહોરાવીને રાજાએ પારણું કરાવ્યું : 8. શરદ ઋતુમાં ચંદ્રની ચાંદનિ જેવા સફેદ દૂધથી પરિપૂર્ણ હસ્ત કમળવાળા ભગવાન જાણે હાથમાં શુકલ ધ્યાન જ ન હોય એમ જણાય છે. સુમિત્ર રાજાના પુણ્ય સમૂહને પ્રગટ કરતી હોય તેમ વર્ષાકાળના મેઘની ગંભીર ધ્વનિ સરખી વાગતી દેવ દુંદુભિ લોકોએ સાંભળી. 10. પ્રભુનું પારાગુ થયા પછી દેએ તે રાજાના મહેલમાં તુલના ન થઈ શકે તેવી મહત્તાને પ્રાપ્ત કરાવવા માટે જ હોય તેમ કિંમતિ રત્નની વૃષ્ટિ કરી. 11. જે મહેલમાં શાંતિનાથ પ્રભુ પધાર્યા તે સ્થળ દેને પણ પૂજનીય છે. તેમ માની દેવોએ તેના મહેલના આંગણામાં પુષ્પની વૃષ્ટિ કરી. શાં-મા 4