________________ 205 પૃથ્વી ઉપર શત્રુઓને કાબુમાં રાખતા પ્રભુનું રાજ્ય શરૂ થતાં કેવલ રોમાંચ એજ કંટક સ્વરૂપ થયા, કારણ મનુષ્યને સારાં કાર્યોમાં લીન પણ હોય છે અને ભયંકર રૂપ તરીકે શિવની જ પ્રસિદ્ધિ હતી. 206 સર્વાર્થ નામે મહાવિમાનથી દઢરથનો જીવ ચક્રસ્વપ્નથી સૂચીત યશોમતીની કુક્ષિમાં ઉત્પન થયે. 207 અંગે લક્ષણવાળ ને મહાતેજસ્વી પુત્રને રાણીએ જન્મ આપ્યો તેમાં પ્રભુની છાંયાં તરી આવતી હતી જેમ દિવાથી દિવ દેખાય તેમ. 208 યશોમતી જ્યારે ગર્ભવતી હતી ત્યારે દિશાઓમાં પ્રકાશ પામતુ ચક્ર જોયું હતું તેથી વિધિપૂર્વક માતાપિતાએ ચકાયુધ નામ થાપ્યું - 200 તે પુત્ર અનુક્રમે કલાચાર્ય પાસે ભણીને ગુરુના મનને હર્ષ પમાડતો બાલ્યાવસ્થા એલંધી વનપણને પામ્યા. 210 પિતાસ્વરૂપ ઉત્તમ પ્રભુએ સભાગ્યને સમૃદ્ધિશાલી ધનુર્વેદના જાણકાર પુત્ર ને રતિ રંભા સરખી રાજ કન્યાઓ પરણાવી. 211 એમ પ્રભુ શાંતિજિન ચક્રિ આ પૃથ્વીનું પાલન કરતાં ને રાજાઓથી સેવાતાં પચીશ હજાર વર્ષો વીતી ગયા. 212 શસ્ત્રરક્ષક કાર્યને જાણતા એવારાજાને નમી બોલ્યા, હે રાજન ! આયુદ્ધશાલામાં પિતાની કાંતિવડે શોભીત ચક રત્ન ઉત્પન્ન થયું છે તેની વધામણી આપું છું. 213 આયુધ શાલામાં હજારે કિરણ વાળા સૂર્યની જેવા એકહજાર આરાવાળું ચક કોઈ રીતે પ્રવેશ કરી તારૂ સાનિધ્યમેળવી શું રાહુને જીતવાની ઈચ્છા જ જાણે કરતુ ન હોય ! 214 પ્રભુએ ચક્રરત્ન પાસે આવી તેની સન્મુખ મનુષ્ય પાસે આઠદિવસ પૂજા કરાવી. ત્રણજ્ઞાનવાન પ્રભુ શું નથી જાણતા બધું જાણે છે. 215 આઠ દિવસ પુરા થયે ચક્રરત્ન આકાશમાં પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલ્યું અને તે પાસે રહેવાથી જ ત્યારથી સૂર્ય જગતમાં એકચક્રવાળા તરીકે પ્રસિદ્ધિને પામે. - 216 એક હજાર યક્ષેથી સેવાતુ ચક્રરત્ન, તેની પાછળ 16 કરેડ પાયદલ લકરથી યુક્ત, સેનાના ચાલવાથી ઉડતી રજથી દિશાઓને આચ્છાદિત કરતી જિનચક્રવતિની સેના ચાલી. 217 મંદગતિવાળા હાથીઓ આગળ ચાલતાં હમણ આપણેજ સ્વામી છીએ એમ માનતાં મદઝરવાથી ધૂલને શાંત કરતાં પ્રયાણ કર્યું. 218 સુવર્ણના બનાવેલ પલાણવાળા, અનેક દેશના પવનવેગી ઘોડાઓની પંક્તી ચાલી જેમણે વેગથી પવનને જય કર્યો તેથી પવન પણ મૃગવાહન કહેવાય. 219 આત્રણ ભુવનના પતિ પ્રભુ શાંતિનાથ ભગવાન પોતાને ઉચું અને સનાતન સ્થાન આપ એવા આશયથી જ જાણે ઉંચ ચિત્કાર શબ્દો કરતા રથની પંકતી ચાલી. 220 વિજય લક્ષ્મીથી શોભતી આજ્ઞાપાલક પ્રભુની સેનાના હાથમાં ચમક્તા ભાલા તથા તલવાર સહિત બલના પ્રતિક જેવા પ્રભુના સુભટે ચાલ્યા,