________________ 190 હે વિભુ માતૃકાથી દ્વાદશાંગીના તમે ઉપદેશક છે એમ બોલતા પંડિતે વિદ્યા થીઓને જિન અને જિનજનનીને દેખાડયાં. 161 બને પ્રભાકર તો છે છતાં તે બન્નેમાં વધારે શ્રેષ્ઠ કોણ છે તે જોવા માટે ત્રીજા દિવસે પિતાએ પુત્રને સૂર્યોદયનું દર્શન કરાવ્યું. 162 તેજ દિવસે સાયંકાલે ચંદ્રનું દર્શન કરાવ્યું કારણ કે આ તીર્થકરના દર્શનથી ચંદ્રનું કલંક જેવું દૂષણ નાસી જાય, ' 163 તે વિશ્વસેન રાજા સુવર્ણ વસ આપીને બધાને સંતુષ્ટ બનાવીને છઠ્ઠી રાત્રે જાગરણ કર્યું જેના ઘરે જંગમ કલ્પવૃક્ષ સર તીર્થકરને જન્મ થયો છે તેથી અધિકમાં અધિક દાન આપે તેમાં શું આશ્ચર્ય ? . 164 ગર્ભમાં જ્યારે પ્રભુ હતા ત્યારે સંપૂર્ણ ઉપદ્રવ નાશ થયા તે કારણે ૧ર મે દિવસ થતાં નગરનારીઓ અને બધા મહાજનની સાથે રહીને તે પુત્રને શાંતિનાથ નામ પાડ્યું 165 ઈદ્ર વડે સ્થાપન કરાયેલા અમૃતવાલા અંગુઠાનું પાન કરતા અનેક ધાવ માતા. વડે પાલન કરાતા અનુક્રમે વધવા લાગ્યા. - 166 ચંદ્રમાની જેમ નિર્મળ ગુણ વડે વધવા છતાં પણ બાલક્રીડા કરતો તે એ શોભવા લાગે, કે જાણે કાલનું સ્વરૂપ બતાવનારની કીડા કેમ પ્રિય ના લાગે! 167 મણી રત્નના જડેલા પારણામાં શાંતિકુમાર દર્પણની જેમ ઉર્ધ્વ મુખે સુવે છે ઉર્ધ્વમુખ સુનાર નિરતર બલને પ્રાપ્ત કરે છે, તે જિનને જોવાની ઈચ્છાવાળા પૂણ્યશાલીઓની દુર્ગતિ હું દુર કરૂ છુ એમ જણાવે છે. 168. સૂર્ય રાહુથી ઢરતે છતાં કિરણો ફેલાવે છે. પરંતુ ભયરહિત અને બદ્ધ મુષ્ટિવાળા પ્રભુ ત્રણ જગતને અભયદાન આપે છે. 16. માતાપિતાના પરિવારના હૃદય ઉપર ક્યારેક મુખ ઉપર ક્યારેક મસ્તક ઉપર બીરાજતા ને આભૂષણોથી શોભતા ભગવાન આ જન્મમાં મોક્ષ સુખને આપે છે. 17. કઈ વખતે પ્રભુને બોલાવતા છતાં અજાણની જેમ ઉત્તર આપતા નથી. ક્યારેક પ્રૌઢ પંડિતની જેમ સભાને રંજન કરનારી વાણી બોલે છે. 171. પ્રભુના ચરણના સ્પર્શથી આ પૃથ્વીએ રત્નગર્ભા નામ નિરર્થક ન ધારણ કર્યું પરંતુ તે ત્રણ જગતની સૌભાગવતી સ્ત્રીઓના ગર્વને હરણ કરનારી બની. 172. સુંદર પ્રભુની કેશાવલી જોઈને લોકો હર્ષિત થયા, હંસને કાગમાં હૃદયથી સમષ્ટિ વાળી પ્રભુ પૂજ્ય બન્યા, 173. જ્યારે ભગવાન કીડાને ઈચ્છતા હતા, ત્યારે ઈદ્રની આજ્ઞાથી રમતનાં સાધન દેવ પ્રભુને આપતા હતા. અને પ્રભુની સાથે કીડા કરતા હતા, 174. મેરુ સરખા ઉંચા મહિમાવાળા દેવના સમુહ સાથે કીડા કરતા માતાપિતાને દરેક ક્ષણે આનંદ ઉપજાવતા અનુક્રમે શાન્તિનાથ ભગવાન ચાલીશ ધનુષ પ્રમાણે ઉંચી કાયાવાળા થયા,