________________ 133 પ્રભુનું સ્નાત્રજ ઇંદ્ર એ પિતાના મસ્તક ઉપર રેડ્યું. કેઈએ ચક્ષુ ઉપર લગાવ્યું, કેઈએ સ્નાત્રજલ ચંદનની જેમ લલાટે લગાડયું અને હજારો કલેશ નષ્ટ થવાથી આજે પિતાને જન્મ સફલ થયે એમ માન્યુ. 132 સૌધર્મ ઈદ્ર પ્રભુનું શરીર ગંધ કષાય વસ્ત્રથી લુંછી મલયાચલના ચંદનથી વિલેપન કરી મર્યાદાવાળી અષ્ટ પ્રકારની પૂજા કરી, આશ્ચર્ય તે એ છે કે આવા કાર્યોમાં ઇન્દ્રની વૃત્તિ અલના પામે ન પામે ખરી! 137 સુગંધી ચૂર્ણ, કૃષ્ણગુરૂ ધૂપનું ઉવેખ, અખંડ ચેખા, નાનાવિધ પુષ્પ, તેલની રૂદ્ધિવાળા દીવાઓ, જુદા જુદા ફલે અને નૈવેદ્ય વડે અષ્ટ પ્રકારી પૂજા રચી. 134 ત્યાર પછી ઈ સુંદર રત્ન પટ્ટક ઉપર ચોખાથી અષ્ટ મંગળ આલેખ્યાં દુષ્ટ આઠ કર્મોને ભેદવા માટે પ્રસિદ્ધ આઠ લબ્ધિ મેળવવા માટે અષ્ટ પ્રકારી પૂજા કરી 135. આઠ મંગળનાં નામ :- પ્રથમ આદર્શ. 2. પંડિતોને કલ્યાણકારી ભદ્રાસન. 3. અર્થસંગત વર્ધમાન, 4. ઉદય પામેલે લક્ષ્મી ભરેલા કુંભ, પ. પ્રસન્નમસ્યયુગ્મ 6. અજ્ઞાનનાશક શ્રીવત્સક, 7 નંદાવર્ત, 8 સાથીયો એમ જ્ઞાનનિધિ જેવા મુનિઓએ અષ્ટમંગલ કહેલાં છે. 136 પછી કાંઈક દૂર ખસી ભાવપૂર્વક ઉંચી શીખાવાળી આરતિ ઉતારી. ને પ્રભુની આગળ શુભ માંગલિક દી હર્ષિત બની ઉતાર્યો. 137 અનંત ભક્તિવાળા ઈ દેવ સહિત–ત્રણ જ્ઞાનવાળા પ્રભુને નમસ્કાર કરી તેમની સન્મુખ રહી સ્તુતિ કરી. 138 હે જિનેશ્વર મેડલ મેળવવા કપટભાવને છેડીને તારાં દરેક પદે રતુતિ કરવા ગ્ય છે આમ સેવાતા આ પ્રભુ સેવકને ઇચ્છિત આપે છે. 139 હે વિભુ બીજા કોઈ પણ ભવમાં તમારા જેવું અનુપમ રૂપ મેં કયાંય જોયું નહિં હોય અન્યથા મારો સંસાર હોય કયાંથી? 140 હે જિન દાવાનલને સમૂહ મેઘના વર્ષવાથી જેમ બુજાઈ જાય તેમ તે પ્રત્યે સેંકડે ભવને ઉપાર્જન થયેલે પાપ સમૂહ. તમને જેવાથી નષ્ટ થાય છે. 14. હે જિન, ચંદ્રમાની કાંતિ સરખા સંભળાયેલા અને સક્લ લેકમાં ખૂબ ફેલાવે પામેલા તમારા ગુણો સાથે સરખામણી નહિ થવાથી હે પ્રભુ કણાદને સિદ્ધાન્ત શું નથી હણાઈ ગયે ! હણાઈજ ગયે છે. 142. શુભકર્મ રૂપ સુવર્ણ રસ વડે અથવા વિકસ્વર ચંપાના ફૂલના રસ વડે તમારૂ શરીર નીચે બનાવ્યું હોય એમ ચેકકસ લાગે છે તેથી જ નિર્મલ પીળો વર્ણ અને સુગંધ છે. 143. હે પ્રભુ આપના વિના અનુત્તર વિમાનમાં પણ સુખ મળતું નથી ઘરને દીવે બહાર જાય તે અત્યંત અંધકાર શું નથી થતો? 144. હે પ્રભુ મારા હૃદયમાં વાસ કરે. જેથી શત્રુઓ મારો પરાભવ ન કરી શકે. કારણ કે આપના પરાક્રમ વડે કંઠિત થયેલી શક્તિવાળા અંતરંગ શત્રુઓ મને પીડા ન " આપે.