________________ 49 હે પ્રભો ! તમેએ નિવાસ કરવાથી આ પૃથ્વમંડલ અનુત્તર વિમાનથી પણ પૃથ્વી મંઠલ ઊચું છે તેમ જ અધિક મહિમાવાળું છે નહિતર તમારૂ ચ્યવન કેમ થાય, દરિદ્રના ઘરે હાથી કયાંથી હોય! 5 મતિ કૃતિ અવધિ પ્રમુખ જ્ઞાનત્રયી ગંગા માટે તમે હિમાલય સમાન છો સંપૂર્ણ ત્રણ ભુવનની લક્ષ્મીથી યુક્ત છે. કામદેવ રૂપી મોટા સપ સામે તમે ગરૂડ જેવા છે સદાગમ વ્યવહારના પ્રવર્તક છે. એવા હે પ્રભુ તમે જયવંતા- વત, 51 તીર્થંકરભગવંતને તથા તેમની માતાને નમસ્કાર કરી, હર્ષપૂર્વક મોટી રૂદ્ધિવાળો ઈદ્ર નંદીશ્વર દ્વીપની જાત્રા કરીને અને જિનેશ્વર ભગવાનને મહોત્સવ કરીને પોતપોતાના સ્થાનમાં ગયા, પર દેએ પુત્રવાળા હોવાથી નીચ નીમાં વસતા પશુપંખીઓની પણ સ્તુતિ કરી તે જ્ઞાનવાન માનુષી સ્ત્રીની શી વાત ! ઉપડી ન શકે એવા પૃથ્વીના ભારને વહન કરનાર કાચબાની માતાની પણ સ્તુતિ કરવા લાયક છે-માટે તિર્યંચની સ્તુતિ કરી. 53 હું જિનેશ્વરની માતાને જોઈને આકાશ મંડળને પવિત્ર કરનારો થઈશ એમ માનીને જ જાણે સૂર્ય ઉદયાચલ પર્વતના શિખર ઉપર ચઢ. - 54 ગર્ભમાં રહેલા પ્રભુને જાણે હર્ષ પામતી દિક વધૂઓ, સાથે ઉદય પામેલાં સૂર્યનાં કિરણ રૂપી લાલ વસ્ત્ર ધારણ કરી પક્ષિઓના સ્વરને બહાને આકાશ ગાય છે. 55 વિશ્વસેન રાજાએ પ્રાતઃસિંલનું કાર્ય પતાવીને સામંતો મંત્રીઓ સાથે નમ્ર બનેલે. સિહાસન ઉપર બેસી ઈંદ્રના કહેવાથી જિનેશ્વર ગર્ભમાં આવ્યા છે એમ જાણી અચિરાના પ્રેમથી આઠ સ્વપ્ન પાઠકને બોલાવ્યા, ( 56 રાણીએ જોયેલા સ્વપ્ન-સંબંધી રાજાએ સ્વપ્ન પાઠકને પૂછયું. તેઓએ એક મત થઈ કહ્યું કે નરદેવસિંહી તમારે પુત્ર ધર્મ તીર્થંકર થશે. તથા ચક્રવતી થશે. એમ સાંભલી હર્ષિત મનવાલા રાજાએ તેમને સત્કાર કર્યો• ' પ૭. દેવીએ રન અને સર્વણ રચિત આભૂષણોથી તેમને સરકાર કર્યો ને તેઓ સંતોષ પામી પિતાને સ્થાને ગયા પછી પડદાને આંતરે બેઠીલી રાણી પાસે આવી રાજાએ સ્વપ્ન પાઠકએ કહયા પ્રમાણે સિંહાસન ઉપરથી ઉતરી સ્વપ્નો અર્થ તેણે આગળ કહ્યો. 58. ત્યાર પછી સૌભાગ્યાદિ ગુણોથી પાર્વતી જેવી મહાન આશય વાળી તે સતી રાણી સ્વતિ નક્ષત્રની છીપ જેમ મેઘના બિંદુને ધારણ કરે તેમ ગુણોથી ઉજવલ ગર્ભને ધારણ કરવા લાગી. 59. તીર્થકર ગર્ભમાં આવ્યા પહેલાં તે કુરુદેશમાં મારી વિગેરે સેંકડે રેગે પ્રાણને હરી લેનારા થતા હતા તેને નાશ કરવા માટે લોકેએ ઘણું ઉપચાર કર્યા. પરંતુ સમુદ્રમાં વડવાનલ-જેમ વધવા લાગ્યા, 60. જ્યારે જિનેશ્વર અચિરાદેવીની કુક્ષિમાં આવ્યા ત્યારે ચંદ્રના ઉદયે–ઉનાળાને ઘામ શાંત થાય. તેમ સ્વાભાવિક બધા લોકો, રોગ રહિત થયા, આમ ગર્ભમાં રહ્યાં રહ્યાં લકોને સુખ આપનારા થયા છે તે જ્યારે જન્મશે ત્યારે ભવ્ય અને કયું સુખ આપનાર નહિં થાય! બધું જ સુખ આપનાર થશે.