SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં આ વ્યથારના પહેલા જ પંડિત બન્યા. કાશીમાં પવિત્ર ગંગાના કિનારે બેસીને તેઓશ્રીએ વાણીની શક્તિને વિકસાવનાર " બીજયંત્ર સહિત સરસ્વતી પદના મંત્રનો જાપ કરી માતા શારદાને પ્રસન્ન કરી, સાક્ષાત પ્રગટ કરી વરદાન મેળવ્યું. જેના પ્રભાવે મુનિશ્રી યશોવિજયજીની બુદ્ધિ ખરેખર! કવિતા, કાવ્ય, તર્ક, દર્શનશાસ્ત્ર અને ભાષાના ક્ષેત્રમાં કપક્ષની શાખાની જેમ કલ્પનાતીત ઇટ આશીર્વાદ આપવા માંડી. એક વખતે કાશીના રાજદરબારમાં એક મહાસમર્થ દિગગજ વિદ્વાન જે અજેન હતા, તેની જોડે અનેક વિદ્વાન અને અધિકારીઓ પણ હતા તેની સમક્ષ શાસ્ત્રાર્થ કરી વિજયની વરમાળા પહેરી હતી તેઓશ્રીના અગાધ પાણિયથી મુગ્ધ થઈને કાશી નરેશે તેઓશ્રીને અન્યાય વિશારદ' બિરથી અલંકૃત કર્યા હતા તે વખતે જેને સંસ્કૃતિના એક બુદ્ધિનિધાન જ્યોતિધરે અને ગુજરાતના એક મહાન પુતે જૈનધર્મને અને ગુજરાતની પુણ્ય ભૂમિને જયજયકાર વર્તાવ્યો હતો અને જેને શાનની શાન બઢાવવા સાથે જ્ઞાન-વિજ્ઞાનને પણ જયજયકાર વર્તાવ્યો હતો. ત્યાર પછી તેઓએ માત્ર નવ્ય ન્યાયના માધ્યમથી જ લખેલા તક-ન્યાયના સો ગ્રન્થની રચના પૂરી થતાં એમને સહુએ ન્યાયાચાર્ય ૫થી બહં. કૃત કર્યા. પણ સો ગ્રન્થ કયા કયા સમજવા તે અને આ પદ કયારે, ક્યાં, કોણે માપ્યું? તેની કરી વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ નથી. ઉપાધ્યાયજીના જીવનને મોટા ભાગને ઇતિહાસ અધારામાં જ છે. ' કાશીથી વિહાર કરી માત્રા પધારીને કેટલોક સમય ત્યાં રહી, ત્યાં રહેતા કોઈ અજૈન ન્યાયાચાર્ય પંડિત પાસે વેદાન, સાંખ્ય, ન્યાય, મીમાંસા, બૌધ વગેરે શાસ્ત્રોને વધુ તલસ્પણી અભ્યાસ કર્યો. તર્કના જિહાજો અને નવ્ય ન્યાયના પ્રન્થનું પરિશીલન, મનન, નિદિધ્યાન કરવાથી વધુ પારંગત બનતા ગયા. બને બૌદિક દલીલો દ્વારા, તટસ્થ રીતે યુક્તિયુક્ત જવાબો દ્વારા શાસ્ત્રના વચનને, યથાર્થ સત્યોને સમજી, વિદ્વાનો અને પ્રજા સમક્ષ મુકવા માંડયા. આગ્રાથી વિહાર કરી ગુજરાતના પાટનગર અમદાવાદમાં પધાર્યા ત્યાંના જેન શ્રી સંધે ઠેરઠેર શાસ્ત્રાર્થો કરી વિજય પતાકા ફરકાવીને પધારી રહેલા મા દિગગજ વિદ્વાનનું ભારે સ્વાગત કર્યું. એ વખતે અમદાવાદમાં મહેબતખાન નામને સુબે રાજકારભાર ચલાવતા હતા. એમની વિદ્વત્તા ખાંભળી આમંત્રણ આપ્યું. સુબાની વિનંતીથી ત્યાં તેમણે ધારણ શક્તિના 18 “અવધાન" કરી બતાવ્યા સુબો તેમની સ્મૃતિ શક્તિ ઉપર આક્રીન થઈ ગયા. તેમનું બહુમાન કર્યું. જૈન શાસનને જયકાર વર્યો. 1. આ વાત ખુદ ઉપાધ્યાયજીએ પિતે જ પિતાના ગ્રન્થમાં અનેક સ્થળે જાહેર કરી છે. આવધાન એટલે ધારી રાખવું અને જ્યારે પાછળથી કઈ પુછે ત્યારે ઘરેલું જે હોય તે તરત જ કહી આપવું તેને અવધાન” કહેવાય છે. ભવધાન જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણે પ્રકારના થાય છે. આજે જે અવધાન શીખવામાં આવે છે તે જધન્ય અને મધ્યમ પ્રકારના છે. આજે સે ભવધાન કરનારને “શતાવધાની' કહેવામાં અાવે છે. 100 અને એક પછી એક પૂછાતા રહે. પ્રશ્નો-વસ્તુન, ગણિત, ભાષા, ગુપ્તક શોધી કાઢવા વગેરે જાતજાતના હોય છે. સમામાંથી આ પ્રશ્નો પૂરો થાય ત્યારે દેઢ બે ક્લાકને સમય જાય, પછી અવધાન કરનાર વ્યક્તિ હોય તે, ક્રમશઃ પ્રશ્ન શું હવે તે કહેવા સાથે તેના જવાબ આપવા મડિ છે, કામ ત્રણથી ચાર કલાકે આ ગ્રિામ પૂરો થાય છે. જેના સંબધાં આજે અનેક સાધુ-સાધ્વીઓ અવધાન વિદ્યા શીખી ગયા છે. જેમાં શ્રેષ્ઠ ફાળો શતાવધાની પંડિત ધીરજલાલ ટોકરસીને છે.
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy