________________ [ 37 ]. ચિન્તનમ વગેરે. આવું સામાન્યજ્ઞાન ગ્રંથકારે પિતાના શિષ્યમાં છે એમ માનેલું છે. આ ગ્રંથ સહેલે હોવા છતાં અમુક જ્ઞાનની ભૂમિકાની અપેક્ષા તે રાખે જ છે. શ્રી કલ્યાણસાગરસૂરિએ અભિધાનચિંતામણિના શબ્દોને કમ (કાંડ) લક્ષમાં રાખીને આ લિગનિર્ણયને વિચાર કર્યો છે. આ શબ્દથી માંડીને આ શબ્દ સુધીના શબ્દ અમુક લિંગના છે એમ ગ્રંથકાર કહે ત્યારે આપણે અભિધાનચિંતામણિ સામે રાખીને સમજવું જોઈએ. બીજું આચાર્યશ્રીએ મધ્યમ કક્ષાના શિષ્યને માટે આ ગ્રંથ લખેલો છે, એને કંઠસ્થ કરશે એવી અપેક્ષા એમણે સ્વપૂરસ્કૃત નિત્યમ કહીને રાખી છે. એમણે અમરકેશના અને અન્ય કોશેના અને પિતાના મતની ભિન્નતા હોય ત્યાં સ્પષ્ટ રીતે દર્શાવી છે. છતાંયે ગ્રંથના અંતમાં એમણે પિતાની નિરભિમાનતા એમ કહીને જણાવી છે કે અમે પ્રમાદને કારણે કેટલાક શબ્દોને લિંગવિચાર ન દર્શાવ્યો હોય તે ઉત્તમબુદ્ધિવાળા વિદ્વાન પુરુષોએ તે શબ્દો પિતાની બુદ્ધિએ કરીને શિષ્યને સમજાવવા. વળી અમે લિંગાનુશાસનના કેટલાક શબ્દોને અહીં ઉપયોગમાં લીધા છે તેને અર્થ તે ગ્રંથ જોઈને તે પ્રમાણે સમજાવો. વળી તેમને પોતાની પરિભાષા પણ છે. લિંગનિર્ણયની પરિભાષા : આજના દિવસ સુધી શિષ્યને શીખવવા માટે જૈનાચાર્યો નાનીમોટી ગ્રંથરચના કરતા આવ્યા છે. તેવી જ આ રચના પણ છે. (1) વાહ્ય શબ્દને અર્થ વાહન થાય ત્યારે તે ભલે નપુંસકલિંગી હોય પણ મનુષ્યવાd તુરત્રયાનમ્ (મનુષ્ય દ્વારા ઉપાડવામાં આવતી પાલખી) માં તે વિશેષ્ય જે લિંગનું છે તે લિંગ ધારણ કરે છે. વુિં સ્વ (સ્વર્ગના અર્થમાં વિર્વ શબ્દ નપુંસક છે) નjલમ્, આમ સાતમી વિભક્તિથી શબ્દ આ અર્થમાં એમ સૂચવાય છે. રામ એટલે સ્ત્રીલિંગ સિવાયનાં લિંગોમાં. નરિ એટલે પુંલ્લિંગમાં, શી, કે પૈસે એટલે નપુંસક લિંગમાં. વળી નિય: કમળ: સાધુ: મુનિરતુ રિયરમી ને અર્થ નિગ્રંથ, શ્રમ: વગેરે પુલિંગ પણ છે અને નિર્ધથી, શ્રમ, સાધ્વી મુનિ: એ શબ્દો સ્ત્રીલિંગી પણ છે, પુછી મૌનમાવિષ્ટમ્ એટલે મૌન: અને મૌનમ્ એમ બન્ને લિંગમાં મૌન શબ્દ ચાલે છે. કુત્રિપુ મહત્યર્થે એટલે ગુરુ એટલે વજનદાર એ અર્થ હોય તે એ ત્રણે લિંગમાં વપરાય છે. બીજા શબ્દો જેવા દર્શાવ્યા તેવા બાકી રહેલા શબ્દો છે તેને તેવા જ– જેવું લિંગ દર્શાવે તેવા જાણવા.” એમ ગ્રંથકાર પહેલા કાંડને અંતે જ કહે છે. વળી તેઓ અભિધાનચિંતામણિના કાંડ પ્રમાણે જ પિતાને કાંડને ક્રમ રાખે છે તે પણ નેધપાત્ર છે. મુનિ શબ્દનો અર્થ “બહુવચનમાં” એમ થાય છે. સાથે વા મીત્તમચચમ્ એટલે મેં ના અંતવાળે સાયમ્ (સાંજે) એ અવ્યયસ્વરૂપ છે. આમ ગ્રંથને અવગાહતાં એમની પરિભાષા સહેલાઈથી લક્ષમાં આવી જાય છે. આ લિંગનિર્ણય ગ્રંથ ઉપર એમણે સ્વયં વિસ્તૃત વિવરણ રહ્યું છે પણ તે અનુપલબ્ધ રહ્યું છે. તેઓ દ્વારા રચિત અન્ય મિશ્રલિંગનિર્ણય નામને ગ્રંથ લભ્ય છે