________________ પ્રાસંગિક બે બોલ ગ્રંથનું પ્રયોજન–પિતાના શિષ્યોને માટે સમજવામાં સુલભ થાય એવા છે રચવાને આચાર્યો હંમેશાં ઉત્સુક રહે છે. જૈન આચાર્યો સંસ્કૃત અને પ્રાકૃતના અભ્યાસ માટેની જીવતી જાગતી વિદ્યાપીઠ હોય છે. અચલગચ્છાધિપતિ પૂઆ. કલ્યાણસાગરસૂરિ પોતે જ્ઞાનની વિદ્યાપીઠ જ હતા એમ કહેવું આ ગ્રંથ જોનારને અને ભણનારને ઉચિત લાગશે જ. પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિની સર્વ રચનાઓ આપણને મળી શકી છે એમ કહી શકાય તેમ નથી. આચાર્ચ હેમચંદ્રસૂરિએ લિંગાનુશાસન, શબ્દાનુશાસન, છંદોનુશાસન, કાવ્યાનુશાસન અને પ્રમાણમીમાંસા જેવા ગ્રંથ લખ્યા છે. તેમાં પણ શિષ્યોને ભણાવવાની ખેવના જ દષ્ટિગોચર થાય છે. કલ્યાણસાગરસૂરિને તે સ્વગચ્છની પરંપરામાંના પૂર્વાચાર્યોની અઢળક પ્રેરણા હતી. શ્રી મેરુનંગસૂરિ, શ્રી જયશેખરસૂરિ, માણિજ્યસુંદરસૂરિ, માણિજ્યશેખરસૂરિ આદિની આગ પરની વ્યાખ્યાઓ, અને ઉપદેશ ચિંતામણિ જેવા આગમતત્ત્વપ્રકાશક ગ્રંથ સાહિત્યના ક્ષેત્રમાં જ્યતંભ જેવા છે. અચલગચ્છની અને અન્ય ગચ્છની પિસાળ પણ વિદ્યાના ધામો હતા એમ ઈતિહાસ જોતાં જણાય છે. શ્રી કલ્યાણસાગરસૂરિની નમ્રતા –કણાણસાગરસૂરિ પરમ વૈરાગ્યવંત સુવિહિત જૈનાચાર્ય હતા, એમની પૂર્વે જે સાધુસમાચારીમાં શિથિલાચાર હતો તે તેમણે દૂર કર્યો, તે કાર્યમાં જ્ઞાનને વિકાસ એ એમનું એક સાધન હતું. તેઓ ગ્રંથમાં જણાવે છે કે લિગાનુશાસન ગ્રંથ જેઈને અમે આ લિંગનિર્ણયની રચના કરી છે - नत्वा सद्गुरुपादाब्जं प्रत्यूहव्यूहवारकम् / लिंगानुशासनं वीक्ष्य लिख्यते लिंगनिर्णयः // વળી તેમણે શીખનાર શિષ્યની કેટલીક નિર્ણાયક શક્તિ પણ વિચારી લીધી છે. જેમ કે વિશેષણે વિશેષ્યનાં લિંગ, વચન અને વિભક્તિ લે છે. કૃદન્ત નામવાચી હોય તે નપુંસકલિંગી હોય છે. દા. ત. પિયમ, ધ્યેયમ, ગીતમ, કર્તવ્યમ, કરણીયપરંતુ કેઈન વિશેષણ બને તે વિશેષ્યનું લિંગ સ્વીકારે છે. વળી ધાતુમાં ગુણ કે વૃદ્ધિ પછી કૃતપ્રત્યય લઈને બનેલા નામવાચી શબ્દો પુલિંગમાં હોય છે. દા. ત. પરિણામ, અભિમાન, ઉપહાસ, ઉપકાર, પ્રવાસ વગેરે એ જ પ્રમાણે શા કૃતપ્રત્યય લેનાર ક્રિયાવાચક નામો નપુંસકલિંગમાં જ હોય છે. દા. ત. ગમનમ, ભેજનમ, હસનમ, વાદનમ, ચરણમ