________________ [5] ટંકને ખર્ચ કરી કહા લીધેલ. સં. 1644 મહા સુદ ૫નાં પાલીતાણામાં વડી દીક્ષા આપવામાં આવી. સં. ૧૬૪૯ના મહા સુદિ 6 રવિવારે મુનિશ્રી કલ્યાણસાગરજીને સૂરિપદથી અલંકૃત કરવામાં આવ્યા. હવે તેઓ શ્રી કલ્યાણસાગરસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. પદોત્સવ પ્રસંગે દીવના મંત્રી શ્રી ગોવિંદશાહે ખૂબ જ ધનને સત્યય કરેલ. . આચાર્ય બન્યા બાદ લઘુવયસ્ક છતાં પ્રૌઢપ્રતાપી શ્રી કલ્યાણસાગરસૂરિએ ગુવાથી સર્વ પ્રથમ કચ્છ દેશ પધાર્યા. કચ્છના પ્રવેશ દ્વાર સમા ભદ્રેશ્વર (ભદ્રાવતી) તીર્થમાં શ્રી કલ્યાણસાગરસૂરિજી પધારતા ત્યાંના સંઘે ભવ્ય પ્રવેશ મહેત્સવ કર્યો. શત્રુંજયતીર્થને છરી સંઘ: - ભદ્રાવતીમાં પ્રથમ વ્યાખ્યાનમાં જ લઘુવયના આચાર્યશ્રીએ શત્રુજ્ય મહાતીર્થને મહિમા તેમ જ છરી પાળતા સંઘને મહિમા અદ્દભુત શૈલીથી વર્ણ. આચાર્યશ્રીની વાણીના પ્રભાવથી ત્યાં આરીખાણું ગામ (સુથરી પાસેના)થી વ્યાપારાર્થે અત્રે (ભદ્રેશ્વરમાં) આવી વસેલા લાલનગેત્રી શેઠ અમરસિંહ શાહના સુપુત્રે શેઠ વર્ધમાન શાહ, શેઠ પદ્ધસિંહ શાહ આ બાંધ શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢવા ભાવનાશીલ થયા. દેશ પરદેશ કંકુ છાંટી આમંત્રણથે કંકેત્રીએ મેકલવામાં આવી. ચારે બાજુથી સેંકડે સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓ ભદ્રાવતી આવવા લાગ્યા. તે વખતે રણને પ્રદેશ ખૂબ ભયંકર હતે. રણમાં સંઘ સહ પ્રયાણ કરવું મુશ્કેલ હતું. આથી શુભ મુહૂર્ત સંઘમાં જોડાયેલા શ્રાવક-શ્રાવિકાઓના સમુદાય સહ સપરિવાર આ બાંધ દરિયાના માર્ગે વહાણમાં બેસી નાગના” બંદરે આવ્યા. શ્રી કલ્યાણુંસાગરસૂરિજી પણ સાધુ સાધ્વીજીઓનાં વિશાળ સમુદાય સહ રણમાર્ગના કઠિન અને ઉગ્ર વિહાર કરી અનુક્રમે નાગના બંદરે પધાર્યા. ત્યારનું નાગના (નવાનગર) બંદર એ જ આજનું “જામનગર?.. રાજ સમાનઃ ત્યાંના રાજાશ્રી જસવંતસિંહજીએ સંઘપતિઓનું ખૂબ જ આદરમાન કર્યું. પંદર હજારની યાત્રિક સંખ્યા ધરાવતા આ સંઘની રક્ષા માટે રાજાએ એક શસ્ત્રસજ્જ સૈનિકે અને સંઘમાં ઉપયોગી થાય તેટલા હાથી ઘોડા અને રથાદિ પણ આપ્યા. સંઘપતિએના ગુણેથી આકર્ષાઈ રાજાએ સંઘપતિ બાંધાને કહ્યું કે “યાત્રાની પૂર્ણાહુતી બાદ તમારે અત્રે આવી વસવું” ઉપરાંત વ્યાપારાર્થે કચ્છના રાજાથી અર્ધ દાણ લેવાનું પણ કહ્યું. આ રીતે રાજાની લાગણી જેઈ સંઘપતિઓએ આ વાતને સ્વીકાર કર્યો. સંઘમાં સાથે રસાલે:1 જામનગરથી શુભ દિવસે સંઘનું પ્રયાણ થયું ત્યારે છ'રી પાળતા સંઘમાં શ્રી કલ્યાણસાગરસૂરિ આદિ બસે મુનિવરે, ત્રણ સાધ્વીજીએ પધારેલા હતા. પંદર હજાર શ્રાવક