________________ અનેક નૃપ પ્રતિબંધક અચલગચ્છાધિરાજ પૂ. દાદાશ્રી કલ્યાણસાગરસૂરિશ્વરનું સંક્ષિપ્ત જીવનચરિત્ર [ લેખક: મુનિ શ્રી કલાપ્રભસાગરજી ] સતરમી સદીના ચળક્તા સિતારા, જગદ્ગુરુ, યુગવીર, જંગમતીર્થ, યુગપ્રધાનાદિ બિરુદથી પ્રસિદ્ધ અને શિવસિંધુ, શિવોદધિસૂરિ, શુભસાગર, ક્ષેમસાગર આદિ અપર નામથી પ્રખ્યાત શ્રી કલ્યાણસાગરસૂરિને જન્મ ઉત્તર ગુજરાતના વઢીયાર દેશમાં શ્રી શંખેશ્વર મહાતીર્થની નીકટમાં આવેલ લેલાડા ગામમાં થયું હતું. પિતાનું નામ શ્રીમાલી નાનીંગ અને માતાનું નામ નામિલદે હતું. તેઓનું મૂળનામ કેડનકુમાર હતું. સં. ૧૬૩૩ના વૈશાખ સુદ ૬ના બાળ કેડનકુમારને જન્મ થયો હતે. શ્રી કલ્યાણસાગરસૂરિ ગુરુસ્તુતિ તથા શ્રી કલ્યાણસાગરસૂરિ નિર્વાણ રાસમાં આ વિગત ઉલ્લેખાયેલી હોઈ ઉક્ત તિથિ સ્વીકાર્ય છે. પ્રચલિત માન્યતા મુજબ આષાઢ સુદ 2 ગુરુવાર તેઓની જન્મતિથિ ઉજવાય છે. એકદા અચલગશ્વર શ્રી ધર્મમૂર્તિસૂરિ વિચરતા લોલાડા નગર પધાર્યા. સંઘે તેઓનું ભવ્ય સામૈયું કર્યું. માતાની સાથે વ્યાખ્યાન સાંભળવાં આવેલ બાળ કેડનકુમાર સુરિજીના દર્શને ખૂબ જ આનંદિત થયે. વ્યાખ્યા બાદ કેડનકુમાર સૂરિજીનાં ઉત્કંગમાં બેસી તેઓની મુહપત્તિ પોતાના મસ્તકે રાખી હર્ષિત થવા લાગ્યો. બાળકના તેજસ્વી લલાટને જોઈ ધર્મમૂર્તિસૂરિએ નામિલદે પાસે આ બાળકને જિનશાસન અને પિતાને અર્પણ કરી દેવાને પ્રસ્તાવ મૂક્યું. નામિલદેએ જવાબમાં કહ્યું કે “આ બાળક હજી તે નાનું છે. એના પિતાજી પરદેશ ગયા છે. યથાવસરે વાત.” શ્રી ધર્મમૂર્તિસૂરિ ત્રણ વરસ બાદ વિચરતા પુનઃ લેલાડા પધાયાં. આ વખતે નાનીંગ શ્રેષ્ટિ પણ હાજર હતા. આ અવસરે બાળકોડનકુમારને પણ દીક્ષા લેવાની ભાવના ઉત્કટ બની હતી. જિનશાસનાનુરાગી આ દંપતિએ કોડનકુમાર સૂરિજીને ચરણે સમર્પિત કરી દીધા. કેડનને લઈ આચાર્યશ્રી ધોળકા નગરે પધાર્યા. અહીં સંઘની વિનંતિથી ઉમંગભેર કોડનકુમારને દીક્ષેત્સવ ઉજવા. સં. 1642 ફ. સુદ 4 શનિવારે શુભ મુહુતે કેડને દીક્ષા લીધી. મુનિ કલ્યાણસાગરજી એવું નામ રાખવામાં આપ્યું. મેટી પટ્ટાવલી અનુસાર લઘુ દીક્ષા વખતે શુભસાગરજી અને વડદીક્ષા વખતે કલ્યાણસાગરજી એવું નામ રાખવામાં આવેલ. દીક્ષા પ્રસંગે ધૂળકાના શ્રેષ્ટિ માણેક નાગડાએ પાંચ હજાર