________________ વલી હનલાલ લીચ દશ આનંદ કાવ્ય મહોદધિ” મૌક્તિક 7 ની પ્રસ્તાવનામાં (કવિવર સમય હેડીંગથી) ત્રીજા પાનામાં આ પ્રમાણે લખે છે.- તપગચ્છીય વિદ્વાન પણ ઉપ્રસ્વભાવી સાધુએ " ઢિ' યાને “ઝવાન રક્ષા” નામનો ગ્રંથ બનાવી તપગચ્છ સિવાયના અન્ય સર્વગછ અને મત સામું આક્ષેપ મુકયા.’ મે. દ. દેશાઈએ તે ગપગોળા ફેંકવામાં કાંઈ બાકીજ નથી રાખી. પોતે હાઈકેટના વકીલ છે. છતાં પણ સત્યને પ્રાપ્ત કરવાની દરકાર રાખ્યા વગર, સારી ભાષાને પણ વિવેક કર્યા વગર જેમ તેમ લખે છે. તે ખરેખર દુઃખદ છે. તેમની મહત્તા અને અભ્યાસને પણ કલંક્તિ કરનારું છે. તેઓ લખે છે કે-“ઉગ્રસ્વભાવી સાધુએ 'કેવું કનિષ્ટ વિશેષણ છે. શાસનસેવાની એક માત્ર તમન્નાથી સુવિશુદ્ધ ગ્રંથરચયિતાને આ મહાશય (મો. દ.) * ઉગ્રસ્વભાવી 'વિશેષણથી નવાજે છે. સત્યમાર્ગને બતાવનાર માટે આ વિશેષણ વાપરે છે. ગ્રંથમાં લખાએલી કડક ભાષા ઉપરથી એમ નક્કી ન કરી શકાય કે, લખનાર પણ ઉચ્ચ છે. વળી આગળ લખે છે કે મતિના જુદા” યાને “બવવનપરીક્ષા' આના જેવું બીજું ગપુ શેવું જડશે કે કેમ તે શંકા છે. જેઓ ઇતિહાસના જાણકાર ન હોય પછી તેઓ શું જોઈને આવું લખતા હશે ! એના કરતાં ન લખતા હોય તે સારા. કારણ કે-એનાથી (લખવાથી) બેટી વાતના પ્રચારથી ઉત્પન્ન થતે દોષ ન લાગે ? તે જે લખે છે. તેને લગતે પુરાવો ન હોય તો ન લખવું જોઈએ. આપણે ઉપર જણાવી ગયા છીએ કે-કુમતિમતકુદ્દાલ નામનો કેઈ ગ્રંથ પૂજ્ય મહામહોપાધ્યાયજીએ બનાવ્યો નથી. વલી આતે લખે છે કે- પ્રવચનપરીક્ષા' એ આ ગ્રંથનું બીજું નામ છે. આ લેખક મહાશયને ખબર નથી કે- પ્રવચનપરીક્ષા' આ જે નામ છે. તે “કુપક્ષકૌશિકસહસ્ત્રકિરણ”નું અપનામ છે. અને આ નામ તે જગદ્ગુરૂએ આપેલું છે. અને આ ગ્રંથની પ્રમાણિક્તા સિદ્ધ કરવા માટે પૂજ્ય મહામહોપાધ્યાયજીની વિદ્યમાનતામાં “વિજયસેનસૂરિજી મહારાજાને પાટણ અને અમદાવાદમાં ઔષ્ટ્રિકોની સાથે વાદ કરવાની આજ્ઞા આપે છે. અને જગદ્ગુરૂની આજ્ઞાશ્રી વિજયસેનસૂરિજી બન્ને સ્થલોએ ખરતરો સાથે વાદ કરે છે. અને તેમાં તેઓને વિજયશ્રી વરે છે. અને અમદાવાદના સુબા પણ આ ગ્રંથનું મહાન સન્માન કરે છે, કેઈ પણ ગ્રંથનું મુસ્લીમ સુબાએ સન્માન કર્યું હોય તે આ ‘પ્રવરનાક્ષા’નું જ છે. બીજા કોઈ પણ ગ્રંથનું મુસ્લીમ સુબાએ સન્માન કર્યાનું ઇતિહાસ જણાવતે નથી આનું વર્ણન ‘વિઝાયરાતિ' પણ કરે છે. જુઓ-- श्रीखानखानार्पितवाद्यवादनैर्वाचालतानीतसमस्तदिग्मुखैः। शास्त्रं प्रतिस्थानमनियताखिल-श्राद्धैस्तदुत्साहकृदुत्सवोत्सुकैः / / 9 / / . (વિજય પ્રશસ્તિ સર્ગ 10) 0 60 દેસાઈ આગળ જણાવે છે કે- તપગચછાચાર્ય વિજયદાનસૂરિજીએ ઉપરોક્ત ગ્રંથ પાણીમાં બોળાવી દીધે; અને તેને અપ્રમાણુ ઠેર.' આ પ્રવચનપરીક્ષાની રચના આચાર્ય શ્રી વિજયદાનસુરિજીની. અવિદ્યમાનતામાં થએલ છે. કારણ કે આ ગ્રંથનું પ્રવચનપરીક્ષા' એવું નામ શ્રીજગદગુરૂ આપે છે. તેમજ તેઓશ્રીની આજ્ઞાથી વિજયસેનસૂરિ મહારાજાએ પાટણ અને અમદાવાદમાં વાદ કર્યો હતો. જે વિજયદાનસુરિજી મહારાજા હયાત હેત તે જગદગુરૂ આનું નામ * પ્રવચનપરીક્ષા” આપે અને વાદ કરવાની આજ્ઞા આપે તે વાત સંભવે નહિ. મુખ્ય વાત તો એ છે કે–પૂજ્ય ભટ્ટારક વિજયદાનસૂરિજી મહારાજા વિસં. 1622 માં વગે સીધાવે છે. જયારે આ ગ્રંથની રચના વિ. સં. 129 ની છે. તો પછી વિજયદાનસુરિજી આ ગ્રંથને જલશરણું કરે કયાંથી ? કારણ કે-આ ગ્રંથ પછીથી રચાએલ છે. અને વિજયદાનસૂરિજીએ લશરણ ન કર્યો હોય તો તેને માટે સાત બોલને પાક બનાવવાની વાત તે આકાશકુસુમની માફક કલ્પિત જ કરે છે. આ ઉપરથી આ મહાશય ક્યાં સુધી કહપનાના છેડા દેવડાવે છે તેને સહેજે ખ્યાલ આવી શકે છે,