________________ આગળ ન કરતા પોતે આજીવન સ્વાધ્યાયપ્રેમી-રસિક હોવાથી લોકોત્તર, ધાર્મિક, લૌકિક, ઐતિહાસિક તેમજ કોઈકના મુખેથી, જ્યાંથી પણ કથાઓ વાંચવા, સાંભળવા કે જાણવા મળી તે બધી કથાઓનો સંગ્રહ ચૂંટી ચૂંટીને કર્યો છે. અને વાંચવી શરૂ કર્યા પછી છેલ્લે સુધી મૂકવાનું મન ન થાય તે રીતે રસમય બનાવવાનું કામ પોતાની બુદ્ધિના વૈભવથી આગવી કલમથી કર્યું છે. કથાસાર : દરેક કથાઓની શરૂઆતમાં પ્રાચીન પરંપરા મુજબ કથાનો ઉદેશ-આશય સ્વરચિત પ્રાકૃત ગાથા દ્વારા જણાવ્યો છે. પછી કથાને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. અને છેલ્લે કથાનો સાર જણાવી આપણે આપણા જીવનમાં શું કરવા યોગ્ય છે ? અને શું કરવા જેવું નથી ? તે ઉપદેશકની રીતે જણાવ્યું છે. સારા વ્યાખ્યાનકાર આ કથાઓ સારી રીતે વ્યાખ્યાનમાં રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે અને જીવનના પથદર્શક બની શકે તેમ છે. પુનર્મુદ્રણ નિમિત્તમ્ H પરમ પૂજ્ય દાદા ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજજીની જન્મશતાબ્દી વર્ષે મુંબઈ-માટુંગામાં તેઓશ્રીના આજીવનચરણસેવી ગુરુબાંધવયુગલ પૂજ્યશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ અને પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ) બન્નેએ નિર્ણય કર્યો કે પૂજ્ય ગુરુદેવશ્રીએ જૈનોની માતૃભાષા જેવી પ્રાકૃતભાષાના પ્રચાર અને પ્રસાર માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું તો આપણે તેમની ભાવના ઘર-ઘરમાં પહોંચાડવા પ્રયાસ કરવો અને કરાવવો. તે મુજબ તેઓ પૂજ્યશ્રીની હયાતીમાં તેમની દૃષ્ટિપથમાં આવેલી, પંડિતવર્ય શ્રી નર્મદાશંકર શાસ્ત્રીએ તૈયાર કરેલી, સુશ્રાવક રાયચંદભાઈએ સાચવેલી, અમારા જેવા પૂજ્ય ગુરુજીના શિષ્યોએ આજના કાળ મુજબ ચિત્રોથી સજ્જ, પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી-અંગ્રેજી ચારે ભાષાથી શોભતી પ્રાકૃતવિજ્ઞાન બાલપોથી ભા૧. 2. 3. 4.', પ્રકાશિત કરાવી, ત્યાર પછી પ્રાકૃતના અભ્યાસ માટે મુંબઈમાં મલાડ, મુલુંડ, ઘાટકોપર, દાદર, સાયન, માટુંગા, ગોરેગાંવ, થાણા, ભાયંદર વગેરે સ્થાનોમાં “શ્રી નેમિ-વિજ્ઞાનકસ્તૂરસૂરિ પ્રાકૃત-સંસ્કૃત પાઠશાળા” શરૂ કરાવી, ધારણાથી વિશેષ ભાઈ-બહેનોનો પ્રાકૃતવિજ્ઞાન કથાઓનો અભ્યાસ શરૂ થતાં, કથાઓનું પુનર્મુદ્રણ કરાવવાનું નક્કી કર્યું. તૃતીયાવૃત્તિની વિશિષ્ટતા : * પૂજ્ય દાદગુરુદેવશ્રીની સુધારેલી પુસ્તિકા ઉપરથી જે સુધારા કરવાના હતા, તે બધા - આ આવૃત્તિમાં લીધા છે. F પંન્યાસ શ્રી શ્રીચંદ્રવિજયજીના માર્ગદર્શનાનુસાર સંપૂર્ણ મેટર કોમ્યુટરમાં લેવામાં આવ્યું.