SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૨૦૨૬માં અમદાવાદ-સાબરમતીમાં પ્રાકૃતિવિજ્ઞાનકથા ભા-૨' છપ્પન્નથી એક્સો આઠ (56-108) કથાઓના સંગ્રહરૂપે બનાવી. આગમ વગેરેના સ્વાધ્યાય કરતાં પૂજ્યશ્રીએ પ્રાકૃતગાથાઓનો વિષયાનુસાર જે સંગ્રહ કર્યો હતો, તે સંસ્કૃત-ગુજરાતી અનુવાદ સહિત “પ્રાકૃતવિજ્ઞાન ગાથા' રૂપે પછીથી પ્રકાશિત કર્યો. તે ગાથાની પ્રસ્તાવનામાં આચાર્ય શ્રી કસ્તૂરસૂરિ-યશોભદ્રસૂરિ-શુભંકરસૂરિ-સૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્યરત્ન પંન્યાસજી (હાલ આચાર્ય મ.) શ્રી શીલચંદ્રવિજયજી ગણિ મહારાજે લખ્યું છે આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ માત્ર આપણા જ ગુરુ ભગવંત નહોતા પરંતુ અધ્યયન-અધ્યાપનમાં તત્પર રહેવાથી સાચા અર્થમાં “ગુરુજી' એ પ્રમાણે જગતમાં પ્રસિદ્ધ થયા.” પ્રાકૃતવિજ્ઞાન કથાની કથાશૈલી : પ્રસ્તુત ગ્રંથ ‘પ્રાકૃતવિજ્ઞાન કથાઓ' પ્રાચીન-અર્વાચીન કથાઓના સંગ્રહરૂપે છે. પોતાની સ્વાભાવિક સરળતાના પ્રતિબિંબ જેવી સરળ છતાં ય સરસ શૈલી તેઓએ કથાઓના આલેખનમાં સ્વીકારી છે. નાની-નાની વાક્યરચનાથી કથાઓ વાંચવી-સાંભળવી ગમે તે રીતે તો તૈયાર થઈ જ છે. પણ સાથે-સાથે નવા-નવા ધાતુઓ, નવા-નવા શબ્દોના સહજ ઉપયોગથી નૂતન બાળ અભ્યાસુઓને ક્રિયાપદ, વિભક્તિ-સમાસ વગેરેનું જ્ઞાન પણ થઈ શકે તેમ છે. વીસમી સદીની પ્રાકૃતભાષામાં કથાઓ તૈયાર થઈ હોવા છતાં- પૂર્વકાલીન શૈલીપદ્ધતિ જેવી શૈલી અનુભવાય છે. તેથી જ ઓરિસ્સામાં મળેલી વિશ્વપ્રાકતપરિષદમાં પ્રો. શ્રી ભોગીલાલ જે. સાંડેસરાએ પ્રાકૃતવિજ્ઞાનકથાના વિષયમાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગ્રંથના અંતે જો કથાકારે પોતાના નામનો ઉલ્લેખ ન કર્યો હોત તો આ કથાઓ કયા સૈકામાં લખાઈ ? કયા વિદ્વાને લખી ? તે પ્રાકૃતસાહિત્યકારો માટે શોધનો વિષય બની જાત. આચાર્ય શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃતવિજ્ઞાન કથાના બીજા ભાગના આમુખમાં લખ્યું છે કે “આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી અનુભવવૃદ્ધ, પ્રાકૃત ભાષાના વિદ્વાન્ અને વ્યાકરણઆગમ વગેરે વિષયોમાં પૂર્ણરૂપે પ્રભુત્વને ધારણ કરનારા છે, તેઓએ પ્રાકૃત ભાષામાં સુવાચ્ય બને તે રીતે રચેલી કથાઓ હેતુપૂર્વકની અને સારવાળી છે. કથાવસ્તુ : આ કથાઓ આબાલ-ગોપાલ સર્વને સ્વીકાર્ય બને તે માટે ગ્રંથકારે માત્ર ધાર્મિકતાને
SR No.004268
Book TitlePaiavinnankaha Part 01
Original Sutra AuthorN/A
AuthorKastursuri, Somchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2005
Total Pages224
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy