________________
३२ આમ ત્રિષષ્ટિશલાકા આદિમાં ન આવતા રૂપકથી બળદેવના વિમોહને દૂર કરી સિદ્ધાર્થ દેવરૂપ ધારણ કરે છે, જરાકુમારથી કૃષ્ણનું મરણ થયું તે બધું જણાવે છે.
કણ, કવાણ ને અનુમોદન,સરખા ફળ નીપજાથાઃ- વૈરાગ્ય વાસિત બળદેવ સંયમનો સ્વીકાર કરે છે. બળદેવનું રક્ષણ કરવા સિદ્ધાર્થ સાથે રહે છે, કોઈક નગરમાં ભિક્ષામાટે જતા તેમનું રૂપ જોઈ કોઈક સ્ત્રી બાળકના ગળામાં દોરડું નાંખી કૂવામાં ઉતારે છે, બળદેવમુનિ કરુણા લાવી પોતાના રૂપને ધિક્કાર આપતા નગરમાં ભિક્ષા લેવા ન જવાનો નિર્ણય કરે છે. વનમાં મહિનાના ઉપવાસ થયા છે. જંગલના હિંસક પશુઓ પણ તેની પાસે આવી બેસે છે. વેરી પણ વૈર ભૂલી જાય છે, એક હરણ જાતિસ્મરણવાળો ચારે દિશામાં ફરતો ભિક્ષા આપનારને શોધતા કોઈક રથકારને જુએ છે, સંકેતથી મુનિને ત્યાં લઈ આવે છે, મુનિને જોઈ પોતાની ધન્યતા વિચારે છે, પંચાંગનમસ્કાર કરી રાજર્ષિને પોતાના હાથે પ્રાસુક ભિક્ષા આપતા વિચારે છે, આજે મારો દિવસ સફળ થયો. ગૃદ્ધિરહિત મુનિપણ શ્રદ્ધાની વૃદ્ધિ કરતા ભિક્ષા સ્વીકારે છે. હરણ વિચારે છે, આ રથકારને અને મુનિને ધન્ય છે, એક યોગ્ય પાત્ર છે, એક યોગ્ય દાતા છે, હું કેવો અભાગી ? તિર્યંચપણાને કારણે ન તપ કે ન દાન કરી શકું !, બન્ને માટે અયોગ્ય.
अहं पुनरभाग्योऽस्मि, तिर्यक्त्वं प्रापि कर्मभिः ।
ન તો વા ન વાન વા, વિધાતું શવતે મયા ।।।[y.રૂ૨૬, ો-રૂ૪૬રૂ] એમ વિચારતા ત્રણે ઉપર વાવઝોડાથી અર્ધું છેદાયેલ વૃક્ષ પડે છે, ત્રણે જણા મૃત્યુ પામી બ્રહ્મલોકમાં દેવ થાય છે, ત્રીજી નારકે ગયેલા ભાઈ કૃષ્ણને બચાવવા બળદેવ પ્રયત્ન કરે છે, તેથી વધારે દુઃખી થાય છે, ભાઈને કૃષ્ણ કહે છે, ભરતમાં જઈ આપણે બન્ને સ્વર્ગમાં ગયા છે, તે રીતે બતાવ, જેથી આપના બેની પૂજ્યતા થાય.
પ્રભુનું નિર્વાણઃ- પ્રભુ ગામે ગામ વિચરતા ત્રણસો વર્ષ ગૃહસ્થાપણામાં, તેપ્પન દિવસ છદ્મસ્થ અવસ્થામાં, કંઈક ન્યૂન ૭૦૦વર્ષ કેવલી પર્યાયપાળી હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી ૫૩૭ની સાથે, મહિનાના ઉપવાસ કરી, રૈવતાચલપર્વત ઉપર અષાઢ સુદ આઠમે ચિત્રાનક્ષત્રમાં ચંદ્ર રહેતે છતે નિર્વાણને પામ્યા. શિવસ્ત્રીમાં આસક્ત મને મૂકી ન દે તેથી રાજીમતી ૧૦૦ વર્ષ પહેલા મુક્તિએ પહોંચે છે, પાંડવો સંયમી થઈ હસ્તકલ્પ સુધી આવે છે, પ્રભુ બાર યોજન દૂર છે. સવારે પ્રભુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org