________________
३३ પાસે જઈ માસક્ષપણના પારણા કરીશું એમ વિચારતા હતા, ત્યાં જ પ્રભુના નિર્વાણનાં સમાચાર સાંભળી શ્રીવિમલાચલ જઈ અનશન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા, દ્રોપદી પાંચમાં દેવલોકે ગયા. શ્રી નેમિનાથ ચરિત્રપૂર્ણ થયું.
વપરાતીવીની અથિતતા-ચોથા અધ્યયનમાં જો પૃથ્વી જીવપિંડરૂપ છે તો સચિત્ત છે, તો તેના ઉપર માત્ર વગેરે કરતા સાધુ અહિંસક કેવી રીતે કહેવાય? શસ્ત્રથી અપરિણત જીવવાળી કહેવાય પરંતુ પવન-અગ્નિ-ચીકાશખટાશ-ખારાશ વગેરે શસ્ત્રો છે, તેનાથી પરિણત પૃથ્વી અચિત્ત છે, તેથી દોષ નથી એ વાત આગમથી સિદ્ધકરી, અનુમાનથી પણ આ વાત સિદ્ધ કરી છે,
आगमश्चोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिलक्षणं । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपादने ।।१।। आगमो ह्याप्तवचन-माप्तं दोषक्षयाद् विदुः । વીતરાગોડનૃતં વાવયં, ન તૂવાદ્ધત્વસન્મવાન્ ારા િરૂરૂટ, -૨-૨]
વડી દીક્ષાની યોગ્યતા- ચોથું અધ્યયન સૂત્ર અને અર્થથી ભણ્યા બાદ વડીદીક્ષા માટે પરીક્ષા ગુરુભગવંત લે. જેમ ગીતાર્થ સાધુ નવા સાધુને પાછળ રાખી બહાર જાય લીલાઘાસ ઉપર ચાલે, ત્યારે જો નવા પણ તેના ઉપર ચાલે તો વડી દીક્ષાને અયોગ્ય, પરંતુ જો પોતે ઊભા રહી પૂછે, સાહેબ! સાધુને લીલોતરી ઉપર ન જવાય, તો તમે કેમ ગયા?ગીતાર્થ જલ્દી પાછા વળે અને ભ્રમ થઈ ગયો, તેથી ચાલવા લાગ્યો, મારું દુષ્કત મિથ્યા થાઓ એમ કહે. ગુરુ પાસે જઈ બધી વાત કરે, પછી વડી દીક્ષા કરે. અહી જેમ મેલું કપડું ન રંગાય, શુદ્ધ રંગાય, પાયા ખોદ્યા વગર મકાન ન બંધાય, ખોદીને બંધાય, રોગીને સીધી દવા ન અપાય, પેટ આદિ સાફ કરી અપાય, તેમ ભણ્યા-ગણ્યા વગર શિષ્યની ઉપસ્થાપના ન થાય, શીખ્યા પછી કરાય, શીખ્યા વગર કરે તો ગુરુને દોષ, શીખીને ન પાલે તો શિષ્યને દોષ.
ગોથરી જનાદસાધુની દષ્ટિ-પાંચમા પિડેષણા અધ્યયની વ્યાખ્યામાં વ્યવહારિક પણ માર્મિક દૃષ્ટાંત આવે છે. કોઈ વણિકની અત્યંત સ્વરૂપવતી, ઈન્દ્રાણી જેવી પત્ની છે, દિવ્ય વસ્ત્રોને, આભૂષણો ધારણ કર્યા છે. કુટુંબને જમાડી ભોજનનો પિંડ હાથમાં લઈ પ્રેમથી વાછરડા પાસે જાય છે, ત્યારે વાછરડું તેના રૂપ વસ્ત્ર કે ભૂષણને જોતું નથી માત્ર પિંડને જુવે છે, તેમ ભિક્ષા માટે ઘરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org